આજ-કાલ પૈસાનું મૂલ્ય જ ક્યાં છે???? છે ને GSTR 1 સામે GSTR 3B માં પૈસામાં ફેર હોય છે તો પણ સિસ્ટમ દ્વારા દર્શાવવામાં આવી રહ્યો છે તફાવત!!!

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. પોર્ટલ દ્વારા ઓટો ડ્રાફટેડ GSTR 3Bમાં નૈયા પૈસામાં આવતી ભૂલ અંગે પણ જે તફાવત દર્શાવવામાં આવી રહ્યો છે તેના કારણે કરદાતા-ટેક્સ પ્રોફેશનલ્સને પડી રહી છે તકલીફ, સિસ્ટમ ઉપર પણ પડી રહ્યું છે ભારણ

તા. 14.04.2021: જી.એસ.ટી. હેઠળ રિટર્ન ભરવાની પ્રક્રિયા ઉપર અવાર નવાર સવાલ ઉઠતાં રહ્યા છે. હાલ, જી.એસ.ટી. સિસ્ટમ દ્વારા કરદાતા એ ફાઇલ કરેલ GSTR 1 અને IFF ઉપરથી GSTR 3B માં વેચાણ આંકડા લઈ એક ઓટો ડ્રાફટેડ 3B કરદાતાને આપવામાં આવે છે. આ ઓટો ડ્રાફટેડ ફોર્મ ખરેખર કરદાતાને ખૂબ ઉપયોગી નીવડી શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ઓટો ડ્રાફટેડ ફોર્મ કરતાં GSTR 3B માં વેચાણ, ટેક્સ ના આંકડામાં ફેર હોય તો કરદાતાને “રેડ ફ્લેગ” (ચેતવણી આપવામાં આવે છે) કરવામાં આવે છે. આ પ્રકારની સિસ્ટમના કારણે કરદાતા પોતાની ભૂલો નિવારી શકે છે.

પરંતુ આ ઓટો ડ્રાફટેડ ફોર્મની વિચિત્રતા એ છે કે નૈયા પૈસામાં તફાવત હોય તો પણ કરદાતાને સિસ્ટમ દ્વારા “રેડ ફ્લેગ” કરવામાં આવે છે. આજે દસ પૈસા કે વીસ-પચીસ પૈસાની કોઈ કીમત જ ક્યાં છે  તેવું આપણે અવરનવાર સાંભળતા હોય છે. પણ જી.એસ.ટી. પોર્ટલ ઉપર આ દશ-વીસ-પચ્ચીસ પૈસાની પણ કીમત છે. સિસ્ટમની આ પ્રકારે નાના તફાવત અંગે રેડ ફ્લેગ કરવાના કારણે કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સના સમયનો બગાડ થાય છે. આ ઉપરાંત સિસ્ટમ ઉપર પણ નાહકનું ભારણ પડે છે. આ અંગે વાત કરતાં ટેક્સ ટુડેના “ટેકનિકલ એક્સપર્ટ” એડવોકેટ પ્રતિક મિશ્રાણી જણાવે છે કે “ઓટો ડ્રાફટેડ 3B સિસ્ટમ ખૂબ ઉપયોગી છે પણ આ પ્રકારે નાની નાની રકમના તફાવત દર્શાવવાના કારણે અતાર્કિક બની રહે છે. સિસ્ટમમાં અમુક લિમિટ સેટ કરવી જરૂરી છે જેના કારણે આ પ્રમાણે રાઉન્ડ-ઓફ ના કારણે આવતા તફાવતમાં કરદાતા-ટેક્સ પ્રોફેશનલ્સનો સમય ના બગડે. જી.એસ.ટી. પોર્ટલની કેપેસિટીની મર્યાદા જોતાં પણ આ ફેરફાર કરવો ખૂબ જરૂરી છે જે થી સિસ્ટમ ઉપર ખોટું ભારણ ના આવે”.

જી.એસ.ટી. પોર્ટલમાં નાના નાના રાઊંડિંગ ઓફ ના તફાવતના કારણે કરદાતાને આપવામાં આવતી ચેતવણી અંગે યોગ્ય સમાધાન આવશે તેવી આશા કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સ કરી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!