લેઇટ ફી વગર 01 જુલાઇ 2017 થી કરદાતાને રિટર્ન ભરવા દેવામાં આવે તેવો મહત્વનો આદેશ ગુજરાત હાઇકોર્ટ
Important Case Law with Tax Today
જેપ મોડયુલર ફર્નિચર કોન્સેપ્ટસ પ્રા. લી વી. ગુજરાત રાજ્ય
ગુજરાત હાઇકોર્ટ, SCA 20888/2019
ઓર્ડર તા. 19.03.2021
કેસના તથ્યો:
- કરદાતા ફર્નિચર ઇમ્પોર્ટ કરી તેનું વેચાણ કરવાનો ધંધો કરતાં હતા.
- તેઓ ગુજરાત રાજ્યના વેટ કાયદા હેઠળ નોંધાયેલ હતા.
- તેઓને જી.એસ.ટી. હેઠળ માઈગ્રેશન દ્વારા પ્રોવીઝનલ નોંધણી દાખલો આપવામાં આવ્યો હતો.
- કરદાતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વેટ રિટર્ન ભરવામાં ચૂક કરવામાં આવી હતી અને આથી તેઓનો વેટ હેઠળનો નોંધણી દાખલો 15 જૂન 2017 ના રોજ રદ્દ કરી દેવામાં આવ્યો હતો.
- આ નોંધણી રદના આદેશ ઉપરથી કરદાતાનો જી.એસ.ટી. હેઠળનો પ્રોવિઝનલ નોંધણી દાખલો બ્લોક કરી દેવામાં આવ્યો હતો તથા તેઓને જી.એસ.ટી. હેઠળ કાયમી નોંધણી દાખલો આપવામાં આવ્યો ન હતો.
- કરદાતાએ નોંધણી દાખલા રદના આદેશ સામે અપીલ કરી હતી. આ અપીલ 03 એપ્રિલ 2018 ના આદેશથી માન્ય રહી હતી અને વેટ હેઠળનો નોંધણી દાખલો જે તારીખથી રદ થયો હતો તે તારીખ થીજ ફરી “રિસ્ટોર” કરવામાં આવ્યો હતો.
- કરદાતા દ્વારા વિવિધ અધિકારીઓને જી.એસ.ટી. ફાઇનલ રજીસ્ટ્રેશન આપવા અનેક રજૂઆતો કરવામાં આવી હતી.
- જી.એસ.ટી. રજીસ્ટ્રેશન ઇનેક્ટિવ હોવાના કારણે કરદાતા રિટર્ન ફાઇલ કરી શક્ય ના હતા અને ક્રેડિટ પણ ક્લેમ કરી શક્યા ના હતા.
- અનેક રજૂઆતો છતાં કોઈ સમાધાન ના આવતા આ રિટ પિટિશન કરવામાં આવી હતી.
સરકાર તરફે રજૂઆત:
- સરકાર તરફે ખાસ કોઈ રજૂઆત કરવામાં આવી ના હતી. તેઓએ એફિડેવિટમાં અમુક વિગતો રજૂ કરવામાં આવી હતી.
કોર્ટનો ચુકાદો:
- ડિપાર્ટમેંટ તરફથી કરવામાં આવેલ એફિડેવિટની વિગતો જોતાં તદ્દન અયોગ્ય લાગે છે.
- જી.એસ.ટી. ડિપાર્ટમેંટને આદેશ આપવામાં આવે છે કે કરદાતાનો જી.એસ.ટી. નંબર એક્ટિવ કરવામાં આવે અને ફાઇનલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવે.
- કરદાતાને 01 જુલાઇ 2017 થી તમામ રિટર્ન લેઇટ ફી વગર ભરવા દેવામાં આવે.
- કરદાતાને ઇમ્પોર્ટ તથા તેમની ખરીદીઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. ની કલમ 16(4) ની સમય મર્યાદા જોયા વગર ક્લેઇમ કરવાં દેવામાં આવે.
(સંપાદક નોંધ: આ ચુકાદો ખૂબ મહત્વનો છે. ઘણા કેસોમાં એવું જોવામાં આવે છે કે અધિકારીઓને અનેક રજૂઆતો છતાં પણ કરદાતાને ન્યાયિક રાહત આપવામાં આવતી નથી. ના-છૂટકે કરદાતાએ હાઇકોર્ટ સુધી લાંબુ થવું પડતું હોય છે. પણ હાઇકોર્ટ આ કેસની જેમ અનેક કેસોમાં એ સાબિત કર્યું છે કે ટેકનિકાલીટીસ કરતાં ન્યાયનું હિત વધુ જરૂરી છે. ટેક્સ ટુડે વાંચકોને ખાસ અપીલ કરે છે કે આ પ્રકારની મુશ્કેલીનો સામનો પોતે કરતાં હોય તો ટેક્સટુડે ટિમનો સંપર્ક કરી શકે છે અને અમારી ટિમ તમારા કિસ્સામાં યોગ્ય સલાહ આપી આગળના પગલાં અંગે ચોક્કસ માર્ગદર્શન આપી શકે છે. આ કેસમાં કરદાતા વતી સફળ રજૂઆતો કરનાર એડવોકેટ ઉચિત શેઠને ખાસ અભિનંદન. અત્રેએક બાબત નોંધાવી જરૂરી છે કે આ કેસનો ચુકાદો તમામ ટેક્સપેયરને કામ ના આવે. માત્ર આ કેસના ગુણદોષ જોઈ આ કેસના પીટીશ્ન્રરને જ લાગુ પડે.)