નાના વેપારીઓને આપો વ્યવસાયવેરા માંથી મુક્તિ: ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન
10 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારી તથા શૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગને વ્યવસાયવેરા ભરવામાંથી આપવામાં આવે મુક્તિ: જયેન્દ્ર તન્ના
તા. 08.12.2023: ગુજરાત રાજ્યના વેપારીઑના મોટા સંગઠન માના એક ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલને રજૂઆત કરી રાજ્યમાંથી 10 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ તથા શૂક્ષ્મ તથા લઘુ ઉદ્યોગોને વ્યવસાયવેરામાંથી મુક્તિ આપવા આગ્રહ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. હેઠળ વન નેશન વન ટેક્સનું સપનું વેપાર જગત જોઈ રહ્યું છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે વિવિધ વેપારી સંગઠનો દ્વારા વિવિધ સ્તરો ઉપર આ અંગે રજૂઆત કરવામાં આવેલ છે અને સરકાર તરફથી આ અંગે આસ્વાસ્ન પણ મળેલ છે. હવે જ્યારે ગુજરાત રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાત સમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે ત્યારે વ્યવસાય વેરા નાબૂદીની જાહેરાત આ કાર્યેક્રમના માધ્યમથી કરવામાં આવે તેવો ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે. આ રજૂઆતમાં 2019 માં ગુમાસ્તા ધારા કાયદામાંથી નાના વેપારીઓને મુક્તિ આપવા અંગેના નિર્ણયને પણ યાદ કરી બિરદાવવામાં આવ્યો છે. વ્યવસાય વેરાની જે રીતે વસૂલાત થાય છે તે ધ્યાને લઈ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે વ્યવસાયવેરો નાબૂદ કરવાથી સરકારી તિજોરીને જે નુકસાન થાય તે ખૂબ ઓછું રહેવા પામશે. વાઈબ્રન્ટ ગુજરાત 2024 સંમેલનને શુભેચ્છા પાઠવી આ રજૂઆતમાં ભારપૂર્વક વ્યવસાયવેરો નાબૂદી અંગેની જાહેરાત આ સંમેલનમાં કરવામાં આવે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે