કરદાતા અપીલ ઓનલાઈન અથવા મેન્યુલી પણ ફાઇલ કરી શકે છે: આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Judgement With Tax Today

M/s Shri Lakshmi Venkateswara Vs State of Andhra Pradesh

રિટ પિટિશન નંબર 24150/2020 આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ

આદેશ તા. 15.03.2021


કેસના તથ્યો:

  • આ રિટ પિટિશન રાજ્ય જી.એસ.ટી. ના અપીલ અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવેલ અપીલ સામે ફાઇલ કરવામાં આવેલ છે.
  • પિટિશનર અખાધ્ય તેલના ધંધા સાથે સંકળાયેલ છે અને આંધ્ર પ્રદેશ જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધાયેલ છે.
  • કરદાતાના ધંધાના સ્થળ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી અને DRC-02 માં  માંગણું ઊભું કરવામાં આવ્યું હતું.
  • આ માંગણાના આદેશ સામે કરદાતા દ્વારા સમયસર અપીલ ફાઇલ કરવામાં આવે હતી અને 10% પ્રિ ડિપોઝિટની વિગતો પણ આપવામાં આવી હતી.
  • અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશ ઓનલાઈન કરવામાં આવ્યા ના હતા.
  • આ કારણે કરદાતાએ મેન્યુલ અપીલ ફાઇલ કરવામાં આવી હતી અને એકનોલેજમેંટ પણ મેળવવામાં આવી હતી.
  • ત્યારબાદ અપીલ અધિકારી કરદાતાને મેમો ઇસસ્યું કરી અપીલ ઓનલાઈન ફાઇલ નથી કરી તે બાબતે જાણ કરી હતી.
  • કરદાતાએ એ મેમોના જવાબમાં જણાવ્યુ હતું કે અધિકારી દ્વારા આદેશ મેન્યુલ કરવામાં આવ્યા હોય, ઓનલાઈન અપીલ કરવી પોર્ટલ ઉપર શક્ય ના હતી.
  • અપીલ ઓનલાઈન ફાઇલ કરવામાં ના આવેલ હોય, માત્ર એ જ કારણસર અપીલ રિજેક્ટ કરી નાંખવામાં આવી હતી, જેની સામે કરદાતાએ આ રિટ પિટિશન ફાઇલ કરી હતી.

પિટિશનર તરફે દલીલ:

  • અપીલ અધિકારીને અપીલ રિજેક્ટ કરવાની સત્તા ના હતી.
  • અપેલેટ ટ્રિબ્યુનલ ના હોય આ રિટ પિટિશન ફાઇલ કરવામાં આવેલ છે.

સરકાર તરફે રજૂઆત:

  • સરકાર તરફથી કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરી આ રિટ પિટિશનનો વિરોધ કર્યો હતો.
  • કરદાતા દ્વારા જી.એસ.ટી. નિયમોના નિયમ 108 મુજબ અપીલ ઈલેક્ટ્રોનિક ફાઇલ કરવી જરૂરી છે.
  • “અધરવાઈઝ” સાથે શબ્દો છે તે મુજબ ચીફ કમિશ્નર જો કોઈ જાહેરનામું બહાર પાડે તેઓ તે મુજબ તેવો અર્થ થાય. જ્યાં સુધી આ જાહેરનામું બહાર નથી પડ્યું ત્યાં સુધી અપીલ ઈલેક્ટ્રોનિક ફાઇલ કરવી જરૂરી છે.

કોર્ટનો ચુકાદો:

  • જી.એસ.ટી. નિયમના નિયમ 108 હેઠળ અપીલ “ઈલેક્ટ્રોનિક અથવા અધરવાઇઝ” શબ્દ દ્વારા કરદાતા ને અપીલ ઓનલાઈન કે મેન્યુલ એમ બન્ને પ્રકારે ફાઇલ કરવા વિકલ્પ આપે છે.
  • આ અંગે ચીફ કમિશ્નરે કોઈ માર્ગદર્શિકા આપી ના હોય, કરદાતા ઈલેક્ટ્રોનિક કે મેન્યુલ એમ બન્નેમાંથી કોઈ પણ એક પ્રકારે અપીલ કરી શકે છે.
  • કરદાતાને જે આદેશ આપવામાં આવ્યો હતો તે મેન્યુલ આદેશ હતો.
  • કરદાતાએ પ્રયાસો કર્યા હોવા છતાં જી.એસ.ટી. પોર્ટલ ઉપર ઓનલાઈન અપીલ ફાઇલ થઈ શકી ના હતી.
  • આ કોર્ટ દ્વારા આ મુદ્દા ઉપર અગાઉ પણ 3308/2021 તા. 11.02.2021 ના રોજ આદેશ આપેલ છે.
  •  નિયમ 108 માં વાપરવામાં આવેલ શબ્દો “either electronically” એ કરદાતાને વિકલ્પ આપે છે. જો સંસદ દ્વારા ઈલેક્ટ્રોનિક ફાઇલિંગ ફરજિયાત બનાવવું હોત તો તેઓ “shall electronically” એમ ડ્રાફ્ટ કરી શકે.
  • નિયમ 108(1) માં “Shall” શબ્દ એ APL-01 માટે વાપરવામાં આવ્યો છે “Electronically” માટે નહીં.
  • અપીલને ઓથેંટિકેટ કરવા અંગેની વિગતો દર્શાવતો નિયમ 26(1) માં જે નિયમ છે તે અને નિયમ 108 માં વિસંગત્તતા છે જેનો લાભ કરદાતાને મળવો જોઈએ.
  • આ રિટ પિટિશન એલાવ કરવામાં આવે છે અને અપીલ અધિકારી દ્વારા આપવામાં આવેલ અપીલ આદેશ રદ્દ કરવામાં આવે છે.
  • પિટિશનર ફરી આપીલ ઇલેક્ટ્રોનિક્લી અથવા મેન્યુલી દાખલ કરશે અને અપીલ અધિકારી આ અપીલ ઉપર ગુણ દોષને ધ્યાને લઈ આદેશ કરશે.

(સંપાદક નોંધ: કરદાતાને ત્યાં તપાસની કામગીરી, માલ વહન દરમ્યાન જપ્તીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ કાર્યવાહીના આદેશે ઘણીવાર મેન્યુલ રીતે આપવામાં આવતા હોય છે. “Z” થી શરૂ થતો ઓર્ડરના હોય તો ઓનલાઈન અપીલ કરવી શક્ય બનતી નથી હોતી. કરદાતા દ્વારા ક્યારે અધિકારીને ઓનલાઈન આદેશ કરવા વિનંતી કરવામાં આવતી હોય છે આમ છતાં ઓનલાઈન ઓર્ડર આપવામાં આવતા નથી. આવા કિસ્સામાં મેન્યુલ અપીલ કરવા સિવાય કોઈ વિકલ્પ કરદાતા પાસે રહેતો નથી. આ પ્રકારના કેસમાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટનો આ ચુકાદો ઉપયોગી બની શકે છે.)

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108