જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ બ્લોક કરવાની સત્તા ઉપયોગ કરવા ક્રેડિટ લેજરમાં ક્રેડિટ હોવી છે જરૂરી: ગુજરાત હાઇકોર્ટ
કરદાતાને 20 લાખનું રિફંડ ચૂકવવા આદેશ કરતી ગુજરાત હાઇકોર્ટ
તા. 17.02.2022: ગુજરાત હાઈકોર્ટેની ટેક્સ બેન્ચ દ્વારા GST વિભાગને એક કેસમાં રૂ. 20 લાખ રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે ગુજરાત હાઇકોર્ટદ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં ઊભી થયેલ ક્રેડિટ બ્લોક કરવાની કોઈ સત્તા જી.એસ.ટી. કાયદા હેઠળ અધિકારી પાસે નથી. આમ, નેગેટિવ ક્રેડિટ બ્લોકની કોઈ સત્તા રહેશે નહીં. આ કેસમાં અરજ્કર્તા દ્વારા સપ્ટેમ્બર, 2021 મહિના માટે રિટર્ન ફાઇલ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સપ્ટેમ્બર મહિનાની કે અન્ય કોઈ ક્રેડિટ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં દર્શાવતી ના હતી. તપાસ કરતાં કરદાતાને જાણવા મળ્યું હતું કે કે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર બ્લોક કરવામાં આવી છે. આમ થવાથી કરદાતાએ આઉટપુટ ટેક્સની વધારાની રકમ ચૂકવવી પડે તેમ હતી. કરદાતા વતી ઉપસ્થિત રહેલ એડવોકેટ ઉચિત શેઠ, દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનો નેગેટિવ બ્લોક ક્રેડિટ લેજરમાં શૂન્ય બેલેન્સ સાથે બ્લોક કરવાની કોઈ સત્તા જી.એસ.ટી. કાયદા હેઠળ અધિકારીને નથી. કરદાતાના કિસ્સામાં કરવામાં આવેલ બ્લોકેજ એ કાર્યક્ષેત્ર બહારનું છે. જો કે સરકાર વતી ઉપસ્થિત એડવોકેટ ઉત્કર્ષ શર્મા દ્વારા પણ આ દલીલનો ભારપૂર્વક વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓએ અધિકારી દ્વારા કરવામાં આવેલ ક્રેડિટ બ્લોકેજને કાયદા હેઠળ યોગ્ય ગણવામાં આવ્યો હતો. જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ડિવિઝન બેન્ચે આ કેસમાં ચુકાદો ચુકાદો આપતા જણાવવામાં આવ્યો હતો કે પ્રતિવાદીઓને ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરના નેગેટિવ બ્લોકને વહેલામાં વહેલી તકે પાછી ખેંચી લેવાનો આવે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે GST નિયમોના નિયમ 86A હેઠળ સત્તાનો ઉપયોગ કરવાની પહેલી શરતએ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં ક્રેડિટની ઉપલબ્ધતા છે. જો ક્રેડિટ બેલેન્સ ઉપલબ્ધ હોય, તો સત્તાધિકારી, લેખિતમાં કારણોની યોગ્ય નોંધ કરી, આવી ક્રેડિટની સમકક્ષ રકમના ડેબિટને મંજૂરી આપી શકે. આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. નિયમોના નિયમ 86-A હેઠળ ભવિષ્યમાં ઊભી થતી ક્રેડિટ બ્લોક કરવા કોઈ સત્તા નથી. રિટ અરજદારો તેમના રિટર્ન ફાઇલ કરી શકે તે માટે તેમના દ્વારા જમા કરાયેલ રૂ. 20 લાખના રિફંડ માટે પણ હકદાર છે. હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે આ રિટ પિટિશનનો આદેશ મળ્યા તારીખથી બે અઠવાડિયામાં રિટ પિટિશનરને 20 લાખ રિફંડ આપવામાં આવે. આ ચુકાદો જી.એસ.ટી. હેઠળ કરવામાં આવતા ક્રેડિટ બ્લોકેજ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે