ખોટી ફોરમ ઉપર કરવામાં આવેલ અપીલ બાબતે “ડીલે કોંડોન” કરવામાં આવે: ત્રિપુરા હાઇકોર્ટ
Reading Time: < 1 minute
Case Law with Tax Today
G.S.T.
M/s. Tropical Beverages Pvt. Ltd. Vs The Union of India and Others
Writ Petition no. 701/2021
Date of Order: 04th January 2022
કેસના તથ્યો:
- કરદાતા દ્વારા અધિકારીના આદેશ સામે APL-1 માં અપીલ ફાઇલ કરવામાં આવી હતી.
- આ અપીલને નિયમો મુજબ “એકનોલેજ” થવા કરદાતાએ રાજ્ય જી.એસ.ટી. અધિકારીને મોકલી હતી.
- રાજ્ય જી.એસ.ટી. ના અધિકારી દ્વારા પોતાના બેક ઓફિસ પોર્ટલમાં આ અરજી ચકસતા આ અરજી મળી ના હતી.
- તેઓ દ્વારા આ અપીલની “એકનોલેજમેંટ” આપવા ના પાડવામાં આવી હતી.
- તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે કરદાતા એ કરેલ ઓનલાઈન અરજી સેંટરલ જ્યુરિસડીકશનમાં બોલતી હતી.
સરકાર તરફે રજૂઆત:
- કરદાતા સેંટરલ જ્યુરિસડિકશનમાં પડતાં હોય તેઓ દ્વારા અરજી સેંટરલ જ્યુરિસડીકશન માં આપવી જોઈએ તેમ દર્શાવી રાજ્ય જી.એસ.ટી. દ્વારા આ અરજી કરદાતાને “એકનોલેજ” કર્યા સિવાય પરત આપવામાં આવી હતી જે યોગ્ય છે.
કોર્ટનો ચુકાદો:
- કરદાતા દ્વારા ઓનલાઈન અપીલ ફાઇલ કરવામાં આવી હતી. રાજ્ય જી.એસ.ટી. દ્વારા જ્યારે અરજી “એકનોલેજ” થવા આવી ત્યારે કરદાતાને ધ્યાન દોરવાની ફરજ હતી. જેથી કરદાતા આ અંગે યોગ્ય પગલાં લઈ શકે.
- કરદાતા દ્વારા નવી અપીલ ફાઇલ કરવામાં આવે.
- ખોટી ફોરમ ઉપર અપીલ કરી હોવાનો સમયગાળા જેટલો સમય નો ડીલે કોંડોન કરવામાં આવે.
- જી.એસ.ટી. હજુ નવો કાયદો હોય, સેંટરલ તથા રાજ્ય જી.એસ.ટી. ના અપીલ અધિકારીને સલાહ આપવામાં આવે છે કે કેન્દ્રિય તથા રાજ્ય જી.એસ.ટી. હેઠળ અપીલ ફાઇલ કરતાં કરદાતાને ખોટી ફોરમમાં અપીલ કરવામાં આવેલ હોય તો ઇ મેઇલ દ્વારા જાણ કરી આપવામાં આવે જેથી કરદાતા યોગ્ય સુધારા કરી શકે.
(સંપાદક નોંધ: જી.એસ.ટી. હેઠળ અપીલ ફંક્શનરી હજુ ખૂબ પ્રાથમિક તબક્કામાં છે. કરદાતા દ્વારા આ પ્રકારની ભૂલો સામાન્ય રીતે થતી હોય છે. આ ભૂલો સુધારવા બાબતે સમયગાળા આ ચુકાદો ખૂબ ઉપયોગી થશે.)