શું જી.એસ.ટી. મા સપ્લાયરની ભુલ કે અપરાધ માટે ખરીદનાર ને દંડિત કરી શકાય?
By Bhargav Ganatra, Advocate, Rajkot
◆જી.એસ.ટી. હેઠળના આકરણીના સળગતા પ્રશ્નો :-
-જી.એસ.ટી. કાયદાની કલમ ૧૬(૨) એ માલ કે સેવા ખરીદનાર માટે અમુક શરતો સુચવે છે જેના પાલન પર તેઓ તે માલ કે સેવા અંગેની ઈનપુટ ટેકસ ક્રેડિટ કલેઈમ કરી શકે છે. આ કલમ ૧૬(૨) ની શરુઆત એ “નોન – ઓબ્સ્ટેન્ટ” કલોઝ થી થાય છે જેને આપણે સામાન્ય ભાષામાં કહી શકીએ કે તે જી.એસ.ટી. ની બાકી બધી કલમો ને ઓવરરાઈડ કરે છે.
-જી.એસ.ટી. અમલીકરણના શરુઆત ના લગભગ પાચ વષૅ સુધી આ કલમ ૧૬(૨) એ નીચે મુજબ ની માત્ર ચાર શરતો અંગે વાત કરતું હતું.
a) તેઓ પાસે જી.એસ.ટી.મા રજિસ્ટડૅ હોય એવા સપ્લાયરે ઈસયુ કરેલુ ટેકસ ઈનવોઈસ , ડેબિટ નોટ કે અન્ય કોઈ નકકી કરાયેલ ડોકયુમેન્ટ નો પુરાવો હોવો જોઈએ.
b) તેઓ એ આ માલ કે સેવા હકીકતમાં પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
c) સપ્લાય ઉપર લાગેલો ટેકસ એ હકીકતમા સરકારશ્રી ને કા તો કેસ અથવા યોગ્ય રીતે કલેઈમ કરેલ ઈનપુટ ટેકસ ક્રેડિટ થી ચુકવાઈ ગયેલો હોવો જોઈએ.
d) તેમણે કલમ ૩૯ હેઠળ નું પત્રક ભરેલું હોવું જોઈએ.
તદુપરાંત , માલ કે સેવા ખરીદનાર એ આ અંગે ની ચુકવણી ઈનવોઈસ ઈસયુ થયાં ના ૧૮૦ દિવસ હેઠળ કરવાની રહેશે.
– પરંતુ, હાલમાં, જી.એસ.ટી.ના શરુઆત ના વષૅ ની આકરણી એટલે કે વષૅ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માટે એવું જોવા મળે છે કે ખરીદનાર દ્વારા કલમ ૧૬(૨) નુ યોગ્ય પાલન કરેલું હોવા છતાં તેમના ઈનપુટ ટેકસ ક્રેડિટ ના અધિકાર પર પ્રશ્ન કરવામાં આવે છે.
-આ ઈનપુટ ટેકસ ક્રેડિટ ના સળગતા પ્રશ્નો ની જો ટુંક માં ચચૉ કરીએ તો GSTR 2A અને GSTR 3B નો તફાવત તથા સપ્લાયર દ્વારા પોતે કરેલા સપ્લાય ની સરકાર શ્રી ને ચુકવણી કરવામાં ડિફોલ્ટ કરેલો હોય અને જેથી ઈનપુટ ટેકસ ક્રેડિટ નો લાભ ખરીદનાર ને ન આપવા માટે વિખવાદ થયા હોય એ છે. વધુમાં , જો કોઈ સપ્લાયર નો જી.એસ.ટી. નંબર રીટ્રોસ્પેકટીવલી કેન્સલ થયો હોય અને આ માટે ખરીદનાર ની જુની ઈનપુટ ટેકસ ક્રેડિટ ને મનાઈ ફરમાવતા વિખવાદો અને વિવાદો ઉભા થયા છે.
