GSTR 3B અને GSTR 1 વચ્ચે તફાવત હશે તો કરદાતાને આવશે ઓનલાઈન DRC 1B માં નોટિસ

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. પોર્ટલ ઉપર શરૂ થઈ આ નોટિસ આપવાની સગવડ તથા તેનો જવાબ આપવાની સગવડ: GSTR 3B માં GSTR 1 કરતાં ઓછી ટેક્સ જવાબદારી દર્શાવી હશે તો આવશે આ નોટિસ!!

તા. 04.07.2023: જી.એસ.ટી. રિટર્ન 3B અને જી.એસ.ટી.આર. 1 વચ્ચે તફાવત હશે તો હવે જી.એસ.ટી. પોર્ટલ ઉપર આ બાબતે DRC 01 B માં નોટિસ આપવામાં આવશે. આ નોટિસ કરદાતાને રિટર્ન પ્રમાણે આપવામાં આવશે. આમ, માસિક રિટર્ન ભરતા કરદાતાઓને માસિક રિટર્નના ધોરણે અને ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓને ત્રિમાસિક રિટર્ન પ્રમાણે આ નોટિસ આપવામાં આવી શકે છે. કરદાતાના રિટર્નમાં સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ મર્યાદા કરતાં વધુ તફાવત હશે તો જ આ નોટિસ આપવામાં આવશે. આ તફાવત આપવા અંગેની સગવડ જી.એસ.ટી. પોર્ટલ ઉપર હવે શરૂ કરવામાં આવેલ છે. કરદાતાને DRC 01B માં આપવામાં આવે ત્યારે તેઓ દ્વારા આ તફાવતનું કારણ આ નોટિસના ભાગ B માં દર્શાવવાનું રહેશે. આ તફાવતનું કારણ પણ કરદાતા દ્વારા ઓનલાઈન જી.એસ.ટી. પોર્ટલ ઉપર જ દર્શાવવાનું રહેશે. જો આ તફાવતનો કરદાતા દ્વારા સ્વીકાર કરવામાં આવે તેવા સંજોગોમાં તે તફાવત બાબતનું ચલણ પણ તેઓ દ્વારા ભરી ઓનલાઈન આ નોટિસના જવાબમાં રજૂ કરવાનું રહેશે. કરદાતા પોતાના જી.એસ.ટી. પોર્ટલના લૉગિનમાં, સર્વિસ વિકલ્પ હેઠળ, રિટર્ન વિકલ્પ હેઠળ રિટર્ન કંપલાયન્સ” હેઠળ આ નોટિસ જોઈ શકશે. જે કરદાતાઓને આ નોટિસ આપવામાં આવેલ છે તેઓ આ નોટિસનો જવાબ ના આપે ત્યાં સુધી તેઓ તેમનું પછીનું IFF કે GSTR 1 ભરી શકશે નહીં. જી.એસ.ટી.આર. 1 માં વધુ વેચાણ દર્શાવી GSTR 3B માં ઓછું વેચાણ દર્શાવતા કરદાતાઓ માટે GSTR 1B કરચોરી મુશ્કેલ બનાવશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!