કવિ અને સાહિત્યકારોની નગરી પાલનપુર ખાતે વહેલી સવારે શૈક્ષણિક સેમિનાર યોજયો…

0
Spread the love
Reading Time: 3 minutes

પાલનપુર, તા. 14 જૂન 2025

ગુજરાતમાં ટેક્સ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લાના પાલનપુર ખાતે “પ્રથમ મોફુસિલ સેમિનાર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનું આયોજન All Gujarat Federation of Tax Consultants અને તેના સંયુક્ત સહયોગીઓ જેમ કે B.K. District Tax Practitioners Association, The Gujarat State Tax Bar Association, Banaskantha District Chamber of Commerce and Industry, Rotary Club of Palanpur City, Lions Club of Palanpur, તથા Palanpur Banaskantha CPE Study Chapter of WIRC of ICAI દ્વારા હાથ ધરાયું હતું. કુલ સાત સંસ્થા પરસ્પર એક સાથે જોડાઈ અને ઉમદા કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું  આ  ખરેખર એક ઐતિહાસિક ઘટના બની રહી જ્ઞાનના આ મહાયજ્ઞમાં અમને પ્રત્યક્ષ સાક્ષી બનવાનો અવસર મળ્યો એ બાબતનું અમને ગૌરવ છે.

          કવિ અને સાહિત્યકારો નગરી પાલનપુર ખાતે  વહેલી સવારે “હોટેલ ધ ગ્રાન્ડ રિઝોર્ટેન (TGR), આબુ હાઈવે, પાલનપુર”, કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી,  જ્યાં સવારે 8:15 વાગ્યે રજિસ્ટ્રેશન શરૂ થયું હતું અને સવારનો હળવો ચા-નાસ્તો કરી અને 9:30 વાગ્યે કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી.

            કાર્યક્રમમાં ખાસ આમંત્રણ હેઠળ બે નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું, CA MEHUL THAKKER – જેમણે ITR Forms AY 2025-26માં થયેલા ફેરફારો, 1 એપ્રિલ 2024થી અમલમાં આવેલા નોન કોર્પોરેટ એકમો માટેના નાણાકીય રિપોર્ટિંગના નવા માળખા અને બજેટ 2025માં કરવામાં આવેલા મહત્વના સુધારાઓ ઉપર વિસ્તૃત વાત કરી. અને ADV. (CA) ABHAY DESAI – જેમણે GST ક્ષેત્રમાં આવેલ તાજા સુધારા વિષે માહિતગાર કર્યા અને જીએસટીના કાયદામાં તાજેતરમાં આવેલ કોર્ટના ચુકાદાઓ પર વિસ્તૃત છણાવટ કરી હતી.. સેમિનાર દરમિયાન વકતાશ્રીઓએ ટેક્સ ક્ષેત્રમાં ચાલુ વર્ષ દરમિયાન થયેલા ધોરણબદ્ધ ફેરફારો અંગે વ્યાખ્યાન આપ્યું અને વકીલોએ પોતાના અનુભવ સાથે વહીવટદારોને માર્ગદર્શન પૂરું પાડ્યું. હાજર મહાનુભાવોના વરદ હસ્તે AGFT બૂક નું વિમોચન કરવામાં આવ્યું.

– Adv. Ashutosh Thakker – President, All Gujarat Federation of Tax Consultants
– Adv. Ramesh Trivedi – Senior Vice President
– CA Parth Doshi – Hon. Secretary
– Adv. Dr. Kartikey Shah – Chairman, Seminar Committee
– CA Parag Malvi – President, B.K. District Tax Practitioners Association
– Adv. Shailesh Makwana – President, Gujarat State Tax Bar Association
– Shri Shivrambhai Patel – President, Banaskantha District Chamber of Commerce and Industry
– RTN (CA) Bakul I. Shah – President, Rotary Club of Palanpur City
– Lion Manish Thakker – President, Lions Club of Palanpur
– CA Mitesh Patel – Convenor, Palanpur Banaskantha CPE Study Chapter of WIRC of ICA એ આ સેમિનારના મુખ્ય આયોજકો હતા.

            સેમિનારમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ખુબજ મોટી સંખ્યામાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, વકીલ, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને વ્યાપારી વર્ગે ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમનું સંચાલન અત્યંત વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું અને સત્રોના અંતે પ્રશ્નોત્તરીનો પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સફળ આયોજન માટે M.B. Shah Foundation અને Team Fortune Makers દ્વારા ખાસ સહયોગ આપવામાં આવ્યો હતો.

            અંતે તમામ ઉપસ્થિત સભ્યોને મોમેન્ટો અને ટ્રોફી અને સંમાનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા અને ઉપસ્થિત મહેમાનો તથા આયોજકોનો આભાર માનવામાં આવ્યો.

 

ટેક્ષ~રિપોર્ટર -હર્ષદ ઓઝા (સમગ્ર ઉત્તર ગુજરાત ઝોન)
www.harshadkumar.v.oza.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!