ઈનકમ ટેક્સ પોર્ટલ ખોરવાતાં અને અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે ITR ફાઈલિંગની મુદત લંબાવવા સખત માંગ…

0
Spread the love
Reading Time: 2 minutes

મહેસાણા

31-7-2026

 

ઈનકમ ટેક્સ પોર્ટલ ખોરવાતાં અને અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે ITR ફાઈલિંગની મુદત લંબાવવા સખત માંગ

આજે ૩૧ જુલાઈ આઈટીઆર (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ હોવા છતાં ઈનકમ ટેક્સ વિભાગનું ઈ-ફાઈલિંગ પોર્ટલ અને TRACES સર્વર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજ્યભરના કરદાતાઓ તથા ટેક્સ કન્સલ્ટન્ટ્સ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખ્યાતનામ ટેક્સ એડવોકેટ શ્રી હર્ષદકુમાર ઓઝા કેન્દ્રીય નાણા મંત્રાલય અને સીબીડીટી (CBDT) સમક્ષ આઈટીઆર ફાઈલિંગની તારીખ તુરંત લંબાવવાની નમ્ર પરંતુ ભારપૂર્વક રજૂઆત કરે છે.

એડવોકેટ શ્રી હર્ષદકુમાર ઓઝા જણાવે છે કે, “છેલ્લા બે-ત્રણ દિવસથી અને ખાસ કરીને આજે આખરી દિવસે પોર્ટલ પર ભારે ટ્રાફિકના કારણે Form 26AS, AIS અને TIS જેવા મહત્વના દસ્તાવેજો ડાઉનલોડ કરતી વખતે ‘Server Failure’ અને ‘Session Expired’ ની સમસ્યા સતત આવી રહી છે. સાચો TDS અને આવકના આંકડા મિલાવ્યા વગર રિટર્ન ભરવું શક્ય નથી. પોર્ટલની આ ટેકનિકલ ખામી માટે કરદાતાઓ કે એડવોકેટ્સ ક્યાંય જવાબદાર નથી.”

તેઓ વધુમાં ઉમેરે છે કે, “અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ઘણા જિલ્લાઓમાં જળબંબાકારના કારણે વિજળી અને ઈન્ટરનેટ સેવાઓ ડાઉન છે. વેપારીઓ અને કરદાતાઓ માટે પોતાની ઓફિસો કે બેંકો સુધી પહોંચવું અને હિસાબી કાગળો એકઠા કરવા અત્યંત કઠિન બન્યું છે.”

કુદરતી આફત અને પોર્ટલના ધાંધિયા વચ્ચે કરદાતાઓને બિનજરૂરી લેટ ફી, વ્યાજ કે પેનલ્ટી ભોગવવી ન પડે તે માટે એડવોકેટ હર્ષદકુમાર ઓઝા અને સમગ્ર ટેક્સ બાર એસોસિએશન માંગ કરે છે કે નાણા મંત્રાલયે માનવતાવાદી અભિગમ અપનાવીને ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખમાં ઓછામાં ઓછો ૩૦ દિવસનો વધારો કરવો જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!