01 જુલાઇ 2024 ના રોજ રજૂ થઈ શકે છે બજેટ, વેપારીઓમાં ઉઠી રહી છે “એમ્નેસ્ટી” સ્કીમની માંગ
2017-18 થી 2019-20 સુધી અનેક આકારણી આદેશોમાં ઊભી થઈ છે મોટી ડિમાન્ડ: જી.એસ.ટી. ના શરૂઆતના વર્ષોમાં વેપારીઓને પડી હતી ઘણી તકલીફો
તા. 12.06.2024: 01.07.2017 થી જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો હતો. જી.એસ.ટી. લાગુ થયો હતો ત્યારથી જી.એસ.ટી. નેટવર્કમાં તથા જી.એસ.ટી. કાયદા અને નિયમોના અર્થઘટનમાં વેપારીઓને ઘણી તકલીફો પડી હતી. હવે જ્યારે 2017 થી માંડીને 2019 20 ની આકારણી થઈ રહી છે ત્યારે વેપારીઓ ઉપર નાની મોટી ભૂલો માટે મસ-મોટી ડિમાન્ડ ઊભી કરવામાં આવી રહી છે. જી.એસ.ટી. ની અમલવારીમાં તકલીફો હતી તે બાબત સર્વ સ્વીકાર્ય છે અને વિવિધ ફોરમ ઉપર વિવિધ સરકારી અધિકારી પદાધિકારીએ આ બાબતનો સ્વીકાર કરવામાં આવેલ છે.
01 જુલાઇ 2024 ના રોજ પૂર્ણકાલીન બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ બજેટમાં વેપારીઓ “એમ્નેસ્ટી સ્કીમ” એટ્લે કે માફી યોજનાની માંગ કરી રહ્યા છે. જી.એસ.ટી. ના શરૂઆતના વર્ષોમાં નાની મોટી ભૂલો બાબતે વ્યાજ અને દંડમાં માફી આપવામાં આવે તેવી માંગ મોટા પ્રમાણમા ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે