નોટરી પબ્લિક તરીકે પ્રોવિઝનલ પસંદ પામેલા ઉમેદવારો માટે અંતિમ તક: 45 દિવસમાં રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા જરૂરી

0
Spread the love
Reading Time: < 1 minute


  • મહેસાણા, 
  • તારીખ 26 જુલાઈ 26

કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નોટરી પબ્લિક તરીકે પ્રોવિઝનલ રીતે પસંદ કરાયેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. મંત્રાલયના ‘ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ’ના નોટરી સેલ દ્વારા જણાવ્યા અનુસાર, જે ઉમેદવારોએ હજુ સુધી ઓનલાઇન ‘નોટરી પોર્ટલ’ પર પોતાની નોંધણી (Registration) કરાવી નથી અથવા તો જરૂરી દસ્તાવેજો (Documents) અપલોડ કર્યા નથી, તેઓ માટે આ આખરી તક જાહેર કરવામાં આવી છે.

આ નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી 45 દિવસની અંદર સંબંધિત તમામ ઉમેદવારોએ પોર્ટલ પર નોંધણી અને દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

લાંબો સમય વીતી જવા છતાં ઘણા ઉમેદવારો દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ ન કરાઈ હોવાથી નિમણૂકની આખરી કાર્યવાહી ઝડપથી પૂરી કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે.

મહત્વની સૂચના:

જો કોઈ ઉમેદવાર આ નિર્ધારિત 45 દિવસના સમયગાળામાં રજિસ્ટ્રેશન કે દસ્તાવેજ અપલોડ કરવામાં નિષ્ફળ જશે, તો તેમની નોટરી પબ્લિક તરીકેની પ્રોવિઝનલ ઉમેદવારી રદ/પરત ખેંચી લેવામાં આવશે અને તેમની અરજી રિજેક્ટ ગણવામાં આવશે. આ અંગે પાછળથી કોઈ અલગ નોટિસ કે પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં.

 

  • લીગલ રિપોર્ટર 
  • હર્ષદ ઓઝા 
  • ઉત્તર ગુજરાત ઝોન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!