ડીલે કોન્ડોનેશન બાબતે રાજસ્થાન હાઈકોર્ટનો આવકારદાયક ચુકાદો

0
Spread the love
Reading Time: 3 minutes

GST અપીલમાં વિલંબ છતાં મળશે ન્યાયનો મોકો: રાજસ્થાન હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

સલાહકારની બીમારી અને અસાધારણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે વિલંબ માફ કર્યો – હવે અપીલ ગુણદોષના આધારે સાંભળવાનો આદેશ

તા. ૦૭.૦૭.૨૦૨૬
GST હેઠળ અપીલ દાખલ કરવામાં વિલંબ થયો હોય તો દરેક કિસ્સામાં કરદાતાનો ન્યાય મેળવવાનો અધિકાર સમાપ્ત થઈ જતો નથી. રાજસ્થાન હાઈકોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો વિલંબ પાછળ વાજબી અને અસાધારણ કારણો હોય તો કરદાતાને માત્ર સમયમર્યાદાના આધારે ન્યાયથી વંચિત રાખી શકાય નહીં.

આ નિર્ણય M/s Rajoria Bharat Gas Vs. Union of India & Others કેસમાં આપવામાં આવ્યો છે, જે સમગ્ર દેશના GST કરદાતાઓ માટે મહત્વનો માર્ગદર્શક બની શકે છે.

શું હતો સમગ્ર મામલો?

અરજદાર રાજોરિયા ભારત ગેસ સામે GST વિભાગે CGST Actની કલમ 73 હેઠળ વધારાની કર માંગનો આદેશ પસાર કર્યો હતો. કાયદા મુજબ આવા આદેશ સામે કલમ 107 હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં અપીલ કરવી જરૂરી છે.

પરંતુ કરદાતા સમયસર અપીલ કરી શક્યા નહોતા. પરિણામે GST પોર્ટલે તેમની અપીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો.

કરદાતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે:

  • તેમના ટેક્સ કન્સલ્ટન્ટ ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા.
  • તેથી તેઓ સમયસર આદેશની જાણ કરાવી શક્યા નહોતા.
  • બીજી તરફ ગલ્ફ યુદ્ધને કારણે દેશમાં LPGની અછત સર્જાતા વેપારી તરીકે ગેસ સપ્લાયનું ભારે દબાણ હતું, જેના કારણે તેઓ સમયસર આદેશની માહિતી મેળવી શક્યા નહોતા.

વિભાગે શું દલીલ કરી?

GST વિભાગે દલીલ કરી કે જો કન્સલ્ટન્ટને આદેશની જાણ થઈ ગઈ હોય તો કાયદાની દૃષ્ટિએ કરદાતાને પણ જાણ થઈ ગઈ હોવાનું માનવું જોઈએ. તેથી વિલંબ માફ કરી શકાય નહીં.

હાઈકોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટે વિભાગની આ દલીલ સ્વીકારી નહોતી.

કોર્ટે નોંધ્યું કે:

  • આ કેસ કલમ 73નો છે, જેમાં છેતરપિંડી (Fraud)નો કોઈ આરોપ નથી.
  • કરદાતા પર વધારાનો કર ખરેખર લાગુ પડે છે કે નહીં તેનો નિર્ણય ગુણદોષના આધારે થવો જોઈએ.
  • માત્ર સમયમર્યાદાના કારણે કરદાતાને અપીલનો અધિકાર ગુમાવી દેવું યોગ્ય નથી.
  • જો અપીલની તક જ ન મળે તો કરદાતા ન્યાય મેળવવાના મૂળભૂત અધિકારથી વંચિત રહી જશે.

અગાઉના ચુકાદાઓનો પણ આધાર

હાઈકોર્ટે જણાવ્યું કે આ મુદ્દે અગાઉ પણ અનેક કેસોમાં સમાન અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેમાં મુખ્યત્વે:

  • M/s Makkhan Lal & Sons
  • Jagdamba Motors
  • Komal Marble
  • World Trade Park Ltd.
  • Ramesh Chand Ramavtar
  • Uttam Prakash

તથા સર્વોચ્ચ અદાલતના **Tecnimont Pvt. Ltd. Vs. State of Punjab (2021)**ના ચુકાદાનો પણ આધાર લેવામાં આવ્યો.

અંતે હાઈકોર્ટે શું આદેશ આપ્યો?

હાઈકોર્ટે:

  • અપીલ દાખલ કરવામાં થયેલો વિલંબ માફ કર્યો.
  • કરદાતાને 15 દિવસની અંદર નવી અપીલ દાખલ કરવાની છૂટ આપી.
  • અપીલ અધિકારીને સ્પષ્ટ સૂચના આપી કે સમયમર્યાદાના મુદ્દે અટક્યા વગર અપીલને ગુણદોષના આધારે સાંભળવી.
  • કરદાતાની તમામ કાનૂની દલીલો પર કારણસભર (Speaking) Order પસાર કરવાનો પણ આદેશ આપ્યો.

સામાન્ય કરદાતાઓ માટે આ નિર્ણયનું મહત્વ

આ ચુકાદો એ સંદેશ આપે છે કે:

  • માત્ર ટેક્નિકલ કારણોસર ન્યાયનો દરવાજો બંધ થઈ જવો જોઈએ નહીં.
  • જો વિલંબ પાછળ વાજબી અને પ્રામાણિક કારણો હોય તો હાઈકોર્ટ રાહત આપી શકે છે.
  • જોકે આનો અર્થ એવો નથી કે દરેક વિલંબ આપોઆપ માફ થઈ જશે. દરેક કેસ તેની પોતાની હકીકતોના આધારે નક્કી થશે.
  • તેથી કરદાતાઓએ શક્ય હોય ત્યાં સુધી સમયમર્યાદામાં અપીલ કરવી જોઈએ, પરંતુ અસાધારણ સંજોગોમાં કાનૂની ઉપચારનો માર્ગ ખુલ્લો રહી શકે છે.

સંપાદક નોંધ: 

GST કાયદામાં અપીલ માટે સમયમર્યાદા ખૂબ કડક છે અને સામાન્ય રીતે તેની બહાર પોર્ટલ અપીલ સ્વીકારતું નથી. મેન્યુલ કરવામાં આવેલ અપીલ અપીલ અધિકારીઓ પણ કેસના ગુણદોષ જોયા વગર માત્ર વિલંબના કારણસર રદ્દ કરી આપે છે. રાજસ્થાન હાઈકોર્ટનો આ નિર્ણય એ  ન્યાયસંગત સિદ્ધાંતને આગળ વધારે છે કે “ન્યાયની તક માત્ર ટેક્નિકલ મર્યાદાઓના કારણે છીનવાઈ જવી જોઈએ નહીં.” જોકે, આ ચુકાદાને સામાન્ય નિયમ તરીકે નહીં પરંતુ અસાધારણ પરિસ્થિતિઓમાં મળતી ન્યાયિક રાહત તરીકે જોવો વધુ યોગ્ય રહેશે. આમ, કરદાતાએ પોતાની અપીલ સમયસર કરી આપવી જ જોઈએ. કોઈ કાબુ બહારના સંજોગોમાં જો અપીલ સમયસર

By Bhavya Popat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!