જી.એસ.ટી. કાઉન્સીલની 43 મિટિંગની ભલામણો બાબતે બહાર પાડવામાં આવ્યા નોટિફિકેશન. જાણો શું રાહતો આપવામાં આવી છે વેપારીઓને…
જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગમાં આપેલ ભલામણો અમલી બનાવવા બાબતે 01 જૂન 2021ના રોજ બહાર પાડવામાં આવ્યા નોટિફિકેશન:
તા. 02.06.2021: જી.એસ.ટી. કાઉન્સીલની 43 મિટિંગની ભલામણોને અમલી બનાવવા બાબતે 01 જૂન 2021 ના રોજ મોડી રાત્રે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ નોટિફિકેશન અંગે સરળ ભાષામાં સમજૂતી આપવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.
નોટિફિકેશન 17/2021, તા. 01.06.2021:
- મે મહિનાના GSTR 1 ભરવાની મુદત પછીના મહિનાની 26 તારીખ એટલેકે 26 જૂન 2021 સુધી વધારવામાં આવેલ છે.
નોટિફિકેશન 18/2021, તા. 01.06.2021:
માર્ચ, એપ્રિલ અને મે મહિના માટે અગાઉના વર્ષમાં 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે:
- ટેક્સ ભરવાના ડ્યુ ડેઇટના 15 દિવસ સુધી કોઈ વ્યાજ લાગશે નહીં.
- ત્યારબાદ માર્ચ મહિનાના રિટર્ન માટે 45 દિવસ સુધી, એપ્રિલ મહિનામાં 30 દિવસ સુધી અને મે મહિનામાં 15 દિવસ સુધી 9% ના ઘટાડેલા દરે વ્યાજ ભરવા પાત્ર બનશે,
- કંપોઝીશન કરદાતાઑ માટેના જાન્યુઆરીથી માર્ચ સુધીના ક્વાટરના CMP-08 ફોર્મ માટે પ્રથમ 15 દિવસ કોઈ વ્યાજ લાગશે નહીં અને ત્યારબાદ 45 દિવસ સુધી 9% ના ઘટાડેલા દરે વ્યાજ લાગુ પડશે.
- મે મહિનાના PMT 06 ભરવામાં પ્રથમ 15 દિવસ સુધી કોઈ વ્યાજ લાગશે નહીં. ત્યાર બાદ 15 દિવસ સુધી 9% ઘટાડેલા દરે વ્યાજ લાગશે.
માર્ચ, એપ્રિલ અને મે મહિનાના માટે અગાઉના વર્ષમાં 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે:
- ડ્યુ ડેઇટના 15 દિવસ સુધી મે મહિના માટે ટેક્સ ભરવાં માટે લાગતા વ્યાજનો દર 9% રહેશે.
- ત્યાર બાદ 18%નો સામાન્ય વ્યાજ દર લાગુ પડશે.
નોટિફિકેશન 19/2021, તા. 01.06.2021:
- 5 કરોડથી વધુ ટર્નઓવર હોય તેવા કરદાતા માટે માર્ચ, એપ્રિલ તથા મે 2021 માટે જે તે મહિનાના રિટર્ન ભરવાની ડ્યુ ડેઇટથી 15 દિવસ સુધી લેઇટ ફી માફ કરવામાં આવી.
- 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જે તે મહિનાની ડ્યુ ડેઇટથી માર્ચ મહિના માટે 60 દિવસ, એપ્રિલ મહિના માટે 45 દિવસ અને મે મહિના માટે 30 દિવસ માટે લેઇટ ફી માફ કરવામાં આવી છે.
- જાન્યુઆરી થી માર્ચ ત્રિમાસિક રિટર્ન ભરવા જવાબદાર કરદાતાઓ માટે ત્રિમાંસિક રિટર્નની મુદતથી 60 દિવસ સુધી લેઇટ ફી માફ કરવામાં આવી છે.
- જુલાઇ 2017 થી એપ્રિલ 2021 સુધીના બાકી GSTR 3B રિટર્ન ભરવા માટેની લેઇટ ફી 500 રૂ CGST ની મહત્તમ મર્યાદામાં લગાડવામાં આવશે.
- જુલાઇ 2017 થી એપ્રિલ 2021 સુધીના બાકી GSTR 3B જેમાં CGST ની કોઈ રકમ ભરવાપાત્ર ના હોય તેવા કિસ્સામાં CGST ની મહત્તમ લેઇટ ફી 250 ની મહત્તમ મર્યાદામાં લગાડવામાં આવશે.
- ઉપરોક્ત બન્ને કિસ્સાઑમાં આ બાકી રિટર્ન 01 જૂન 2021 થી 31 ઓગસ્ટ 2021 સુધી ભરી આપવાના રહેશે.
- જૂન 2021 થી GSTR 3B મોડા ભરવાથી લાગતી લેઇટ ફી, જે કિસ્સામાં CGST ભરવાની જવાબદારી નથી તેમાં CGST હેઠળ મહત્તમ 250 રૂ ની લેઇટ ફી લાગુ પડશે.
- 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા અને ઉપરના મુદ્દામાં ના આવતા કરદાતાઓ ને જૂન 2021 થી GSTR 3B મોડા ભરવાથી લગતી લેઇટ ફી CGST હેઠળ મહત્તમ 1000 લાગુ પડશે.
