Rule 14A માંથી બહાર નીકળવા GSTN દ્વારા ઓનલાઈન સુવિધા શરૂ – GST REG-32 ફોર્મ મારફતે કરી શકાશે અરજી
GST નેટવર્ક (GSTN) એ Rule 14A હેઠળ નોંધાયેલા અને હવે તેમાંથી બહાર નીકળવા ઇચ્છુક કરદાતાઓ માટે નવી ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. લાયકાત ધરાવતા કરદાતા હવે GST પોર્ટલ પર Form GST REG-32 ફાઇલ કરીને Rule 14A માંથી “Opt-Out” માટે અરજી કરી શકશે.
કોણ કરી શકશે અરજી?
જે કરદાતા હાલમાં Rule 14A હેઠળ રજીસ્ટર્ડ અને “Active” છે, તે કાયદાની જોગવાઈઓ મુજબ Opt-Out માટે અરજી કરી શકશે.
અરજી કરવાની પ્રક્રિયા
GST પોર્ટલ પર લોગિન કર્યા બાદ નીચે મુજબ નૅવિગેટ કરવું રહેશે:
Services → Registration → Application for Withdrawal from Rule 14A
- આ લિંક માત્ર તેવા કરદાતાઓને જ દેખાશે, જે Rule 14A હેઠળ રજીસ્ટર્ડ અને સક્રિય છે.
- “Option for registration under Rule 14A” ફીલ્ડ ડિફોલ્ટ રીતે “No” તરીકે સિલેક્ટ રહેશે.
- “Reason for withdrawal from Rule 14A” દર્શાવવું ફરજિયાત રહેશે.
- ત્યારબાદ Primary Authorised Signatory અને એક Promoter/Partner માટે આધાર ઓથેન્ટિકેશન કરવું પડશે.
મુખ્ય પૂર્વશરતો
Form GST REG-32 ફાઇલ કરવા માટે નીચેની શરતો પૂરી કરવી ફરજિયાત છે:
- જો અરજી 1 એપ્રિલ 2026 પહેલા કરવામાં આવે તો ઓછામાં ઓછા ત્રણ મહિનાના રિટર્ન ફાઇલ થયેલા હોવા જોઈએ.
- જો અરજી 1 એપ્રિલ 2026 અથવા ત્યારબાદ કરવામાં આવે તો ઓછામાં ઓછા એક ટેક્સ પિરિયડનો રિટર્ન ફાઇલ થયેલો હોવો જોઈએ.
- રજીસ્ટ્રેશનની અસરકારક તારીખથી લઈને અરજીના દિવસ સુધીના બધી જ બાકી રિટર્ન ફાઇલ થયેલા હોવા જોઈએ.
આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત
ડેટા એનાલિસિસના આધારે કરદાતાને OTP આધારિત અથવા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કરાવવું પડશે.
- Primary Authorised Signatory માટે ઓથેન્ટિકેશન ફરજિયાત છે.
- ઓછામાં ઓછા એક Promoter/Partner માટે પણ ઓથેન્ટિકેશન જરૂરી રહેશે.
- સફળ આધાર ઓથેન્ટિકેશન પછી જ ARN જનરેટ થશે.
મહત્વપૂર્ણ સમયમર્યાદા
- ડ્રાફ્ટ અરજી 15 દિવસની અંદર સબમિટ કરવી જરૂરી છે.
- સબમિશન બાદ 15 દિવસની અંદર આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું ફરજિયાત છે.
- સમયમર્યાદામાં ઓથેન્ટિકેશન પૂર્ણ ન થાય તો ARN જનરેટ નહીં થાય.
પ્રોસેસિંગ દરમિયાન પ્રતિબંધ
Form GST REG-32 પેન્ડિંગ હોય ત્યારે કરદાતા Core Amendment, Non-Core Amendment અથવા Self-Cancellation માટે અરજી કરી શકશે નહીં.
Opt-Out મંજૂર થયા બાદ
Form GST REG-33 દ્વારા ઓર્ડર મળ્યા પછી, કરદાતા આવતા મહિનાના પ્રથમ દિવસથી રજીસ્ટર્ડ વ્યક્તિઓને કરવામાં આવેલા સપ્લાય માટે રૂ. 2.5 લાખથી વધુની આઉટપુટ ટેક્સ લાયબિલિટી વિગતો રજૂ કરી શકશે.
GSTN દ્વારા આ નવી સુવિધા શરૂ થવાથી Rule 14A હેઠળ નોંધાયેલા કરદાતાઓને વ્યવસ્થિત રીતે બહાર નીકળવાની પારદર્શક અને ઓનલાઈન પ્રક્રિયા ઉપલબ્ધ થઈ છે. કરદાતાઓએ અરજી કરતા પહેલા તમામ રિટર્ન અને આધાર સંબંધિત શરતો પૂર્ણ કરવી અનિવાર્ય રહેશે. જો કે આ પ્રક્રિયામાં ARN જનરેટ થયા પછી ઓટોમેટીક REG ૩૩ શક્ય એટલી ત્વરાથી મળે છે કે આ બાબતે વિલંબ થાય છે તે જોવાનું રહેશે.

