સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 05.10.2024
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ કરમુક્ત ચોપડા વેચાણ કરવાનો ધંધો કરે છે. તેઓનું ટર્નઓવર 60 લાખ જેવુ છે. શું માત્ર કરમુક્ત માલનું વેચાણ કરતાં હોય તો પણ જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત છે? સુંદરીયા કોલીપરા, પોન્નુર
જવાબ: આપના અસીલ માત્ર કરમુક્ત માલનો વેપાર કરતાં હોય 60 લાખનું ટર્નઓવર હોવા છતાં જી.એસ.ટી. નોંધણી લેવી ફરજિયાત નથી. પણ આ ટર્નઓવર પૈકી 1 રૂપિયાનું ટર્નઓવર પણ કરપાત્ર માલ નું થાય, (જેમ કે બોલપેન વી.) નો નોંધણી દાખલો લેવો ફરજિયાત બને તેવો અમારો મત છે.
- અમારા અસીલ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા છે. તેઓને SEZ યુનિટમાંથી માલ બાબતે ઓર્ડર મળે છે. શું તેઓ કંપોઝીશનની બહાર નીકળી જશે? સુંદરીયા કોલીપરા, પોન્નુર
જવાબ: હા, SEZ ની સપ્લાય એ આંતર રાજ્ય સપ્લાય (ઇન્ટર સ્ટેટ) ગણાય અને કમ્પોઝીશનના નિયમનો ભંગ ગણાય અને આપના અસીલ કંપોઝીશનની બહાર નીકળી જશે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ કોમર્શિયલ મિલ્કતની ભાડાની આવક ધરાવે છે. આ આવક ઉપર “હાઉસ પ્રોપર્ટી” તરીકે ટેક્સ લાગે કે “બિઝનેસ ઇન્કમ” તરીકે? સુંદરીયા કોલીપરા, પોન્નુર
જવાબ: જમીન સાથે મકાન હોય, ભલે તે કોમર્શિયલ હોય કે રેસિડેનશિયલ, તે સામાન્ય રીતે હાઉસ પ્રોપર્ટીની આવકમાં પડે તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.