જી.એસ.ટી. પોર્ટલ ઉપર નંબર કેન્સલની અરજી પરત ખેચવાની સુવિધા કરવામાં આવી શરૂ
શરતચૂકથી જી.એસ.ટી. રદ્દની અરજી થયેલ હોય તેવા કિસ્સામાં આ સુવિધા થશે ઉપયોગી:
તા. 17.02.2022: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) એ GST રજિસ્ટ્રેશન રદ કરવા માટેની અરજીઓ પાછી ખેંચવાની સુવિધાને શરૂ કરી આપવામાં આવી છે. ભૂલથી GST રજિસ્ટ્રેશન રદ કરવા માટેની અરજી કરી હોય અને આ અરજી કરદાતા પાછી ખેંચવા માંગતા હોય, તો આ સુવિધાનો ઉપયોગ કરદાતા કરી શકે છે. આ બાબતેની જાહેરાત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. હવે આ સુવિધા પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો ઉપયોગ કરવા કરદાતાએ જી.એસ.ટી. પોર્ટલ ઉપર નીચે મુજબના વિકલ્પો પસંદ કરવાના રહેશે.
Service→ User Service → My Submission
આ સાથે કરદાતાએ કરેલ જી.એસ.ટી. નંબર રદ કરવાની અરજી કરદાતા જોઈ શકે છે. જો આ રદ માટેની અરજી ઉપર અધિકારી દ્વારા કોઈ આદેશ કરવામાં નહીં આવ્યો હોય તો આ વિકલ્પ વડે કરદાતા રદની અરજી પરત ખેંચી શકે છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે