સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 22nd March 2021

Spread the love
Reading Time: 4 minutes [speaker]

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

22th March 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. 10 દિવસ પહેલા અમારા અસીલ દ્વારા B2B બિલ બનાવવામાં ખરીદનારનો જી.એસ.ટી. નંબર નાંખવામાં ભૂલ કરી હતી. ભૂલના કારણે E Way બિલ પણ ખોટા જી.એસ.ટી. નંબર ઉપર બની ગયું હતું. હવે માલ તો સાચા ખરીદનારને મળી ગયો છે. પરંતુ વે બિલમાં તથા ટેક્સ ઇંવોઇસમાં સુધારો કેવી રીતે કરવો જોઈએ?        ` મંથન સરવૈયા

જવાબ: સાચા ખરીદનારને માલ મળી ગયો હોય ઇ વે બિલમાં સુધારો કરવાનો કોઈ અવકાશ રહેતો નથી. ટેક્સ ઇંવોઇસ બાબતે ખોટા ખરીદનારને ક્રેડિટ નોટ આપી ને સાચા ખરીદનારને નવું ટેક્સ ઇંવોઇસ આપવું જોઈએ તેવો અમારો મત છે.

  1. શ્રી લોજિસ્ટિક્સ કંપની છે. તેનૂ ટર્નઓવર 40,00,000 કરતાં વધુ છે. તેનું કામ પેટ્રોલ પંપ ના ટેન્કરનું છે. તે રિલાયંસ અને એસ્સાર કંપની માંથી પેટ્રોલ ભરીને જે પેટ્રોલ પંપનો ઓર્ડર હોય તે પેટ્રોલ પંપમા પેટ્રોલ નું ટેન્કર ખાલી કરે અને પેટ્રોલ પંપના નામની બીલ્ટ્રી આપે છે. ભાડા નું બિલ આપે છે. તો તેને GST નંબર લેવો ફરજિયાત બને? હિરેનભાઇ વાધેલા, એકાઉન્ટન્ટ, જામનગર                                                                                                                       

જવાબ: ના, શ્રી લોજીસ્ટિક કંપની એ જો બીલ્ટ્રી આપતી હોય જી.એસ.ટી. કાયદા હેઠળ તે Goods Transport Agency (GTA) ગણાય. GTA સેવા જી.એસ.ટી. કાયદાની કલમ કલમ 9(3) હેઠળ રિવર્સ ચાર્જ હેઠળ આવતી હોય જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત ના બને તેવો અમારો મત છે. હા, ટ્રાન્સપોર્ટર તરીકે એનરોલમેંટ કરાવી લેવું જોઈએ તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ જુદા જુદા બ્રાન્ડ ના નામથી ઘઉંનો વેપાર (૫૦૨૫ કિલોના વજનથી બારદાનમાં પેક કરી) કરે છે. અમો બ્રાન્ડની કોઈ નોધણી રજીસ્ટેર્ડ ટ્રેડમાર્ક/કૉપીરઈટ કરાવેલ નથી. ફક્ત માલની ઓળખ કરવા બ્રાન્ડ નામનો ઉપયોગ કરી છીએ.  તો જીએસટી માં વેરા બાબતે સમજ આપવા વિનતી. અમારા અસીલ આ ઘઉં ગંજબજારમાંથી માફી ખરીદી હોય છે અને માફી વેચાણ કરીએ  છીએ?                 અરવિંદભાઈ પટેલ

જવાબ: કોઈ બ્રાન્ડકે જે ભલે રજિસ્ટર્ડ ના હોય પણ સામાન્ય રીતે એકશનેબલ ક્લેમને પાત્ર હોય છે. આ કિસ્સામાં HSN 1001 માં પડે અને 5% જી.એસ.ટી. ને પાત્ર બને તેવો અમારો મત છે.

  1. મારા એક ક્લાયન્ટને કોલસાનો ટ્રેડિંગ બિઝનેસ છે. ક્લાયન્ટ ઇમ્પોર્ટર પાસેથી કોલસો ખરીદી કરે ત્યારે તેને બે અલગ અલગ બિલ આપે છે, એક કોલસાની ખરીદી માટે % જીએસટી અને બીજું પોર્ટ હેડલિંગ ચાર્જ ૧૮ ટકા જીએસટી સાથેનું. સવાલ છે કે અમારા અસીલ જ્યારે વેચાણ કરે ત્યારે અલગ બિલ ઇસ્યૂ કરી શકીએ? કેમ કે સર્વીસ ચાર્જ પાસઓન” ના થઈ શકે એવું ક્યાંક વાચ્યું છે, અને બીજો સવાલ જો આપડે વેચાણ કરીએ ત્યારે કોલસા નું એક બિલ આપી ટકા જીએસટી લગાવીએ,તો જમાં રહેતી ITC નું રિફંડ મળી શકે??  CA ઇરફાન કિડીવાર, રાજકોટ

જવાબ: આ કિસ્સામાં અલગ અલગ વિકલ્પો રહે. એક વિકલ્પ મુજબ કોલસાનું વેચાણ બિલ બનાવી સર્વિસનું અલગ રીએમ્બર્સમેંટ બિલ બનાવી શકાય.  અન્ય વિકલ્પ મુજબ આ સર્વિસને પોતાની પડતરમાં ઉમેરી કોલસાના ભાવમાં જ ઉમેરી દેવામાં આવે તો કોલસાના ના દરે જ જી.એસ.ટી.ની જવાબદારી આવે. આમાં, ITC નું રિફંડ ના મળે કેમ કે કોલસાના ઈન્પુટનો દર સરખોજ છે ઇનવરટેડ નથી.

  

  1. અમારા અસીલ પોતાના ધંધાની જગ્યાથી માલ લઈ, ડોર ટુ ડોર ડિલિવરીનો ધંધો કરે છે. તેમના ડિલિવરી વાનમાં જે માલ હોય તેનું મૂલ્ય 50000 થી વધુ હોય છે. ડિલિવરી કરવા જ્યારે માલ ભરવામાં આવે ત્યારે કેટલો માલનું વેચાણ થશે તે નક્કી રહેતું હોતું નથી. આવા કિસ્સામાં શું અમારા અસીલ વે બિલ બનાવવા જવાબદાર બને? જો બને તો રોજ અલગ અલગ વે બિલ બનાવવાનું રહે? જે માલ વધે તેનું શું કરવાનું રહે? માર્ગદર્શન આપવા વિનંતી.                 દેવાભાઈ ભૂખિયા, એડવોકેટ, ડીસા  

જવાબ: આપના અસીલની ડોર ટુ ડોર ડિલિવરી જો મ્યુનિસિપલ લિમિટ માંજ કરતાં હોય તો તેમની ઇ વે બિલ બનાવવાની જવાબદારી ના આવે. પરંતુ જો મ્યુનિસિપલ લિમિટ બહાર માલ લઈને જતાં હોય તો ઇ વે બિલ બનાવવા જવાબદાર બને તેવો અમારો મત છે. આ ઇ વે બિલ રોજ બનાવવાનું રહે. જે માલ વધે તે માટે ઇનવર્ડ-આઉટવર્ડ ગેઇટ પાસ બનાવવા જોઈએ તેવો અમારો મત છે. ઇ વે બિલ લાઇન સેલ્સનું બને તેવો અમારો મત છે.

  1. અમારા અસીલએ ટ્રાન્સફરી તરીકે જી.એસ.ટી. નંબર મેળવવા 23 જાન્યુઆરી 2021 થી જવાબદાર થતાં હતા. તેઓને જી.એસ.ટી. નંબર 15.03.2021 ના રોજ આપવામાં આવ્યો. હવે, તેઓએ આપેલ B2B ઇંવોઇસ માટે શું કરી શકાય અને 23.01.2021 થી 15.03.2021 સુધીના ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે શું કરી શકાય? રોશની પરમાર, વલસાડ

જવાબ: આવા કિસ્સામાં અમારા મતે તમારા અસિલે B2B ઇંવોઇસ માટે રિવાઈઝ ઇંવોઇસ જી.એસ.ટી. કાયદાની કલમ 31(3)(a) મુજબ આપવું જોઈએ. આ પ્રકારે તમારા અસીલની ખરીદી બાબતે પણ તેમના વેચનાર પાસેથી રિવાઈઝ ઇંવોઇસ મેળવી લેવું જોઈએ તેવો અમારો મત છે. આ રિવાઈઝ ઇંવોઇસ નોંધણી દાખલો મેળવ્યાના 1 મહિનામાં આપવું જરૂરી છે.

 :ખાસ નોંધ:

1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!