જી.એસ.ટી. સરળ બનાવવા સૌથી જરૂરી છે 3B રિવાઈઝની સગવડ

Spread the love
Reading Time: < 1 minute

ટેક્સ ટુડે આ સામે શરૂ કરી રહ્યું છે “ટીવ્ટર” મૂહિમ, #revised3B ને ટેગ કરી નાણાંમંત્રી તથા જી.એસ.ટી. કાઉન્સીલને ટ્વિટ કરવા વાંચકોને અપીલ

જી.એસ.ટી. સરલીકરણ બાબતે લેવામાં આવી રહ્યા છે અનેક પગલાં પરંતુ રિવાઈઝ રિટર્ન ની સગવડ આપવા સરકાર તૈયાર નથી તે અંગે કારણ સમજવું મુશ્કેલ છે. 42 મી જી.એસ.ટી. કાઉન્સીલમાં જી.એસ.ટી.આર. રિટર્ન સરલીકરણ અંગે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. પણ મૂળભૂત રીતે એક મહત્વનો નિર્ણય લેવા કાઉન્સીલ કેમ વિચારતી નથી તે પ્રશ્ન તજજ્ઞોમાં ઉઠી રહ્યો છે. 29 સપ્ટેમ્બર 2020ના રોજ નાણાકીય વર્ષ 2018 19 ના વાર્ષિક રિટર્ન ભરવા અંગે ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે. આ ખુલાસો કરવો પડ્યો તે અંગેનું કારણ જી.એસ.ટી. હેઠળ રીવાઈઝ રિટર્ન ના કરવા દેવાની જડતા જ છે તેવું માનવમાં આવી રહ્યું છે. કોઈ પણ આઉટપુટ કે ઈન્પુટ દર્શાવવાનો રહી ગયો હોય ત્યારે સર્ક્યુલર 26/2017 મુજબ જે તે વર્ષ પછીના 3B માં તેને દર્શાવવાની અતાર્કિક જોગવાઈના કારણે જી.એસ.ટી.આર. 9 ફોર્મ ખૂબ જટિલ બની જાય છે. આ ફોર્મ ઉપરથી જ્યારે આકારણી અધિકારી અંદાજે 4 વર્ષ જેટલા સમય પછી આકારણી કરશે ત્યારે આ તમામ વિગતો તથા પુરાવા કરદાતાઓ માટે આપવા ચોક્કસ મુશ્કેલ બની રહેશે. 

રિટર્ન ભરવામાં ભૂલ થવી સામાન્ય બાબત છે અને તે સરકાર પણ માને છે. કરદાતાઓને રીવાઇઝ રિટર્ન આપવાથી કોઈ પણ પ્રકારે “રેવન્યુ લોસ” સરકારને જાય તેમ નથી. તો આ સગવડ કેમ કરદાતાને આપવામાં આવતી નથી તે બાબત જી.એસ.ટી. લાગુ થયો ત્યારથી ચર્ચાનો વિષય છે. આગામી 12 ઓક્ટોબરના રોજ જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી બેઠક હોય અમે #revised3b સાથે નાણાંમંત્રી (@nsitharaman)  તથા જી.એસ.ટી. કાઉન્સીલ (@GST_Council) ને ટેગ કરી તમારું ટ્વિટ તમારા શબ્દોમાં કરવા વિનંતી. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

 

 

error: Content is protected !!