GSTR 1 તથા 3B માં તફાવતની નોટિસ મળે તો શું કરી શકાય?

Spread the love
Reading Time: 3 minutes

 

 

 

By Prashant Makwana, Tax Consultant

તારીખ : 07/07/2023

GST અંતર્ગત નવા ઉમેરેલા Rule 88C અને Rule 59 માં એક ક્લોજ ઉમેરવામાં આવ્યો છે તેની સરળ ભાષા માં સમજુતી.

  • પ્રસ્તાવના

GST માં નોંધાયેલ કરદાતા GSTR -1 અથવા IFF દ્વારા ઓઉટપુટ ટેક્ષ લાયબીલીટી ડીકલેર કરે છે. GSTR -3B માં ઓઉટપુટ ટેક્ષ માંથી ઈનપુટ ટેક્ષ  બાદ કરને ટેક્ષ ભરે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે GSTR -1 અથવા IFF અને GSTR -3B માં ઓઉટપુટ ટેક્ષ લાયબીલીટી માં તફાવત હોય છે. GSTR -3B માં ઓઉટપુટ ટેક્ષ લાયબીલીટી ઓછી ડીકલેર કરેલી હોય તો ગવર્મેન્ટ ને રેવન્યુ લોસ થાય છે. ગવર્મેન્ટને રેવન્યુ લોસ ના થાય અને કરદાતાના ઓઉટપુટ ટેક્ષના તફાવત નું કારણ ત્વરિત જાણી શકાય તે માટે GST માં RULE 88C ઉમેરવા માં આવ્યો છે અને RULE-59 માં એક ક્લોઝ ઉમેરવામાં આવ્યો છે તેની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • RULE-88C
  • ટેક્ષ પીરીયડ માટે GSTR-1 અથવા IFF માં જે ટેક્ષ લાયાબીલીટી ડીક્લેર કરવામાં આવી છે તે વધારે હોય

            અને

           GSTR-3B માં જે ટેક્ષ લાયાબીલીટી ડીક્લેર કરેલી હોય તે ઓછી હશે તો

FORM GST DRC -01B ના PART-A દ્વારા  E-MAIL  અને GST PORTAL  દ્વારા ટેક્ષ પેયર ને જાણ  કરવામાં આવશે અને કહેવામાં આવશે કે સાત દિવસ માં

  1. ડીફરન્સ નો ટેક્ષ વ્યાજ સાથે FORM DRC-03 દ્વારા ભરવામાં આવે

                         અથવા

  1. ટેક્ષ ના ડીફરન્સ નું કારણ સમજાવવામાં આવે.
  • નોંધાયેલ કરદાતા ને જ્યારે ઈન્ટીમેશન મળે ત્યારે ઈન્ટીમેશનમાં જે સમય આપ્યો છે તે સમય માં વ્યાજ સાથે ટેક્ષ નો ડીફરન્સ છે તે પુરેપુરો DRC-03 દ્વારા ભરવામાં આવે અથવા અડધો ટેક્ષ ભરે અને બાકીના ટેક્ષ ના ડીફરન્સ નું FORM DRC-01B ના PAR-B દ્વારા  તેનું કારણ સમજાવવામાં આવે.

                           અથવા

  • FORM GST DRC-01 B ના PART-B માં ટેક્ષ ના ડીફરન્સ નું કારણ  ઈલેકટ્રોનીકલ GST પોર્ટલ પર  જણાવવામાં આવે.

RULE-88C ના SUB RULE-1 ના ઈનટીમેશન મુજબ જો ટેક્ષ પેયર ટેક્ષ નો ભરે અને ટેક્ષ ડીફરન્સ નું કારણ પણ ના જણાવે અથવા જે કારણ કરદાતા દ્વારા જાણવામાં આવ્યું છે તે ટેક્ષ ઓફિસર ને યોગ્ય ના લાગે તો તો SECTION-79 મુજબ ટેક્ષ રીકવરીની પ્રોસેસ ઓફિસર દ્વારા શરુ કરવામાં આવશે.

  • RULE-59

RULE-88C ની સાથે RULE-59 મા એક ક્લોઝ ઉમેરીને બીજી એક કડક જોગવાઈ કરવા માં આવી છે. RULE-88C ના SUB RULE-1 ના ઈન્ટીમેશન મુજબ જે ટેક્ષ પેયર ટેક્ષ ના ભરે અને ટેક્ષ ડીફરન્સ નું કારણ પણ નો જણાવે તો ત્યાર પછીના ટેક્ષ પીરીયડ્સ નું GSTR-1 અથવા IFF પણ ભરી શકાશે નહી.

