કંપોઝીશન કરદાતાઓ માટે CMP-08 તથા GSTR 4 ની મુદતમાં વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

CMP 08 ની મુદત 31 જુલાઇ સુધી તથા GSTR 4 ભરવાની મુદત 28 જુલાઇ સુધી વધારવામાં આવી

તા. 06.07.2022: જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતાએ ભરવાના થતાં એપ્રિલ થી જૂનના ત્રિમાસ માટે સેલ્ફ એસેસમેંટ રિટર્ન કમ ટેક્સ ચલણના ફોર્મ CMP 08 ભરવાની મુદત 18 જુલાઇથી વધારી 31 જુલાઇ કરી આપવામાં આવી છે. આ અંગે 05 જુલાઇ 2022 ના રોજ મોડી રાત્રે નોટિફિકેશન 11/2022 બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત કંપોઝીશન કરદાતાઓએ નાણાકીય વર્ષ 2021-22 માટે ભરવાના થતાં વાર્ષિક રિટર્ન GSTR 4 માટેની મુદતમાં 28 જુલાઇ સુધી વધારી આપવામાં આવી છે. આ અંગે 05.07.2022 ના રોજ નોટિફિકેશન 12/2022 બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે કંપોઝીશન કરદાતાઓ પૈકી ઘણા કરદાતાઓ “નેગેટિવ કેશ લેજર” ની મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ બાબતે GST કાઉન્સીલ દ્વારા GSTN ને પ્રશ્ન ત્વરિત ઉકેલવા 47 મી મિટિંગમાં તાકીદ કરવામાં આવેલ છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે CMP 08 તથા GSTR 4 માં કરવામાં આવેલ વધારો આ મુશ્કેલીને ધ્યાને લઈ કરવામાં આવ્યો છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!