જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતાઓ માટે જાહેર થઈ આ રાહતો

Spread the love
Reading Time: < 1 minute

જુલાઇ 2017 થી માર્ચ 2021-22 સુધી બાકી GSTR 04 માટે લેઇટ ફી ભરવામાં આપવામાં આવી મોટી રાહતો

તા. 01.04.2023: જી.એસ.ટી. કાઉન્સીલની 49 મી મિટિંગમાં કંપોઝીશન કરદાતાઓ માટે ભરવાના થતાં GSTR 4 માં ભરવાની થતી લેઇટ ફી માં રાહત આપવા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને અનુરૂપ નોટિફિકેશન 31 માર્ચ 2023 ના મોડી રાત્રે બહાર પાડવામાં આવ્યા છે. નોટિફિકેશન 02/2023, તા. 31.03.2023 મુજબ કંપોઝીન કરદાતાઑને ભરવાના થતાં NIL GSTR 4 ફોર્મ માટેની લેઇટ ફી સંપૂર્ણપણે માફ કરી આપવામાં આવી છે. જ્યારે આ સિવાયના GSTR 4 ભરવાની લેઇટ ફી મહત્તમ 500/- રૂપિયા કરી આપવામાં આવી છે. આ ફી માં CGST 250 + SGST 250 એમ ગણવાની રહેશે. આ રાહતોનો લાભ લેવા કરદાતા એ પોતાના GSTR 4 તારીખ 01 એપ્રિલ 2023 થી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેશે. આ રાહતોના કારણે અનેક કંપોઝીશન કરદાતાઓને ફાયદો મળશે. ખાસ કરીને Covid 19 દરમ્યાન ઘણા GSTR 4 ભરવાના બાકી રહી ગયા હોવાના સમાચાર મળી રહે છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!