નાણાકીય વર્ષ 2021-22 ના વર્ષ માટે 2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાને વાર્ષિક રિટર્ન ભરવામાંથી આપવામાં આવી મુક્તિ
તા. 06.07..2022: જી.એસ.ટી. હેઠળ માસિક-ત્રિમાસિક રિટર્ન ઉપરાંત કરદાતા વાર્ષિક રિટર્ન ભરવા જવાબદાર હોય છે. જી.એસ.ટી કાઉન્સીલની 47 મી બેઠકમાં કરવામાં આવેલ ભલામણોને ધ્યાને લઈ CBIC દ્વારા 05 જુલાઇના મોડી રાત્રે નોટિફિકેશન 10/2022 બહાર પાડી 2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવામાં મુક્તિ આપવામાં આવેલ છે. આમ, હવે નાણાકીય વર્ષ 2021 22 માટે માત્ર 2 કરોડ ઉપરનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ જ ફરજિયાત જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવા જવાબદાર બનશે. નિષ્ણાંતો માની રહ્યા છે કે બે કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા એવા કરદાતા જેઓએ પોતાના માસિક-ત્રિમાસિક રિટર્નમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ હોય તેવા કરદાતાઓએ ફરજિયાત ના હોય તેમ છતાં આ વાર્ષિક રિટર્ન ભરી આપવું જોઈએ. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.