સુરત ખાતે STAR તથા SGCTBA દ્વારા સંયુક્ત રીતે જ્ઞાન સાધના નામના જી.એસ.ટી. અંગેના સેમિનારનું આયોજન

Spread the love
Reading Time: 2 minutes

STAR (SOCIETY FOR TAX ANALYSIS & RESEARCH) તથા THE SOUTHERN GUJARAT COMMERCIAL TAX BAR ASSOCIATION, SURAT દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું આયોજન. સમગ્ર દેશમાંથી 200 જેટલા ડેલીગેટ્સ રહ્યા ઉપસ્થિત

તા. 08.07.2023: ટેક્સેશન ક્ષેત્રે જાણીતી સંસ્થા STAR (SOCIETY FOR TAX ANALYSIS & RESEARCH) તથા સુરત ખાતેના જી.એસ.ટી. પ્રેકટિશનર્સના એસોસીએશન ધ સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસીએશન ના સહયોગથી  સુરત ખાતે તા.૦૮ જુલાઈ, ૨૦૨૩ ના રોજ જી.એસ.ટી. ના વિવિધ વિષયો ઉપર જ્ઞાન સાધના નામથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવાસીય GST  સેમિનારમાં જીએસટી ના વિવિધ વિષયો ઉપર દેશભરમાં જાણીતા GST વિશેષજ્ઞ દ્વારા ઉપસ્થિત સભ્યો સાથે જ્ઞાનની આપ લે કરવામાં આવી હતી. આ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ડો. વિનીત કોઠારી અને CGST ચિફ કમિશ્નર CA. ઉપેન્દ્ર ગુપ્તા ખાસ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં વિવિધ જીએસટી વિશેષજ્ઞ દિલ્હીના એડવોકેટ તથા CA બિમલ જૈન, બેંગલુરુના વરિષ્ઠ એડવોકેટ વી.રઘુરમન, દિલ્હીના એડવોકેટ જે. કે. મિત્તલ અને દિલ્હીના એડવોકેટ સુજીત ઘોષ દ્વારા જીએસટી ના વિવિઘ મુદ્દાઓ પર સંમેલન માં હાજર રહેલા ટેક્સ પ્રેક્ટિશનરોને જ્ઞાન આપવામાં આવ્યું. આ સંમેલન ના અંતિમ સેશનમાં પેનલ ડીશકસનનું આયોજન કરાયું જેમાં ગાઈડ તરીકે એડવોકેટ ડો. અવિનાશ પોદાર, CA. આલોક ફરસૈય, એડવોકેટ ડો. ગૌરવ ગુપ્તા અને CA. આશુ દાલમિયાએ સેવા આપી હતી. આ પેનલ ડીસકશનમાં ઉપસ્થિત સભ્યોના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા. આ સંમેલનમાં આશરે ૧૦૦ થી વધુ ટેક્સ પ્રેક્ટિશનરો હાજર રહ્યા હતા. કાર્યેક્રમને સફળ બનાવવા જાણીતા એડવોકેટ ડો. અવિનાશ પોદ્દારના તથા તમામ સ્ટાફ ગણે મહેનત ઉઠાવી હતી. રોનક પલાણ તથા ભાર્ગવ ગણાત્રા, ટેક્સ ટુડે

error: Content is protected !!