સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 19.09.2024
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતા છે. તેઓ માટે નાણાકીય વર્ષ 2023 24 નું GSTR 4 રિટર્ન ભરવાનું બાકી રહી ગયું છે. શું તેઓને કોઈ એમ્નેસ્ટી સ્કીમનો લાભ મળશે?
જવાબ: ના, હાલ કોઈ એમ્નેસ્ટી સ્કીમનો લાભ છે નહીં. ભવિષ્યમાં આ અંગે કોઈ સ્કીમ આવે તે અંગે કહેવું મુશ્કેલ છે. અમારા મતે 2000/- જેવી લેટ ફી ની રકમ ભરી આ ખામી દૂર કરી આપવામાં આવે તે વધુ હિતાવહ છે.
- અમારા અસીલ કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતા છે. તેઓ માટે નાણાકીય વર્ષ 2023 24 નું GSTR 4 રિટર્ન ભરવામાં ખરીદી દર્શાવવી ફરજિયાત છે?
જવાબ: હા, GSTR 4 માં નિયમ મુજબ ખરીદી દર્શાવી ફરજિયાત છે. પરંતુ કદાચ ખરીદી ના દર્શાવવામાં આવેલ હોય તો ટેક્સની જવાબદારી સામાન્ય સંજોગોમાં આવે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલ ટ્રાન્સપોર્ટર છે. તેઓને 1 કરોડ જેવી રકમનો ટ્રાન્સપોર્ટેશનનો કોન્ટ્રાક્ટ મળેલ છે. આ અંગેનું ટેક્સ ઇંવોઇસ બનાવી તેઓ 5% લેખે વેરો ભરી આપે છે. અમારા અસીલ એક પણ ટ્રક પોતાના નામે ધરાવતા નથી. તેઓ અન્ય વ્યક્તિ પાસેથી ટ્રક સેવા લઈ માલનું પરિવહન કરે છે. અમારા અસીલને સેવા પૂરી પાડતા ટ્રક માલિકો કોઈ કંસાઇનમેંટ નોટ બનાવતા નથી. તેઓને ચુકવણી રોકડમાં કે બેન્ક દ્વારા કરવામાં આવે છે. આ પરિસ્થિતીમાં પ્રશ્ન એ છે કે:
- શું અમારા અસીલ 5% લેખે જી.એસ.ટી. RCM નું બિલ બનાવી શકે?
2. અમારા અસીલ જે ટ્રક માલિકો પાસેથી સેવા લે છે તે સેવાની રકમ ઉપર 5% RCM ભરવાની જવાબદારી ટ્રક માલિક કે અમારા અસીલની થાય?
જવાબ: આપના અસીલ અંગેના પ્રશ્નના જવાબમાં અમારો નીચે મુજબ મત છે.
- તમારા અસીલ જી.એસ.ટી. હેઠળ 5% લેખે RCM નું બિલ બનાવી શકે છે.
- તમારા અસીલ જે ટ્રક માલિકો પાસેથી સેવા લે છે તેમાં તમારા અસીલ કે ટ્રક માલિકની જવાબદારી આવે નહીં.
આ તકે એક બાબત જાણવી જરૂરી છે કે ફોરવર્ડ ચાર્જ કે રિવર્સ ચાર્જ એ બાબતે વર્ષની શરૂઆતમાં જ કરદાતા દ્વારા નિર્ણય કરી લેવાનો થતો હોય છે. ત્યાર બાદ વર્ષ દરમ્યાન આ નિર્ણય તેઓ બદલી શકે નહીં.
