જી.એસ.ટી. હેઠળ કઈ કઈ ચીજ વસ્તુઑ ઉપર RCM લાગુ પડે??? જાણો આ ખાસ લેખમાં

Spread the love
Reading Time: 3 minutes

~By Bhargav Ganatra
Lawyer / CA ( Inter )

 

 

 

RCM એટલે શુ ?

GST ની અંદર સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે રીતે કે કોઈ પણ માલ કે સેવા આપવા ઉપર લાગતો GST તે માલ કે સેવા પુરી પાડનાર વ્યકિત જે વ્યકિત ને માલ કે સેવા પુરી પાડી છે તેની પાસેથી ઉધરાવી ને સરકાર શ્રી ને જમા કરાવતો હોય છે.

પરંતુ RCM પ્રાવધાનોની અંદર કરેલી માલ કે સેવા પ્રાપ્ત કરનાર વ્યકિત પોતે મળેલી માલ કે સેવાના સંદભૅમા તે અંગે નો GST સરકાર શ્રી ને પોતાના Cash Ledger થી ભરે છે અને CGST કાયદાની કલમ ૧૬ નુ પાલન કરીને તે અંગેની રકમ પોતાના Credit Ledger મા મેળવે છે.

RCM ના પ્રાવધાનો CGST કાયદાની કઈ કલમ હેઠળ દશૉવવામા આવ્યા છે ?

GST RCM ના પ્રાવધાનો CGST કાયદાની કલમ ૯(૩) અને ૯(૪) હેઠળ દશૉવવામા આવ્યા છે.

કલમ ૯(૩) ની અંદર સરકાર શ્રી એ સમયાંતરે નકકી કરેલા માલ કે સેવા ઉપર RCM ના પ્રાવધાનો છે.

જયારે કલમ ૯(૪) ની અંદર રીયલ એસ્ટેટ પ્રોજેકટમા વ્યવહાર કરતા લોકો માટ્ટે RCM ના પ્રાવધાનો દશૉવવામા આવેલા છે.

કલમ ૯(૩) હેઠળ કયા કયા માલ (ગુડસ) ઉપર GST RCM ના પ્રાવધાનો નકકી કરવામા આવેલા છે ?

૧) Cashew nuts, not shelled or peeled
૨) Tendu Leaves
૩) Tobbaco Leaves
૪) Silk Yarn
૫) Supply of Lottery
૬) Used vehicles, seized & Confiscated goods, old & used goods, waste and scrap
૭) Raw Cotton
૮) Priority Sector Lending Certificate

Cashew nuts, not shelled or peeled ઉપર લાગતા GST RCM ના પ્રાવધાનો અંગેની સમજ…

સૌ પ્રથમ અહી એ નોધવુ ખુબ જરૂરી છે કે Cashew Nuts ઉપર ના આ RCM ના પ્રાવધાન તો જ લાગુ કરવામા આવશે જો તે Shelled અથવા Peeled ના હોય. Cashew Nuts પરના GST ના પ્રાવધાનો GST ની અમલીકરણ ના તારીખ થી એટ્ટલે કે ૧ જુલાઈ, ૨૦૧૭ લાગુ કરવામા આવ્યા છે.જો કોઈ GST ની અંદર નોધણી ધરાવતો વ્યકિત કોઈ ખેડુત પાસેથી Cashew Nuts ની ખરીદી કરે છે તો તેમણે આ અંગે નો 5% RCM સરકાર શ્રી ને જમા કરાવવાનો રહેશે.

આ અંગેનો લાગુ પડતો HSN 0801 છે.

Tendu Leaves ઉપર લાગતા GST RCM ના પ્રાવધાનો અંગેની સમજ…

Tendu Leaves પરના GST ના પ્રાવધાનો GST ની અમલીકરણ ના તારીખ થી એટ્ટલે કે ૧ જુલાઈ, ૨૦૧૭ લાગુ કરવામા આવ્યા છે.જો કોઈ GST ની અંદર નોધણી ધરાવતો વ્યકિત કોઈ ખેડુત પાસેથી Tendu Leaves ની ખરીદી કરે છે તો તેમણે આ અંગે નો 18% RCM સરકાર શ્રી ને જમા કરાવવાનો રહેશે.

આ અંગેનો લાગુ પડતો HSN 1404 90 10 છે.

Tobacco Leaves ઉપર લાગતા GST RCM ના પ્રાવધાનો અંગેની સમજ…

Tobbaco Leaves પરના GST ના પ્રાવધાનો GST ની અમલીકરણ ના તારીખ થી એટ્ટલે કે ૧ જુલાઈ, ૨૦૧૭ લાગુ કરવામા આવ્યા છે.જો કોઈ GST ની અંદર નોધણી ધરાવતો વ્યકિત કોઈ ખેડુત પાસેથી Tobacco Leaves ની ખરીદી કરે છે તો તેમણે આ અંગે નો 5% RCM સરકાર શ્રી ને જમા કરાવવાનો રહેશે.

આ અંગેનો લાગુ પડતો HSN 2401 છે.

* Silk Yarn ઉપર લાગતા GST RCM ના પ્રાવધાનો અંગેની સમજ…*

Silk Yarn પરના GST ના પ્રાવધાનો GST ની અમલીકરણ ના તારીખ થી એટ્ટલે કે ૧ જુલાઈ, ૨૦૧૭ લાગુ કરવામા આવ્યા છે. જો કોઈ વ્યક્તિ raw silk or silk worm cocoons માથી Silk Yarn નુ ઉત્પાદન કરતો હોય અને તે Silk Yarn ની ખરીદી કરનાર વ્યકિત GST ની અંદર નોધણી ધરાવતો હોય તો તે ખરીદી કરનાર વ્યકિત એ આ અંગે નો 5% GST RCM સરકાર શ્રી ને જમા કરાવવાનો રહેશે.

આ અંગેનો લાગુ પડતો HSN 5004 થી 5006 છે.

Raw Cotton ઉપર લાગતા GST RCM ના પ્રાવધાનો અંગેની સમજ…

GST Council ની ૨૩ મી બેઠક ની ભલામણ ના આધારે નોટિફિકેશન ૪૩/૨૦૧૭ તારીખ ૧૪/૧૧/૨૦૧૭ ના રોજ બહાર પાડવામા આવ્યુ હતુ. આ નોટિફિકેશન મુજબ જો કોઈ GST ની અંદર નોધણી ધરાવતો વ્યકિત કોઈ ખેડુત પાસેથી કોટન ની ખરીદી કરે છે તો તેમણે આ અંગે નો 5% RCM સરકાર શ્રી ને જમા કરાવવાનો રહેશે. આ નોટિફિકેશન નો અમલ તારીખ ૧૫/૧૧/૨૦૧૭ થી લાગુ કરવામા આવેલો હતો.

આ અંગે નો લાગુ પડતો HSN 5201 છે.

(લેખક જેતપુર ખાતે ગણાત્રા લો એસોસીએટ સાથે જોડાયેલ છે)

error: Content is protected !!