જીએસટીએન પોર્ટલ પર વેરાશાખ માટે જીએસટીઆર 2 B ખોરંભે પડ્યું ..

Spread the love
Reading Time: < 1 minute

તા. 16.05.2022: એપ્રિલ માસના જીએસટી રિટર્ન ભરવાનો સમય આવેલ છે ત્યારે જીએસટીએન પોર્ટલ પર વેપારીએ જીએસટીઆર 2 (બી) ઓનલાઇન મેચ કરીને વેરો ભરવાનું છે પરંતુ ઓનલાઇન મેચ કરવાના બે દિવસ વીતી ગયા પછી પણ  અમુક કેસોમાં ઓનલાઇન જીએસટીઆર 2 (બી) માં ટેકનિકલ ખામીને કારણે મેચ થતું નથી ત્યારે જીએસટીએન પોર્ટલ પર જીએસટીઆર 2 (એ) મુજબ ક્રેડિટ લેવા માટે પ્રેસ રિલિજ મૂકવામાં આવેલ છે અને જલ્દીથી જીએસટીઆર ૨ (બી) ની ખામી જલ્દી દૂર કરવામાં આવશે તેવું જણાવેલ છે.

        હાલમાં વેપારી આલમ ને જો એપ્રિલ માસ માટે જીએસટીઆર ૨(બી) ન દેખાય તો જીએસટીઆર ૨ (એ) મુજબ ક્રેડિટ લઈ રિટર્ન ભરવાનું છે. વારંવાર સમયાંતરે પોર્ટલ ની ખામીને કારણે વેપારી આલમ અને ટેક્સ વ્યવસાયીઓ ને અસમંજસ ની પરિસ્થિતી નુ નિર્માણ થાય છે.

અમિત સોની (ટેક્સ એડવોકેટ)

૯૮૨૪૭૦૧૧૯૩

error: Content is protected !!