સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 08th April 2023

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


  1. જી.એસ.ટી કાયદાની કલમ 17(5) મુજબ 13 થી વધુ વ્યક્તિની સિટિંગ કેપેસિટી ના હોય તેવા મોટર વિહીકલની ક્રેડિટ મળે નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. તો શું 13 થી વધુ સિટિંગ કેપેસિટી વાળા મોટર વિહિકલની ક્રેડિટ મળે એ બાબતે કોઈ નોટિફિકેશન કે સ્પેસિફિક જોગવાઈ છે?                                                                                                                                                                                     જે.વી. પટેલ & કૂ, જેતપુર

જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 17(5) એ પ્રતિબંધિત કરતી જોગવાઈ ગણાય. આ કલમના અર્થઘટન એવી રીતે કરવાનો રહે કે જે બાબતે પ્રતિબંધ આ કલમમાં આપેલ ના હોય તે ક્રેડિટ મળી રહે. આમ, જ્યારે 13 વ્યક્તિઓથી વધુ સિટિંગ ધરાવતા મોટર વિહીકલની ક્રેડિટ મળી રહે તેવું અર્થઘટન કરવાનું રહે તેવો અમારો મત છે. આ અંગે કોઈ નોટિફિકેશન હોય ના શકે તથા આ અંગે કોઈ સર્ક્યુલર હોય તેવું અમારા ધ્યાનમાં નથી.  

  1. અમારા અસિલે નાણાકીય વર્ષ 2022 23 દરમ્યાન રજિસ્ટર્ડ GTA પાસેથી ટ્રાન્સપોર્ટેશનની સેવા લીધી હતી. આ પૈકી જે બિલો B2B માં તેઓ દ્વારા દર્શાવેલ છે તેના ઉપર અમોએ RCM પર વેરો ભરવામાં આવેલ છે. અમારો પ્રશ્ન એ છે કે શું જે બિલો B2B માં દર્શાવતા નથી તેના ઉપર પણ શું અમારે RCM નો વેરો ભરી આપવો જોઈએ?                                                                                           પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, ઉના

જવાબ: હા, ટ્રાન્સપોર્ટેશનની સેવા GTA પાસેથી લેવામાં આવેલ હોય ત્યારે આ રકમ ઉપર RCM ભરી તેની ઈન્પુટ ક્રેડિટ લઈ લેવી તે જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ નોન બેંકિંગ ફાઇનન્સ કંપની (NBFC) જેવી કે IIFL, Capri Loans જેવી કંપનીની લોન રોકડમાં ચૂકવે તો ઇન્કમ ટેક્સમાં કોઈ પ્રશ્ન આવી શકે?                                                                                                                                                           ભાવેશ હલ્પાની, એકાઉન્ટન્ટ

જવાબ: નોન બેંકિંગ ફાઇનન્સ કંપની (NBFC) ને રોકડમાં ચુકવણી કરવામાં અમારા મતે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269T લાગુ પડે અને આ ભંગ બદલ દંડની જવાબદારી આવી શકે.

  1. અમારા અસીલ 15 એપ્રિલ પહેલા બાનાખત કરીને બે દુકાનો બુક કરાવેલ છે. આ મિલ્કતનો દસ્તાવેજ મે મહિનામાં થવાનો છે. ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 50C હેઠળ જૂની જંત્રીનો લાભ મળે તે હેતુ થી શું કરી શકાય?                                                                            CA વિજય મિસ્ત્રી

જવાબ: કોઈ પણ મિલ્કત જૂની જંત્રી પ્રમાણે અને સમય એ ખરીદવામાં આવે હોય તેવી મિલ્કતનો દસ્તાવેજ નવી જંત્રી લાગુ થયા સમયે થતો હોય ત્યારે નીચે મુજબ તકેદારી રાખવામા આવે તે જરૂરી છે:

  1. મિલ્કતનો વેચાણ કરાર જંત્રી વધે તે પહેલા કરવામાં આવેલ હોય. શક્ય હોય તો આ કરાર રજિસ્ટર્ડ કરવો જોઈએ.
  2. આ કરારની રકમ પૈકી અમુક રકમનો ચેક ખરીદનાર દ્વારા વેચનારને એકાઉન્ટ પેયી ચેક દ્વારા કે એકાઉન્ટ પેયી ડીડી દ્વારા ચુકવણી નવી જંત્રી લાગુ થયા પહેલા કરી આપવામાં આવી હોય
  3. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા મુજબ આપ જૂની જંત્રી મુજબ સ્ટેમ્પ ખરીદી પક્ષકારોના સહી સિક્કા કરવી જૂની જંત્રીના દરે રજીસ્ટ્રેશન પણ કરવી શકે છે.

    ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!