બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી…
પ્રતિનિધિ દ્વારા, તારીખ ૨૭-૦૭-૨૦૨૪
આજ રોજ તારીખ ૨૭-૦૭-૨૦૨૪ને શનિવારના રોજ ગુજરાત હાઇકોર્ટના ખાતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ગુજરાત રાજ્યના કાયદા અને ન્યાય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત હાઈકોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવીન વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. મંત્રી ઋષિકેશ પટેલે વકીલોના કલ્યાણ ફંડ પેટે બારને રાજ્ય સરકાર વતી રૂ. પાંચ કરોડનો ચેક અર્પણ કર્યો હતો, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરપર્સન જે.જે.પટેલ ઉપસ્થિત રહેલ. સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ચીફ જસ્ટિસ અગ્રવાલના ૮૦ મહત્વના ચુકાદાઓ ધરાવતું પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું.
સ:ભવત આવી વેબ સાઈટ અને મોબાઈલ એપ માટે આપણું ગુજરાત સૌથી પહેલું હશે.
આ સાથે લિંક પણ મોકલી આપું છું, જે આપણાં વાંચક મિત્રોને ખુબજ ઉપયોગી થઈ પડશે તેવા ઉમદા હેતુ સાથે પ્રસ્તુત કરું છું.
Bar Council of Gujarat App
https://play.google.com/store/apps/details?id=com.ext.bcg
Gujarat Law Herald App
https://play.google.com/store/apps/details?id=com.fipl.glsnew
– હર્ષદ ઓઝા (કરવેરા તજજ્ઞ)