જુલાઈ-2025 ના ટેક્ષ પીરીયડની GST RETURN ફાઈલિંગ માં થયેલ ફેરફાર ની સરળ ભાષામાં સમજુતી

તારીખ : 21/06/2025
- પ્રસ્તાવના
હાલ માં GST પોર્ટલ પર GST રીટર્ન ફાઈલિંગ બાબતે અડવાઈજરી જાહેર કરવામાં આવી છે તેની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.
- જુલાઈ 2025 ના ટેક્ષ પીરીયડ થી GSTR-3B માં થનાર ફેરફાર
હાલમાં GSTR-3B ફાઈલ કરતી વખતે OUTPUT LIABILITY ના ફિગર માં ફેરફાર કરવો હોય તો તે કરી શકી છી જુલાઈ-2025 ના ટેક્ષ પીરીયડ થી એટલે કે જુલાઈ-2025 ના મહિનાનું GSTR-3B ઓગસ્ટ-2025 માં ફાઈલ કરીશું ત્યારે OUTPUT LIABILITY ના ફિગર જે ઓટો પોપ્યુલેટેડ આવ્યા હશે તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહિ.
GST પોર્ટલ પર GSTR-3B માં OUTPUT LIABILITY ના ફિગર GSTR-1 અને GSTR-1A પરથી ઓટો પોપ્યુલેટેડ થાય છે. GSTR-1 ફાઈલ કર્યા પછી ટેક્ષ પેયર ને જણાય કે OUTPUT સપ્લાય ખોટી ડીકલેર થય છે તો તે GSTR-1A દ્વારા GSTR-3B ફાઈલ કરતા પહેલા OUTPUT સપ્લાય સાચી ડીકલેર કરી શકે છે.
INPUT TAX CREDIT ને લગતા ફિગર હશે જે ઓટો પોપ્યુલેટ છે તેમાં ફેરફાર કરવો હોય તો તે થશે.
- 3 વર્ષ જુના રીટર્ન ફાઇલ કરવા પર પ્રતિબંધ
જુલાઈ-2025 ના ટેક્ષ પીરીયડ થી સેક્શન-37, સેક્શન-39, સેક્શન-44 અને સેક્શન-52, અંતર્ગત ફાઈલ કરવામાં રીટર્ન જેવા કે GSTR-1, GSTR-3B, GSTR-5, GSTR-5A, GSTR-6, GSTR-7, GSTR-8, અને GSTR-9 જેની ડ્યુ ડેટ થી 3 વર્ષ પુરા થય ગયા હોય તે રીટર્ન પોર્ટલ પર ફાઈલ કરી શકાશે નહિ.
ઉપર દર્શાવેલ રીટર્ન ની ડ્યુ ડેટ થી 3 વર્ષ પુરા થય ગયા હોય તેવા રીટર્ન 31/07/2025 પહેલા ભરી દેવા હિતાવહ છે.
ઉદાહરણ.
RETURN | RETURN PERIOUD |
GSTR-1/IFF | JUNE-2022 |
GSTR-1Q | APRIL-JUNE-2022 |
GSTR-3B/M | JUNE-2022 |
GSTR-3B/Q | APRIL-JUNE-2022 |
GSTR-4 | F.Y.-2021-22 |
GSTR-5 | JUNE-2022 |
GSRT-6 | JUNE-2022 |
GSTR-7 | JUNE-2022 |
GSTR-8 | JUNE-2022 |
GSTR-9/9C | F.Y.-2020-21 |
ઉપર મુજબના રીટર્ન ની ડ્યુ ડેટ થી 3 વર્ષ પુરા થય ગયા છે. માટે ઉપર મુજબના રીટર્ન જો ભરવાના બાકી હોય તો 31/07/2025 પહેલા ભરી દેવા હિતાવહ છે.
(લેખક થાનગઢ ખાતે પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)