- અમારા અસીલ દ્વારા નાણાકીય વર્ષ 2018 થી 2023 દરમ્યાન સર્વિસ ઇમ્પોર્ટ કરેલ છે પરંતુ ઇમ્પોર્ટ ઓફ સર્વિસ ઉપર IGST ભરેલ નથી. તેઓ દ્વારા આ સમય દરમ્યાન ભરવા પાત્ર IGST ની રકમ 19,800 જેવી થાય છે. હજુ અમોને જી.એસ.ટી. દ્વારા કલમ 73 કે 74 હેઠળ કોઈ નોટિસ મળેલ નથી. અમો આ રકમ ભરી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈએ તો આ વ્યવહાર ઉપર 25000/- CGST + 25000 SGST દંડ કલમ 122 (2)(e) હેઠળ લાગુ પડે કે કોઈ રાહત મળી શકે? અથવા અમારે આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જતી કરી DRC 03 થી ફોર્મ ભરી આપીએ તો આ વધુ સારો વિકલ્પ રહે? મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: આપના અસીલ દ્વારા DRC 03 થી નોટિસ આવે તે પહેલા IGST ની રકમ ભરી આપવામાં આવે તો સામાન્ય સંજોગોમાં આ અંગે દંડ થવાની શક્યતા ઓછી રહે છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના લેવાથી પેનલ્ટીની રકમમાં કોઈ ફેર પડે નથી તેવો અમારો મત છે.
- અમારા અસીલને વિક્રેતા કંપની તરફથી વિદેશની ટુર મળેલ છે. આ ટુરની રકમ ઉપર જી.એસ.ટી. અંગે કોઈ જવાબદારી આવે? નીરવ ગાંગદેવ, એડ્વોકેટ
જવાબ: વિદેશ ટુર અંગે જ્યારે કંપની તરફથી પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો તેના ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે નથી તેવો અમારો મત છે.
- અમારા અસીલને વિક્રેતા કંપની તરફથી અમુક “ઇન્સેંટિવ” સ્વરૂપની ક્રેડિટ નોટ મળેલ છે. સામાન્ય રીતે કંપની અમુક ક્રેડિટ નોટમાં તો જી.એસ.ટી. દર્શાવે જ છે, પરંતુ આ “ઇન્સેંટિવ” ની ક્રેડિટ નોટમાં જી.એસ.ટી. દર્શાવતા નથી. તો પણ શું આ “ઇન્સેંટિવ” ઉપર જી.એસ.ટી. ભરવાની અમારી જવાબદારી આવી શકે છે? નિરવભાઈ ગાંગદેવ, એડ્વોકેટ
જવાબ : કોઈ ખાસ વેચાણ વૃદ્ધિની ઝુંબેશને પહોચી વળવા ઇન્સેંટિવની ક્રેડિટ નોટ આપવામાં આવેલ હોય તો જી.એસ.ટી. લાગુ પડે. નિયમિત સંજોગોમાં ટર્નઓવરનો ટાર્ગેટ પૂર્ણ કરવા આપવામાં આવેલ ક્રેડિટ નોટ ઉપર જી.એસ.ટી. ના લાગે તેવો અમારો મત છે. ઇન્સેંટિવ અને ક્રેડિટ નોટ અંગે આ બાબતે ઘણી દ્વિધા પ્રવર્તે છે. આ કારણે ઘણા કરદાતા આ બાબતે “કંસર્વેટિવ એપ્રોચ” લે છે. તેઓ ઇન્સેંટિવ અંગેની જે ક્રેડિટ નોટ હોય તેના ઉપર જી.એસ.ટી. લગાડી ડે છે અને સેવા મેળવનાર આ જી.એસ.ટી. ની ક્રેડિટ લઈ લે છે જેથી આકારણી દરમ્યાન ક્રેડિટ નોટ મેળવનાર કરદાતા ઉપર કોઈ જી.એસ.ટી. ની વધારાની જવાબદારી ઉપસ્થિત થાય નહીં.
