જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો “સસ્પેન્શન” નો આદેશ 30 દિવસથી વધુ લાગુ રહી શકે નહીં: દિલ્હી હાઇકોર્ટ  

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. હેઠળ નિયમ 21A નો ઉપયોગ કરી નોંધણી દાખલો સસ્પેન્ડ થવાના કિસ્સામાં ખૂબ ઉપયોગી ચુકાદો આપતી દિલ્હી હાઇકોર્ટ

તા. 16.02.2022: દિલ્હી હાઈકોર્ટે દ્વારા મહત્વનો ચુકાદો આપતા જી.એસ.ટી. ડિપાર્ટમેંટની કારણ બતાવો નોટિસને રદ કરી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું હતું કે કારણો દર્શાવ્યા વિના GST નોંધણી દાખલો 2 મહિનાથી વધુ સમય માટે સસ્પેન્ડ કરી શકાતી નથી. પીટીશનર, શક્તિ શિવ મેગ્નેટ પ્રાઈવેટ લિમિટેડ એ જી.એસ.ત. વિભાગ દ્વારા 11 નવેમ્બર, 2021 ના ​​રોજ આપવામાં આવેલ SCN સામે આ રીટ પિટિશન દાખલ કરી હતી. અધિકારી દ્વારા  અરજદારની નોંધણી 2 મહિનાથી વધુ સમય માટે કોઈ પર્યાપ્ત સ્પષ્ટતા અથવા કારણ અથવા હકીકત વિના સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રૂલ્સ, 2017ના નિયમ 21A મુજબ જે રજીસ્ટ્રેશનને સસ્પેન્ડ કરવા માટે પરિપૂર્ણ કરવાની આવશ્યક શરતોનું વર્ણન કરે છે અને CGST નિયમોના નિયમ 22(3) જેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે નોંધણી દાખલો માત્ર 30 દિવસ માટે સસ્પેન્ડ કરી શકાય છે. આ સમય દરમ્યાન નોંધણી અધિકારી દ્વારા દાખલો રદની કાર્યવાહી પુર્ણ કરી આપવાની રહે.  જી.એસ.ટી. ડિપાર્ટમેંટએ અરજદારને નવેસરથી વિગતવાર SCN જારી કરવા માટે 3 દિવસનો સમય માંગ્યો અને તેનો નિર્ણય લેવા માટે પંદર દિવસનો સમય માંગ્યો. જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ નવીન ચાવલાની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે અસ્પષ્ટ SCNમાં કોઈ તથ્ય કે કારણો નથી આપવામાં આવ્યા અને તે કોઈ દસ્તાવેજ દ્વારા સમર્થિત નથી કે જેના આધારે પિટિશનરની નોંધણી સસ્પેન્ડ કરી શકાય. કોર્ટે પ્રતિવાદીને પિટિશનરની GST નોંધણી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, અધિકારીને એક અઠવાડિયાની અંદર તમામ સંબંધિત તથ્યો અને કારણોનો ઉલ્લેખ કરી નવી SCN આપવા મંજૂરી આપી. જી.એસ.ટી. નિયમોમાં નિયમ 21A લાગુ કરવામાં આવતા જી.એસટી. સસ્પેન્શન ના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ પણ કારણ આપ્યા વગર કરદાતાનો દાખલો અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરવામાં આવતો હોય છે. દિલ્હી હાઇકોર્ટનો આ ચુકાદો કરદાતાઓ માટે જમીની સ્તરે ખૂબ ઉપયોગી બનશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!