કરવેરા સલાહકારો ખ્યાતનામ NGO તથા પોલીસ ડિપાર્ટમેંટ આવ્યા તાઉ-તે વવાઝૉડાના અસરગ્રસ્તોને વહારે…

Spread the love
Reading Time: 2 minutes

“તાઉ-તે” અસરગ્રસ્તોને જરૂરી સૂકા રાશનની 1200 કીટની વહેચણી કરવામાં આવી. સામાજિક સંસ્થા શ્રી રામચંદ્ર મિશન એન્ડ હાર્ટફૂલનેશ ઇન્સ્ટીટ્યુટ તથા ગુજરાત પોલીસની પ્રશંશનિય કામગીરી

ઉના: તા. 01.06.2021:

સેવાકીય ક્ષેત્રે ખૂબ સારી નામના ધરાવતી શ્રી રામચંદ્ર મિશન અને હાર્ટફૂલનેશ ઈન્સ્ટિટ્યૂટ્ દ્વારા વર્ષોથી દેશ દુનિયાના કરોડો લેકોને તદન નિશુલ્ક રીતે ધ્યાન શિખડાવવાની સાથે સાથે ખાનગી રાહે સમાજને ઉપયોગી ફરજો નિભાવાઈ રહી છે અને દરેક કુદરતી આપદાઓમાં સંસ્થા અસરગ્રસ્તોની વહારે પ્રજા સાથે ઊભી હોય છે. ઉના પંથકમાં આવેલ શક્તિશાળી તાઉ-તે વાવાઝોડાના અસરગ્રસ્ત ભાઈ બહેનોને શ્રી રામચંદ્ર મિશન અને હાર્ટફુલનેશ ઇન્સ્ટીટ્યુટ્સના ગુજરાતના કેન્દ્રોના સભ્યો દ્વારા સૂકા રાશનની 1200 કીટની વહેચણી કરી આશરે 7000 કરતાં વધુ લોકોને સ્પર્શવા પ્રયત્ન કરવામાં આવેલ છે. આ કીટમાં આશરે ૧૫ કિલોનુ સુકુ રાશન પોલીથીન બેગમાં પેક કરી ઉના તથા ગીર ગઢડા તાલુકાઓના અસરગ્રસ્તોની સહાય અર્થે કાર્યરત ગુજરાત પોલિસ દળના સહાયથી સોશિયલ ડીસ્ટન્સ  સાથે તમામ COVID-19ની SOP નું પાલન કરી વહેચણી કરવામાં આવી હતી. આ કીટ જામનગર ગ્રેઇન માર્કેટના જથ્થાબંધ વેપારી શ્રી મનોજ અમલાનીના પ્રોત્સાહનથી નહી નફો – નહી નુકશાનની ધોરણે બનાવવામાં આવેલ હતી જેમાં અઢી કિલો ખીચડી, ૫ કિલો ઘઉનો લોટ,૧ કિલો ગોળ, મીઠું અને ડુંગળી, અટધો કિલો ખાંડ, ૨ કિલો બટેટા, ૧ પેકેટ મીણબત્તી અને બાકસ, ૨ પેકેટ બિસ્કીટ પેકેટ, અડધો લીટર તેલ, ૧૦૦ ગ્રામ મરચું, હળદર, ધાણાજીરુ અને ચા જેવી રોજિંદી કામ આવતા રાશન આપવામાં આવી હતી. છે તેવી જ રીતે રાજકોટના ટેક્ષ એડવોકેટ શ્રી હરેન પોપટ અને શ્રી પૌરવ પોપટ દ્વારા આ તકે બાળકો માટે નમકીનના અને રેડી ટુ ઈટ ફૂડના 1200 – 1200 પેકેટો પણ ખાસ આપવામાં આવેલ હતા. આ કીટમાં ગુણવતા અને પેકીંગની જવાબદારી જામનગર ખાતે રહેતા હાર્ટફુલનેશ સંસ્થાના અધિકૃત ધ્યાન પ્રશિક્ષક અને કરવેરા સલાહકાર એડવોકેટ અક્ષત વ્યાસ તથા એડવોકેટ જયેશ કાનાણી દ્વારા ઉઠાવવામાં આવેલ હતી. આ રાશનકીટો જામનગર પોલિસ દ્વારા ASP પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ PI તપન જાની, PSI ડી. પી. ઝાલાની ટીમ દ્વારા  જામનગરથી ઉના ખાતે સ્થળાંતરીત કરવામાં આવેલ હતી. તેવી જ રીતે, આ કીટોની વિતરણ માટે ઉના તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં જામનગરથી શ્રી અક્ષત વ્યાસ, શ્રી જયેશ કાનાણી, શ્રી ભાસ્કર વાડોદરીયા તથા રાજકોટથી એડવોકેટ પૌરવ પોપટ અને ઉનાથી એડવોકેટ ભવ્ય પોપટ ગુજરાત પોલિસ જળ સાથે જોડાયેલ હતા.

આ કીટો વહેલી તકે અને જરુરીયાતમંદોને પહોંચે તે માટે ગુજરાત પોલિસ દળમાંથી DGP શ્રી આશિષ ભાટીયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ SP શ્રી જશાણી સાહેબની દેખરેખ હેઠળ જામનગરના ASP શ્રી પાંડે, જેતપુરના ASP શ્રી બાગમાર સાહેબ, ગાંધીનગરથી ઉના ખાતે હાલ વાવાઝોડા અસરગ્રસ્તોને સહાયરુપ થવા નિયુક્ત થયેલ ASP શ્રી અભય સોની, ગીર સોમનાથ જિલ્લાના ASP ઓમ પ્રકાશની સાથે PI ચૌધરી સાહેબ, PI જાડેજા સાહેબ, PI જાની સાહેબ તથા PI પરમાર સાહેબ તથા તેઓના સ્ટાફે તમામ જહેમત ઉઠાવેલ છે.

ગુજરાત પોલીસ દળ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જવાબદાર ભૂમિકાઓ ભજવે છે એવામાં વાવાઝોડા અસરગ્રસ્તોને અનાજ પહોચાડવાના આ કાર્ય કરી પોલીસે જનતાની નજીક જવાનો સફળ પ્રયાસ કરેલ છે. પોલીસ ખાતાનો આ માનવીય ચહેરો જોઈ અસરગ્રસ્તો ઉપર તેની ઊંડી સકારાત્મક છાપ પડી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સમગ્ર કાર્યમાં કરવેરા સલાહકારોએ પણ ખૂબ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. જામનગરના અગ્રણી ટેક્સ એડવોકેટ અક્ષત વ્યાસની એક ટહેલ પર મોટી રકમનું દાન માત્ર 1 દિવસના ટૂંકા ગાળામાં ઊભું થઈ શક્યું હતું. કુદરતે જ્યારે ઉના પંથકમાં કહેર વરસાવ્યો છે ત્યારે દાતાઓની આ માનવતાએ અસરગ્રસ્તોના મનમાં ઊંડી માનવતાની છાપ છોડી છે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!