ઈન્પુટ ટેક્સ ક્રેડિટના બદલે રોકડમાં ટેક્સ ભરાવવા અંગે કોઈ સૂચના અધિકારીઑને આપવામાં આવી નથી: CBIC

Spread the love
Reading Time: < 1 minute

માર્ચના ટાર્ગેટ પુર્ણ કરવા કરદાતાઑને દબાણ કરવા અધિકારીઓને કોઈ સૂચના ના આપી હોવાનો કર્યો ખુલાસો

તા. 20.03.2021: જી.એસ.ટી. અધિકારીઑ દ્વારા કરદાતાઑ ને ઈન્પુટ ટેક્સ ક્રેડિટના સ્થાને કેશમાં ટેક્સ ભરવા દબાણ કરવા અંગેના સમાચારો જાણીતા સચર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા હતા. આ સમાચારો અંગે ખુલાસો કરતી પ્રેસ રીલીઝ આજે CBIC દ્વારા બહાર પાડવામાં આવી છે. એવા સમાચારો વહેતા થયા હતા કે અધિકારીઑ દ્વારા ફોન, વોટ્સએપ ઉપર કરદાતાઓને પોતાની પાસે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ હોવા છતાં ટેક્સની ચુકવણી રોકડમાં કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. માર્ચ મહિનામાં નાણાકીય વર્ષનો ટાર્ગેટ પુર્ણ કરવા આ દબાણ કરવામાં આવી રહ્યા ના સમાચારો પ્રસિદ્ધ થયા હતા. આ સમાચારોનું આધિકારિક ખંડન કરતાં CBIC દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારે રોકડમાં ટેક્સની ચુકવણી કરવા અંગે અધિકારીઑને કોઈ સૂચના આપવામાં આવેલ નથી. કરદાતા કાયદાની જોગવાઈને આધીન ટેક્સની ચુકવણી કરી શકે છે. આ પ્રકારના સમાચાર આવતા દબાણ અનુભવતા કરદાતાઑ માટે આ પ્રેસ રીલીઝ રાહતના રાહતના સમાચાર લઈ ને આવી છે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

1 thought on “ઈન્પુટ ટેક્સ ક્રેડિટના બદલે રોકડમાં ટેક્સ ભરાવવા અંગે કોઈ સૂચના અધિકારીઑને આપવામાં આવી નથી: CBIC

  1. GST Query: વર્ષ 2019-૨૦ દરમ્યાન ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે જીએસટી ક્રેડિટ ડબલ લેવાઈ ગયેલ હોઈ જે વર્ષ 2020-૨1 માં રીવર્સ કરવા નું નક્કી કરેલ હોઈ DRC 03 ફોર્મ દ્વારા રીવર્સ કરતા સમય એ જરૂર કરતા વધારે રીવર્સ થઈગયેલ હોઈ તો હવે વધારા ની રીવર્સ થયેલ ક્રેડિટ કેવી રીતે
    રી-ક્રેડિટ લેવી? શું આ રી-ક્રેડિટ લઈ શકાય કે નહિ?

Comments are closed.

error: Content is protected !!