જી.એસ.ટી. હેઠળ તપાસની કામગીરી દરમ્યાન કરદાતાની રોકડ જપ્ત કરી શકાય નહીં: કેરાલા હાઇકોર્ટ

Spread the love
Reading Time: < 1 minute

તા. 20.07.2023: કરદાતાને ત્યાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 67 હેઠળ તપાસ હાથ ધરવામાં આવે ત્યારે કરદાતાના ચોપડા, અન્ય મુદ્દામાલ સહિત રોકડ પણ જપ્ત કરવામાં આવતી હોવાના કિસ્સા અવારનવાર બહાર આવતા હોય છે. ધન્યા શ્રીકુમારી વિરુદ્ધ સ્ટેટ ટેક્સ ઓફિસર ના કેસમાં કેરાલા હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપતા જણાવ્યુ હતું કે કરચોરી પકડવા હાથ ધરવામાં આવેલ તપાસની કામગીરી દરમ્યાન કરદાતાની રોકડ જપ્ત કરી શકાય નહીં. આ રોકડ જ્યારે કરદાતાના સ્ટોકનો ભાગ ના ગણાતી હોય ત્યારે આ પ્રકારની રોકડ રકમની જપ્તી યોગ્ય નથી. કરદાતા ઇડલી-ઢોસાના આથા જેવી ચીજવસ્તુ બનાવવાની પ્રવૃતિમાં સલગ્ન હતા. તેઓના ધંધાના સ્થળે તથા ઘર ઉપર સ્ટેટ ટેક્સ વિભાગ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન તેઓના ચોપડા, અન્ય મુદ્દામાલ ઉપરાંત 32 લાખ ઉપરની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ જપ્તીના આદેશના સામે કરદાતા દ્વારા કેરલા હાઇકોર્ટના દ્વારા ખટખટાવવામાં આવ્યા હતા. કરદાતાની રિટ માન્ય રાખી કેરલા હાઇકોર્ટની બેન્ચ દ્વારા મહત્વનો ચુકાદો આપી ઠરાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. કાયદાની કલમ 67 હેઠળ કરવામાં આવતી તપાસ દરમ્યાન રોકડ રકમ જપ્ત કરી શકાય નહીં.  ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!