જીએસટીએન પોર્ટલ પર વેરાશાખ માટે જીએસટીઆર 2 B ખોરંભે પડ્યું ..
તા. 16.05.2022: એપ્રિલ માસના જીએસટી રિટર્ન ભરવાનો સમય આવેલ છે ત્યારે જીએસટીએન પોર્ટલ પર વેપારીએ જીએસટીઆર 2 (બી) ઓનલાઇન મેચ કરીને વેરો ભરવાનું છે પરંતુ ઓનલાઇન મેચ કરવાના બે દિવસ વીતી ગયા પછી પણ અમુક કેસોમાં ઓનલાઇન જીએસટીઆર 2 (બી) માં ટેકનિકલ ખામીને કારણે મેચ થતું નથી ત્યારે જીએસટીએન પોર્ટલ પર જીએસટીઆર 2 (એ) મુજબ ક્રેડિટ લેવા માટે પ્રેસ રિલિજ મૂકવામાં આવેલ છે અને જલ્દીથી જીએસટીઆર ૨ (બી) ની ખામી જલ્દી દૂર કરવામાં આવશે તેવું જણાવેલ છે.
હાલમાં વેપારી આલમ ને જો એપ્રિલ માસ માટે જીએસટીઆર ૨(બી) ન દેખાય તો જીએસટીઆર ૨ (એ) મુજબ ક્રેડિટ લઈ રિટર્ન ભરવાનું છે. વારંવાર સમયાંતરે પોર્ટલ ની ખામીને કારણે વેપારી આલમ અને ટેક્સ વ્યવસાયીઓ ને અસમંજસ ની પરિસ્થિતી નુ નિર્માણ થાય છે.
અમિત સોની (ટેક્સ એડવોકેટ)
૯૮૨૪૭૦૧૧૯૩