  • FORM DRC-01B

તારીખ  26/12/2022 ના રોજ નોટિફિકેસન નંબર 26 દ્વારા RULE-88 C અને RULE 59 લાગુ કરવામાં આવ્યો હતો RULE-88 C અને 59 શું છે તે આપણે જોયું તારીખ 26/06/2023 ના રોજ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. તેમ RULE 88C અને RULE 59 માટેનું FORM DRC-01B લાઈવ કરવામાં આવ્યું છે હવે આપણે FORM DRC-01B ની વિગત વાર ચર્ચા કારીશું.

  • FORM DRC-01B શું છે અને ક્યારે તેનો ઉપયોગ થાય છે?

GSTR-1/IFF અને GSTR-3B માં ટેક્ષ લાયાબિલિટી ડિકલેર કરેલ હોય તેમાં તફાવત આવે ત્યારે FORM DRC-01B નો ઉપયોગ થાય છે. FORM DRC-01B ના PART-A દ્વારા ટેક્ષ પેયર ને GSTR-1 અને GSTR-3B માં જે લાયાબિલિટી ડિકલેર કરેલ છે તેમ તફાવત છે તેની જાણ કરવામાં આવે છે FORM DRC-01B ના PART-B માં ટેક્ષ પેયર તફાવત નો ટેક્ષ ભરે અથવા તફાવતનું કારણ સમજાવે છે.

  • ટેક્ષ પેયર ને કેવી રીતે ખબર પડશે કે FORM DRC-01B PARTB સબમિટ કરવાનું છે?

જ્યારે FORM DRC-01B ના PART-A જનરેટ થસે ત્યારે એક રેફરન્સ નંબર બનશે અને તેની જાણ E-MAIL અને SMS દ્વારા ટેક્ષ પેયરને કરવામાં આવશે.

GST PORTAL પર પણ નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરી ને ચેક કરી શકાય છે.

SERVICES

RETURN

RETURN COMPLIANCE

LIABILITY MISMATCH DRC-01B

  • FORM DRC-01B MONTHLY ફાઇલ કરવાનું કે QUARTERLY?

જે ટેક્ષ પેયર  MONTHLY GSTR-3B ફાઇલ કરે છે તે ટેક્ષ પેયર ને જો GSTR-1 અને GSTR-3B માં જે ટેક્ષ લયાબિલિટી ડિકલેર કરી હોય તેમાં તફાવત હોય તો FORM DRC-01B MONTHLY જનરેટ થસે અને  MONTHLY FORM DRC-01B ફાઇલ કરવાનું રહેશે. જે ટેક્ષ QUARTERLY GSTR-3B ફાઇલ કરે છે તે ટેક્ષ પેયર ને જો GSTR-1 અને GSTR-3B માં જે ટેક્ષ લયાબિલિટી ડિકલેર કરી હોય તેમાં તફાવત હોય તો FORM DRC-01B QUARTERLY જનરેટ થસે અને  QUARTERLY FORM DRC-01B ફાઇલ કરવાનું રહેશે. ટેક્ષપેયર GSTR-3B MONTHLY ફાઇલ કરે છે કે QUARTERLY તેના પર FORM DRC-01B ફાઇલ કરવાનું રહેશે.

  • FORM DRC-01B નો રિપ્લાય કરવામાં ના આવે તો શું થાય ?

જો ટેક્ષ પેયર દ્વારા FORM DRC-01B નો રિપ્લાય કરવામાં નો આવે તો જે ટેક્ષ પિરિયડ નું FORM DRC-01B જનરેટ થયું છે તેના પછીના ટેક્ષ પિરિયડનું GSTR-1 \IFF ફાઇલ થય શકશે નહીં અને ટેક્ષ ઓફિસર દ્વારા સેક્સન 79 મુજબ ટેક્ષ રિકવરીની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે.

જે વેપારી GSTR-1 માં વધુ વેચાણ દર્શાવે છે અને GSTR -3B માં ઓછુ વેચાણ દર્શાવીને ટેક્ષ ચોરી કરે છે તેવા વેપારી ને ટેક્ષ ચોરી અટકાવવા માટે આ નિયમ ખુબ જ જરૂરી છે. પરંતુ  ઘણી વખત વેપારી નો ઇરાદો ટેક્ષ ચોરી નો નથી હોતો પણ કલેરીકલ ભૂલ ને કારણે GSTR -3B માં વેચાણ ઓછુ દર્શાવાય જાય તેવા વેપારી માટે આ નિયમ મુશ્કેલ બની જશે.

error: Content is protected !!