સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)05.11..2023

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ કરપાત્ર તથા કરમુક્ત બંને વસ્તુનું ઉત્પાદન તથા ખરીદ વેચાણ પણ કરે છે. આ પ્રક્રિયામાં અમુક કરપાત્ર વસ્તુ કરમુક્ત વસ્તુના ઉત્પાદનમાં પણ વપરાઇ છે. જી.એસ.ટી. નિયમોના નિયમ 42 હેઠળ આ ક્રેડિટને ક્યાં ફોર્મ્યુલા દ્વારા રિવર્સ કરવાની રહે?                                                                                                                                                                                                        મેહુલ જોશી, ટેક્સ કન્સલ્ટન્ટ, શિહોર

જવાબ: નિયમ 42 હેઠળ કરપાત્ર તથા કરમુક્ત ચીજ વસ્તુ બાબતે સામાન્ય રીતે સ પ્રમાણ હિસાબ કરવાનો રહે છે. આ અંગે ફોર્મ્યુલા દર્શાવતો એક કૌષ્ટક નીચે આપેલ છે. આશા રાખીએ છીએ કે આપને ઉપયોગી બને.  

Particulars  IGST  CGST SGST Total
Total Input Tax on Inputs and Input Services T 0 0 0 0
Input tax Credits which are exclusively used for purpose other than business (RCM) T1                               –                               –                               –                                     –
Input tax Credits which are exclusively used for effecting exempt Supplies T2                               –                               –                               –                                     –
Credit not available as per section 17(5) T3                               –                               –                               –                                     –
Net Credit Available C1                               –                               –                               –                                     –
Input tax Credits which are exclusively used for effecting Taxable supplies including  Zero Rated Supplies   (B2B specific) T4                               –                               –                               –                                     –
COMMON CREDIT C2 C2                               –                               –                               –                                     –
E= aggregate value of Exempt supplies during the tax period E                               –                               –                               –                                     –
F=total turnover in the State of the registered person during the tax period F                               –                               –                               –                                     –
ITC related to exempt supplies i.e. Ineligible ITC D1= (E÷F) × C2 D1
Credit of common inputs and input services are used partly for business and partly for non-business purposes  C2 D2                               –                               –                               –                                     –
CREDIT AVIALABLE C3 = C2 – (D1+D2) C3
Total Reversal of ITC
  1. અમારા અસીલ જનરલ ઈન્સ્યોરન્સ એજન્ટ છે. તેઑ દ્વારા જી.એસ.ટી. નંબર લેવામાં આવ્યો છે. કાયદાકીય રીતે ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ઈન્સ્યોરન્સ કમિશન ઉપર RCM ભરવાનો થાય? જો હા, તો અમારા અસિલે તેમના રિટર્નમાં કેવી રીતે આ બતાવવાનું રહે?                                                                                                                                                                                                        જિગર પી. વોરા, એડ્વોકેટ રાજકોટ

જવાબ: હા, જી.એસ.ટી. કાયદાની કલમ 9(3) સાથે CGST રેઇટ નોટિફિકેશન 13/2017, તા: 28.06.2017 ની એન્ટ્રી 7 ને વાંચતાં કમિશન એજન્ટની સર્વિસ ઉપર ઈન્સ્યોરન્સ કંપની દ્વારા RCM પ્રમાણે વેરો ભરવાનો રહે. આપના અસિલે પોતાના GSTR 1 માં B2B માં દર્શાવી RCM ઓપ્શન Yes કરી ભરવાનો રહે તેવો અમારો મત છે. GSTR 3B માં ટેકસેબલમાં રકમ દર્શાવી ટેક્સ ની રકમ “નીલ” રાખવાનો વિકલ્પ છે અથવા “Nil રેટેડ” માં દર્શાવવાનો વિકલ્પ પણ રહેલ છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!