સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટસના Dt. 12.03.2026

0
Spread the love
Reading Time: 3 minutes

Tax Today Experts

CA Monish Shah, Ahmedabad

CA Divyesh Sodha, Porbandar

Adv. Lalit Ganatra, Jetpur

Adv. Bhavya Popat, Una

તા. ૧૨.૦૩.૨૦૨૬

જી.એસ.ટી.

૧. અમારા અસીલ મોટર કાર (કમર્શિયલ) કંપની (બોડી કોર્પોરેટ) ને ભાડે આપેલ છે. આ કંપની પાસેથી મળતા ભાડા ઉપર અમો ૧૮% જી.એસ.ટી. ભરીએ છીએ. અમે જે મોટર કાર છે તે બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી ભાડે લઈએ છીએ અને તેમને ભાડું ચૂકવીએ છીએ. આ ભાડાની ચુકવણી ઉપર રીવર્સ ચાર્જ મુજબ જી.એસ.ટી. ભરવો પડે?    ધુવી શાહ, અમદાવાદ

 જવાબ: નાં, તમે બિન નોંધાયેલ વ્યક્તિને જે મોટર કારનું ભાડું ચૂકવો છો તેના ઉપર RCM ની જવાબદારી આવે નહિ. પરંતુ અમારા માટે તમે જે કંપની (બોડી કોર્પોરેટ) ને આપેલ સેવા બદલ ફોરવર્ડ ચાર્જમાં ૧૮% જી.એસ.ટી. ભરો છો તે ભરવાની જવાબદારી બોડી કોર્પોરેટની રીવર્સ ચાર્જ મુજબ આવે તેવો અમારો મત છે.


  1. મારા એક વેપારી એ પેટ્રોલ પંપ ચાલુ કર્યો છે.  OCT-25 માં વેટ નંબર લીધો છે અને તે પહેલા અમે પેટ્રોલની ખરીદી SEP-25 માં  કરી હતી. નોંધણી દાખલો લીધા પહેલા કરવામાં આવેલ આ ખરીદીની ITC અમે ઓક્ટ-25 કે પછીના મહિનામાં ITC લઇ શકીયે?                                                   વિમલ કાકડિયા, એડવોકેટ

જવાબ: હા, જો સપ્ટેમ્બર ૨૦૨૫ એટલે કે રજીસ્ટ્રેશન પહેલા ખરીદેલ માલ સ્ટોકમાં હોય તો આ ખરીદીની ઈનપુટ ટેક્સ ક્રેડીટ ફોર્મ ૧૧૧ ભરી લઇ શકાય છે. આ ફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ નથી. આ ફોર્મ ઈ મેઈલ દ્વારા તથા મેન્યુલ અરજી દ્વારા જમા કરાવી લઇ શકાય છે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ હોટેલ ધરાવે છે. તેઓ રેસ્ટોરંટ ધરાવતા નથી. તો શું તેઓને “સ્પેસીફાઈડ પ્રીમાઈસીસનો નિયમ લાગુ પડે?                                                                                                    જીતેશ કાપડિયા, એડવોકેટ

જવાબ: માત્ર હોટેલ ધરાવતા હોય તો પણ ૭૫૦૦ ઉપર રૂમનું વેચાણ થાય તો હોટેલ “સ્પેસીફાઈડ પ્રીમાઈસીસ” ગણાય. પરંતુ સ્પેસીફાઈડ પ્રીમાઈસીસ ગણાવા છતાં જો રેસ્ટોરંટ નાં હોય તેવા કરદાતાને કોઈ અસર થાય નહિ. આ અંગેનું કારણ એ છે કે ૦૫/૨૦૨૫, સેન્ટ્રલ ટેક્સ રેઇટ નોટીફીકેશ બાદ માત્ર રેસ્ટોરંટના દર નક્કી કરવા માટે જ સ્પેસીફાઈડ પ્રીમાઈસીસનો કોન્સેપ્ટ લાગુ પડે.


૪. અમારા અસીલ માત્ર રેસ્ટોરંટ ધરાવતા હોય તો તેઓને “સ્પેસીફાઈડ પ્રીમાઈસીસ” નો કોન્સેપ્ટ લેગું પડે?                                                                                                                                                        જેતેશ કાપડિયા, એડવોકેટ

જવાબ: નાં, માત્ર રેસ્ટોરંટ ધરાવતા હોય અને રેસ્ટોરંટ નાં હોય તેવા કરદાતાને “સ્પેસીફાઈડ પ્રીમાઈસીસ” નો કોન્સેપ્ટ લાગુ પડે નહિ. આ કોસેપ્ટ તો જ લાગુ પડે જો હોટેલમાં રેસ્ટોરંટ સાથે હોય.


૫. રૂમ સાથે રેસ્ટોરંટ ધરાવતા કરદાતામાં રૂમ માટે અમુક રૂમ ૭૫૦૦ સુધી અને અમુક રૂમ ૭૫૦૧ ઉપર વેચાણ થતા હોય તો શું જી.એસ.ટી. રેઈટ લાગુ પડે?                                                                    જીતેશ કાપડિયા, એડવોકેટ

જવાબ: રૂમ અને રેસ્ટોરંટ બન્ને સાથે ધરાવતા હોય કે માત્ર હોટેલના રૂમ ધરાવતા હોય, રૂમ વેચાણ બાબતે ૭૫૦૦ સુધી ૫%, ઈનપુટ ટેક્સ ક્રેડીટ વગર અને ૭૫૦૧ અને તે થી વધુ રકમમાં રૂમ વેચાણ થયો હોય તો ૧૮% ના દરે જી.એસ.ટી. લાગુ પડે જેમાં કરદાતાને ઈનપુટ ટેક્સ ક્રેડીટ મળે તેવો અમારો મત છે.


“ડિસ્ક્લેમર” (ખાસ નોંધ)

૧. ટેક્સ ટુડેમાં પૂછવામાં આવતા દરેક પ્રશ્નોના જવાબ એક્સપર્ટસ પોતાના જે તે વિષય ઉપરના અભિપ્રાય સ્વરૂપે આપે છે. આ અભિપ્રાય ઉપર અમલ કરવો કે નાં કરવો તે વાંચનારની મુનસફી ઉપર આધાર રાખે છે. આ જવાબોને અનુસરીને કોઈ વાંચકને કોઈ સીધી કે આડકતરી રીતે નુકસાન થાય તો તેના માટે ટેક્સ ટુડે એક્સપર્ટસ કે ટેક્સ ટુડે કોઈ પણ રીતે જવાબદાર બનતા નથી.

૨. ટેક્સ ટુડેમાં પૂછવામાં આવતા પ્રશ્નો પૈકી વેરાના દર બાબતના પ્રશ્નો જે તે વસ્તુ કે સેવા બાબતેના દર અંગેના વ્યક્તિગત અભિપ્રાય છે તેમ સમજવું જરૂરી છે.

૩. આ કોલમમાં કોઈ પ્રશ્ન પૂછવા taxtodayuna@gmail.com પર ઈ મેઈલ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!