07 નવેમ્બરથી નવા જી.એસ.ટી. નંબર લેવા બની શકે છે વધુ મુશ્કેલ!!

Spread the love
Reading Time: 2 minutes

07 નવેમ્બરથી ગુજરાત રાજ્યમાં બાયોમેટ્રિક આધાર રજીસ્ટ્રેશન પ્રોસેસ બની જશે અમલી: મીડિયમ તથા હાઇરિસ્ક ધરાવતા કરદાતાઓએ ખરાઈ કરવા જવું પડશે જી.એસ.ટી. ઓફિસ પર:

તા. 04.11.2023: જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરીના કૌભાંડો મોટા પ્રમાણમા બહાર આવી રહ્યા છે. કરચોરી રોકવા સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવેલ છે. પરંતુ આ પ્રકારના કૌભાંડોને રોકવું શક્ય બન્યું નથી. હવે 07 નવેમ્બરથી આ કરચોરી રોકવા વધુ એક નવો પ્રયાસ અમલી બનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં “બાયોમેટ્રિક આધાર રજીસ્ટ્રેશન પ્રોસેસ” શરૂ થવા જઇ રહી છે. ગુજરાત રાજ્યમાં પાઇલોટ પ્રોજેકટ તરીકે આ શરૂ કરવામાં આવી રહ્યું છે.  જી.એસ.ટી. હેઠળ નવા નોંધણી દાખલા મેળવવા સામાન્ય રીતે હાલમાં કરદાતા દ્વારા કરવાની પ્રક્રિયાતો કરવાની જ રહેશે જ. આ પ્રક્રિયામાં જ્યારે કરદાતા આધાર ઓથેનટીકેશનનો વિકલ્પ પસંદ કરે છે તેઓ માટે બાયોમેટ્રિક આધાર રજીસ્ટ્રેશન પ્રોસેસ ના વિકલ્પ ઊભા થતાં હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જી.એસ.ટી.એન. સિસ્ટમ દ્વારા કરદાતાનું “રિસ્ક એનાલિસિસ” કરવામાં આવશે. આ “રિસ્ક એનાલિસિસ” એટ્લે કરદાતાનું જી.એસ.ટી. ડિપાર્ટમેંટ માટે ખતરા અંગેનું આંકલન. જે કરદાતાને જી.એસ.ટી. સિસ્ટમ દ્વારા “હાઇ કે મીડિયમ” આંકલન તરીકે તારવવામાં આવશે ત્યારે આવા કરદાતાને ઇ મેઈલ દ્વારા એક લિન્ક મોકલવામાં આવશે. આ લિન્ક દ્વારા તેઓ નજીકના જી.એસ.ટી. સેવા કેન્દ્ર ઉપર રૂબરૂ જવાનો દિવસ તથા સમય નક્કી કરી પોતાની એપોઈંટમેંટ બુક કરી શકશે. જે કરદાતાનું રિસ્ક એનાલિસિસ “લો રિસ્ક” માં હોય અથવા તો જે કરદાતા દ્વારા આધાર ઓથેનટીકેશન વિકલ્પમાં No રાખવામા આવ્યું હોય તેઓ માટે હાલ જે પદ્ધતિ અમલમાં છે તે મુજબ જ પ્રક્રિયા કરવાની રહેશે. કરદાતા કે જેઓને બાયોમેટ્રિક આધાર રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે એપોઈંટમેંટ મળેલ હોય તેઓ દ્વારા નોંધણી મેળવવા જે પુરાવાઓ આપવામાં આવેલ છે તે તમામ અસલ પુરાવાઓ લઈ જી.એસ.ટી. સેવા કેન્દ્રમાં ઉપસ્થિત થવાનું રહેશે. જી.એસ.ટી. કેન્દ્રમાં આવા કરદાતાએ રૂબરૂ જ જવાનું રહેશે. ત્યાં કરદાતાના અંગૂઠા સાથે ફોટો લેવામાં આવશે. બાયોમેટ્રિક આધાર રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરશે ત્યારબાદજ નવા અરજી કરનાર કરદાતાને ARN એટ્લે કે નોંધણી દાખલા માટે અરજી કરી હોવાનો આધાર આપવામાં આવશે.

કરચોરી રોકવા શરૂ કારમાં આવેલ આ પદ્ધતિ કેટલા અંશે કરચોરી રોકશે તે તો આવનારો સમય જ કહી શકશે પરંતુ કરદાતાને જી.એસ.ટી. સેવા કેન્દ્રો ઉપર જવાના ધક્કા વધી જશે તે ચોક્કસ છે.  ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

1 thought on “07 નવેમ્બરથી નવા જી.એસ.ટી. નંબર લેવા બની શકે છે વધુ મુશ્કેલ!!

Comments are closed.

error: Content is protected !!