-અને પરિણામે આવી જ એક પરિસ્થિતિ માટે કે જેમાં GSTR 2A તથા GSTR 3B ના તફાવત માટે નિણૅય નામદાર કોલકતા હાઈકોટૅ સુધી પહોચતા , આ અંગેનું ધણું બધું કહી જતું એવું ને લેન્ડમાકૅ કહી શકાય એવું જજમેન્ટ એ SUNCRAFT ENERGY PRIVATE LIMITED AND ANOTHER VERSUS THE ASSISTANT COMMISSIONER, STATE TAX મારફત આપવામાં આવ્યુ છે.
◆ અરજકતૉ દ્વારા રજુ કરાયેલા દાવાઓ :-
– અરજકતૉ દ્વારા તા.૧૮.૧૦.૨૦૧૮ ની પ્રેસ રિલિઝ નો હવાલો આપીને રજુઆત કરવામાં આવી કે તે પ્રેસ રિલિઝ મુજબ GSTR 2A એ ટેકસપેયરના સગવડ માટે આપવામાં આવેલી એક સુવિધા છે અને આ કારણોસર જ કલમ ૧૬ મુજબ ઈનપુટ ટેકસ ક્રેડિટ લેવા માટે તે કોઈ કારણોસર બાધ્ય ના હોઈ શકે.
– વધુમાં અરજકતૉ દ્વારા તા. ૦૪.૦૫.૨૦૧૮ ની પ્રેસ રિલિઝ નો હવાલો આપીને રજુઆત કરવામાં આવી કે તે પ્રેસ રિલિઝ મુજબ જો કોઈ સપ્લાયર ટેકસ ચુકવવામાં ડિફોલ્ટ કરે છે તો તે માટે ડાયરેકટ ખરીદનાર ની ઈનપુટ ટેકસ ક્રેડિટ ને મનાઈ ફરમાવી શકીએ નહી. ખરીદનાર પાસેથી આ અંગેની વસુલાત અમુક આકસ્મિક પરિસ્થિતિઓ જેવી કે સપ્લાયર પોતે ગુમ થયેલ હોય , સપ્લાયર દ્વારા પોતાનો ધંધો બંધ કરી દેવામાં આવ્યો હોય કે પછી સપ્લાયર પાસે ડિફોલ્ટ નુ ચુકવણું કરવા પુરતી મિલકતો ના હોય તો જ કરી શકાય.
– અરજકતૉ નામદાર સુપ્રિમ કોટૅ ના ભારતી એરટેલ લિ. ના ચુકાદા નો હવાલો આપીને રજુઆત કરે છે કે GSTR 2A એ ઈનપુટ ટેકસ ક્રેડિટ લેતી વખતે મદદ કરતી સગવડતા છે. વધુમાં , તે સમયમાં જી.એસ.ટી. હેઠળ રજિસ્ટડૅ વ્યકિત સ્વયં આકરણી ના મુલ્યો હેઠળ GSTR 3B મા ઈનપુટ ટેકસ ક્રેડિટ કલેઈમ કરવા બાધ્ય હતો.
– અરજકતૉ દ્વારા નામદાર દિલ્હી હાઈકોટૅના એરાઈઝ ઈન્ડીયા લિ. ના ચુકાદાનો આપીને રજુઆત કરવામાં આવી કે તે કેસમા દિલ્હી વેટ એકટ ની કલમ ૯(૨)(જી) ને પડકારવામાં આવી હતી કે જે સપ્લાયરના ડિફોલ્ટ પર ખરીદનાર ને ઈનપુટ ટેકસ ક્રેડિટ માટે દંડિત કરતી હતી. આ અંગે નામદાર દિલ્હી હાઈકોટૅ એ ચુકાદો આપતા જણાવ્યું હતું કે આ માટે માલના બોનાફાઈડ ખરીદનાર કે જેની પાસે ખરીદી નું માન્ય ટેકસ ઈનવોઈસ હોય તેનો સમાવેશ કરી શકાય નહી. અને પરિણામે અંતિમ ચુકાદો આપતા નોંધયુ કે આવા કિસ્સાઓમાં ડિપાટૅમેન્ટે સૌ પ્રથમ કાયૅવાહી સપ્લાયર પર કરવાની રહેશે અને આ માટે ખરીદનાર ને ઈનપુટ ટેકસ ક્રેડિટ નો લાભ આપતા વંચિત કરી શકાય નહી.