ઇન્કમ ટેક્સ/બેનામી ટ્રાન્સેકશન એક્ટ
- અમારા અસીલનો ધંધો સોનાના દાગીના ખરીદ વેચાણ કરવાનો તથા માન્ય નાણાં ધીરધાર કરવાનો છે. તેઓ દ્વારા પોતાના ગ્રાહકને 1 લાખ રૂપિયાની લોન રોકડમાં આપવવા આવેલ છે. અમારો પ્રશ્ન એ છે કે અમારા અસીલ રોકડમાં કઈ મર્યાદા સુધી આપી શકે? સુંદરીયા કોલીપરા, પોન્નુર
જવાબ: ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269 SS, હેઠળ લોન રોકડમાં લેવાની મર્યાદા સૂચવવામાં આવેલ છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269T હેઠળ લોન રોકડમાં ચૂકવવાની મર્યાદા સૂચવવામાં આવેલ છે. લોન આપનાર તરીકે એ બાબત ધ્યાનમાં લેવાની રહે કે જ્યારે આ લોન પરત આપવામાં આવે ત્યારે આ રકમ 200000/- થી ઓછી રહે તે બાબત ધ્યાને લેવાની રહે.
- અમારા અસીલ ડોક્ટર છે અને સાથે ફાર્મસી (દવાની દુકાન) સ્ટોર પોતાના નામે જ ધરાવે છે. અમારા અસીલની સારવાર તથા દવા માટે રોકડ સ્વીકારવાની તથા UPI સ્વીકારવાની એક પેશન્ટ પાસેની મર્યાદા શું રહે? સુંદરીયા કોલીપરા, પોન્નુર
જવાબ: રોકડ રકમ સ્વીકારવા માટે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 269 ST હેઠળ 2 લાખથી નીચેની મર્યાદા આપવામાં આવેલ છે. આમ, 1,99,999/- ઉપરની રકમ આપના અસીલ રોકડમાં સ્વીકારી શકે નહીં. UPI માટે કોઈ મર્યાદા આપવામાં આવેલ નથી તેવો અમારો મત છે.
- અમારા અસીલ દ્વારા રહેણાંકી મકાન ખરીદવામાં આવ્યું છે જેમાં 20000 થી નીચેની રકમની લોન દ્વારા લેવામાં આવ્યું છે. શું 20000 થી નીચેની આ લોન ઉપર ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 68, 69 હેઠળ દંડ લાગુ પડે?
જવાબ: હા, જો ઇન્કમ ટેક્સ દ્વારા સ્કૃટીનીકે અન્ય કોઈ કાર્યવાહી દરમ્યાન આ અનસિકયોર્ડ લોન વિષે પ્રશ્ન કરવામાં આવે અને કરદાતા આ લોન અંગે જેન્યુઈનનેસ, ક્રેડિટવર્થીનેસ તથા આઇડેનટિટિ સાબિત કરવામાં નિષ્ફળ નીવડે તો તેમના ઉપર કલમ 68 હેઠળની જવાબદારી આવી શકે તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે. ટેક્સ ટુડે એક્સપર્ટ્સ કે ટેક્સ ટુડે કોઈ પણ રીતે કોઈ સંજોગોમાં આ અંગે જવાબદાર રહેતા નથી.
DEAR SIR,
I AM AN ADVOCATE AND MY CLIENT IS COMMISION AGENT AND SINCE FY 2017-18 TO FY 2020-21 HIS TURN OVER IS BELOW 2 CRORES BUT IN FY 2021-22 HIS TURN OVER CROSSED 2 CRORE AND 23 LACS SO AT THAT TIME I HAVE MISSED OUT TO FILE ANNUAL RETURN OF FY 2021-22 AND THAN AFTER IN FY 2022-23 AND 2023-24 OUR TURNOVER ALSO BELOW 2 CRORES . SO PLEASE GIVE ME ANSWER I HAD NOT FILE FY 2021-22 GST ANNUAL RETURN. SO ANY LEGAL ISSUE ARISE IN FUTURE . OR WHAT TO DO NOW ? IF I WANT TO FILE WHAT PANLATY AND INTEREST I HAVE TO PAID ? PLEASE GIVE ME SUGGESTION . THANKS.
Kindly send the questions on taxtodayuna@gmail.com. I am taking this question from here and the same would be replied in our coloum saval aapna.