- 1.5 કરોડ થી 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ ને જૂન 2021 થી GSTR 3B મોડા ભરવાથી લગતી લેઇટ ફી CGST હેઠળ મહત્તમ 2500 લાગુ પડશે. આ કરદાતાઑમાં પણ જેમના રિટર્નમાં CGST ભરવાપાત્ર ના હોય તેવા કિસ્સામાં મહત્તમ લેઇટ ફી 250 લાગુ પડશે.
નોટિફિકેશન 20/2021, તા. 01.06.2021:
- જૂન 2021 થી GSTR 1 મોડા ભરવાથી લાગતી લેઇટ ફી, જે કિસ્સામાં CGST ભરવાની જવાબદારી નથી તેમાં CGST હેઠળ મહત્તમ 250 રૂ ની લેઇટ ફી લાગુ પડશે.
- 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા અને ઉપરના મુદ્દામાં ના આવતા કરદાતાઓ ને જૂન 2021 થી GSTR 1 મોડા ભરવાથી લાગતી લેઇટ ફી CGST હેઠળ મહત્તમ 1000 લાગુ પડશે.
- 1.5 કરોડ ઉપરનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ ને જૂન 2021 થી GSTR 1 મોડા ભરવાથી લાગતી લેઇટ ફી CGST હેઠળ મહત્તમ 2500 લાગુ પડશે. આ કરદાતાઑમાં પણ જેમના રિટર્નમાં CGST ભરવાપાત્ર ના હોય તેવા કિસ્સામાં મહત્તમ લેઇટ ફી 250 લાગુ પડશે.
(ઉલ્લેખનિય છે કે હાલ સિસ્ટમ દ્વારા GSTR 1 મોડુ ભરવા કોઈ લેઇટ ફી લેવામાં આવતી ના હતી)
નોટિફિકેશન 21/2021, તા. 01.06.2021:
- નાણાકીય વર્ષ 2021-22 થી GSTR 4 મોડા ભરવાથી લાગતી લેઇટ ફી જે કિસ્સામાં CGST ભરવાપાત્ર NIL હોય તેવા કિસ્સામાં CGST હેઠળ મહત્તમ 250 લાગુ પડશે.
- અન્ય કિસ્સામાં આ લેઇટ ફી CGST હેઠળ મહત્તમ 1000 લાગુ પડશે.
નોટિફિકેશન 22/2021, તા. 01.06.2021:
- જૂન 2021 થી TDS ના રિટર્ન ભરવા જવાબદાર કરદાતાઑ GSTR 7 મોડુ ભરે તો મહતમ લેઇટ ફી CGST હેઠળ 1000 ની લાગુ પડશે.
નોટિફિકેશન 23/2021, તા. 01.06.2021:
- ઇ ઇંવોઇસ બનાવવામાંથી સરકારી સંસ્થા તથા મ્યુનિસિપલ કોર્પોરેશન, નગર પાલિકા જેવી સ્થાનિક સત્તાધીકારની સંસ્થાઑને મુક્તિ આપવામાં આવી છે.
નોટિફિકેશન 24/2021, તા. 01.06.2021:
- Covid 19 ના કારણે નોટિસનો જવાબ આપવો, કોઈ કાર્યવાહીમાં ઉપસ્થિત થવું, કોઈ કાર્યવાહી હેઠળ આદેશ કરવા જેવા કામ કરવા માટે ની મુદત જે કિસ્સામાં 15 એપ્રિલ થી 29 જૂન 2021 વચ્ચે હતી તેને વધારી હવે 30 જૂન કરી આપવામાં આવી છે.
નોટિફિકેશન 25/2021, તા. 01.06.2021:
- નાણાકીય વર્ષ 2020-21 ના GSTR-4 ભરવાની મુદત 31 મે થી વધારી 31 જુલાઇ કરી આપવામાં આવી છે.
નોટિફિકેશન 26/2021, તા. 01.06.2021:
- જોબ વર્ક માટેના ફોર્મ ITC 04 ના માર્ચ 2021 એ પૂરા થતાં ટેક્સ પિરિયડના ફોર્મ ભરવાની મુદત 31 મે થી વધારી 30 જૂન કરી આપવામાં આવી છે.
નોટિફિકેશન 27/2021, તા. 01.06.2021:
- કંપની કરદાતાઑ માટે DSC ના સ્થાને EVC દ્વારા વેરિફિકેશન કરવાની મુદત 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવેલ છે.
- ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો નિયમન કરતાં નિયમ 36(4) હેઠળ ની ગણતરી એપ્રિલ, મે અને જૂન એમ ત્રણે મહિનાની સાથે ગણવાની રહેશે.
- મે મહિનાના IFF ની મુદત 28 જૂન સુધી વધારવામાં આવી છે.
આ નોટિફિકેશનો સાથે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન એ ઇન્ટિગ્રેટેડ ટેક્સ અને કેન્દ્ર શાશિત પ્રદેશને લગતા નોટિફિકેશન છે જે ઉપરોક્ત સુધારાઓ અંગે જ બહાર પાડવામાં આવ્યા છે.
જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણો બાદ હવે આ નોટિફિકેશન સમયસર આવતા આ ભલામણો લાગુ થઈ ગઈ ગણાશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.