◆નામદાર કોલકતા હાઈકોટૅ નો અંતિમ ચુકાદો :-
– અહીં , નામદાર કોલકતા હાઈકોટૅ એ અરજકતૉ ના ઉપર ના રજુઆત ના મુદા ને માન્ય રાખીને અંતિમ ચુકાદો આપતા નોંધ કરી કે તેઓ પહેલા આ અંગે સપ્લાયર ની વિરુદ્ધ કાયૅવાહી કરે અને જો CBIC દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝ મા દશૉવેલી પરિસ્થિતિઓનુ નિમૉણ થાય તો જ ખરીદનાર ની વિરુદ્ધ કાયૅવાહી શરુ કરે.
◆ લેન્ડમાકૅ જજમેન્ટ એ જ સુપ્રિમ જજમેન્ટ :-
– નામદાર કોલકતા હાઈકોટૅ નો ઉપરોકત લેન્ડમાકૅ ચુકાદો એ નામદાર સુપ્રિમ કોટૅમા પડકારવામાં આવ્યો હતો. જો કે નામદાર સુપ્રિમકોટૅ એ આ અંગે લેન્ડમાકૅ જજમેન્ટ ને માન્ય ગણી ને આ અંગેની SLP ને ખારીજ કરી હતી. આમ જોઈએ તો આ ચુકાદો કોટૅ કાયૅવાહીના એડમીશન લેવલે જ ખારીજ થયેલો હતો એટલે કે નામદાર સુપ્રિમ કોટૅ નો આ ચુકાદો કેસ ના મેરિટસ ઉપર ન હતો. આમ છતાં , આ અંગે પોતાનો મંતવ્ય જણાવતાં ટેકસ એકસ્પટૅ એડવોકેટ ભવ્ય પોપટ જણાવે છે કે ભલે હાલ પુરતો ચુકાદો મેરિટસ ઉપર ના આપવામાં આવ્યો હોય પરંતુ આ ચુકાદો એ ટેકસપેયરના આકરણીના કેસો માટે તેમને મદદરુપ બનતો એક મજબુત આધાર રહેશે.
◆ નામદાર કોલકતા હાઈકોટૅ ના ચુકાદાની અસરો:-
– અહીં ઉપર નોંધ્યુ તેમ કે આમ તો આ ચુકાદો મુખ્યત્વે GSTR 2A અને GSTR 3B ના તફાવત ઉપર આપવામાં આવ્યો છે. પરંતુ, ચુકાદામાં નોંધવામા આવેલા અમુક ટીપ્પણીઓ એ ખરીદનાર ને આ સિવાય ના જેન્યુન કિસ્સાઓ જેવા કે સપ્લાયર દ્વારા સરકાર શ્રી ને ટેકસ ચુકવવામાં ડિફોલ્ટ કરવામાં આવેલો હોય કે પછી સપ્લાયર નો રિટ્રોસ્પેકટીવલી જી.એસ.ટી. નંબર રદ થયો હોય અને ખરીદનાર ને આ અંગેની જુની ઈનપુટ ટેકસ ક્રેડિટ રિવસૅ કરવા જણાવવામાં આવેલું હોય તો તેવા કિસ્સાઓમાં પણ મદદરુપ બની રહેશે.
◆ એકસ્ટ્રા શોટૅ:-
– નામદાર કોલકતા હાઈકોટૅ નો આ લેન્ડમાકૅ ચુકાદો એ પાડાના વાકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ ઓ મા તારી શકે એમ છે. પરંતુ , આવામાં પ્રશ્ન ઉભો એ થાય કે હાલમાં થયેલા ફેરફાર મુજબ ઉમેરવામાં આવેલી જી.એસ.ટી. ની કલમ ૧૬(૨)(એએ) કે જે ખરીદનાર ને પોતાની ઈનપુટ ટેકસ ક્રેડિટ લેવામાં માટે પોતાના સપ્લાયરના પત્રક ની વીગતો પર આધાર રાખવા જણાવે છે તે કાનુની દ્રષ્ટિએ કેટલી વૈધ ગણી શકાય ?
(લેખક યુવાન ટેક્સ એડવોકેટ છે અને જી.એસ.ટી. તથા ઇન્કમ ટેક્સ ઉપર રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરે છે)
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં પ્રકાશિત થયેલ છે)