આવી ગઈ છે GST હેઠળ ના જુના રિટર્ન “લેઇટ ફી” વગર ભરવાની તક !!! પણ ઈન્પુટ ક્રેડિટનું શું??? શું છે આ યોજનાની સૌથી મોટી ક્ષતિ વાંચો આ વિશેષ લેખમાં

Spread the love
Reading Time: 4 minutes

 

 

 

~ભાર્ગવ ગણાત્રા ( C.A. સ્ટુડન્ટ )

જી.એસ.ટી. હેઠળ મોડા રિટર્ન ભરવાની લેઇટ ફી તો માફ કરવામાં આવી પણ જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) મુજબ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવી કરદાતા માટે નથી શક્ય!! 

સૌ પ્રથમ મિત્રો આપણે જાણીએ છીએ તે રીતે ૨૮ મે , ૨૦૨૧ ના રોજ (અંદાજીત ૬ મહિના બાદ) GST અંતર્ગત મહત્વ ના નિણૅય લેવા માટે ૪૩ મી GST Council ની બેઠક મળી હતી. આ બેઠકની અંદર જુના એટલે કે જુલાઈ ૨૦૧૭ થી એપ્રિલ ૨૦૨૧ સુધીમા ભરવાના થતા અને બાકી રહી ગયેલા GSTR 3B માટે એમ્નેસ્ટી સ્કીમ (માફી યોજના) ની જાહેરાત કરવામા આવી છે.

એમનેસટી સ્કીમ હેઠળ બાકી રહી ગયેલા જુના રીટનૅ માટે નીચે મુજબ ની રાહતો આપવામા આવેલી છે.

● જે તે સમય ( મહિના ) માટે બાકી રહી ગયેલા GSTR 3B ની અંદર જો કોઈ કર જવાબદારી ના હોય તો તે સમય ( મહિના) માટેના GSTR 3B ની મહતમ લેઈટ ફી ૫૦૦/- રુપિયા રાખવામા આવેલી છે . જેમા ૨૫૦/- રુપિયા CGST અને ૨૫૦/- રુપિયા SGST હશે.

● જે તે સમય ( મહિના ) માટે બાકી રહી ગયેલા GSTR 3B ની અંદર જો કોઈ કર જવાબદારી હોય તો તે સમય ( મહિના ) માટેના GSTR 3B ની મહતમ લેઈટ ફી ૧૦૦૦/- રુપિયા રાખવામા આવેલી છે. જેમા ૫૦૦/- રુપિયા CGST અને ૫૦૦/- રુપિયા SGST હશે.

અહી એક વાત યાદ રાખવી ખાસ જરૂરી છે કે આ આ એમ્નેસ્ટી સ્કીમનો લાભ કરદાતા એ જ શરતે મેળવી શકશે કે જો આ બાકી રહી ગયેલા રીટનૅ ૧ જુન ૨૦૨૧ થી લઈ ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમા ભરવામા આવે.

એમ્નેસ્ટી સ્કીમમાં વિધ્નરુપ બનતી CGST/SGST એકટની કલમ ૧૬(૪)…..:-

મિત્રો આપણે ઉપર જોયુ તે રીતે GST Council દ્વારા જાહેર કરવામા આવેલી એમ્નેસ્ટી સ્કીમ જુના GSTR 3B ભરવામા ખુબ મદદગાર નીવડી શકે તેમ છે .

પરંતુ, અમુક કિસ્સામાં CGST એક્ટ ની કલમ ૧૬(૪) વિધ્નરુપ પણ જણાઈ રહી છે. તો ચાલો જાણીએ શુ છે આ CGST એક્ટની કલમ ૧૬(૪) …

” A registered person shall not be entitled to take input tax credit in
respect of any invoice or debit note for supply of goods or services or both after the due date of furnishing of the return under section 39 for the month of September following the end of financial year to which such invoice or invoice relating to such debit note pertains or furnishing of the relevant annual return, whichever is earlier. “

અહી ઉપર દર્શાવેલ કલમને સરળ ભાષામા કહુ તો કહેવાય કે GST હેઠળ નોંધણી ધરાવતા કરદાતાઓ જે – તે નાણાકીય વષૅ માટે પોતે ખરીદેલા માલની ITC લેવા ઈચ્છતા હોય તો તે માટે નીચે મુજબ ની સમય અવધિ રહેલ છે.

જે – તે નાણાકીય વર્ષ પછી આવતા સપટેમ્બર મહિનાના GSTR 3B ભરવાની તારીખ અથવા જે – તે નાણાકીય વષૅ માટેનુ Annual Return ભરો તે તારીખ બે માથી પહેલા જે હોય તે.

અહી મિત્રો વાત નોંધવાની એ છે કે આ GST એમ્નેસ્ટી સ્કીમ માટે આ કલમ ૧૬(૪) માટે કોઈ રાહત આપવામા આવેલી નથી.

એમ્નેસ્ટી સ્કીમ અને કલમ ૧૬(૪) બાબતે વાત કરતાં CA એસોસીએશન અમદાવાદના પ્રમુખ અને ટેકસ ટુડે એક્સપર્ટ  CA મોનિશભાઈ શાહના જણાવે છે કે ‘આ સ્કીમ હેઠળ જુલાઈ ૨૦૧૭ થી જુના રીટનૅ ભરવા માટેની યોજના આપવામા આવેલ છે . પરંતુ , મોડા રીટનૅ ફાઈલ કરનાર પર લટકતી તલવાર એમને એમ જ છે. આ સાથે પોતાના ભુતકાળ ના અનુભવની વાત કરતા તેઓ જણાવે છે કે આ અગાઉ પણ જુના રીટનૅ મા સરકાર દ્વારા એ આ પ્રકારની સ્કીમ કલમ ૧૬(૪) માં કોઈ પણ રાહત વગર આપેલી હતી અને પરિણામે કરદાતાઓ ને નોટિસ નો સામનો કરવો પડી રહ્યો છે . આ કારણોસર જો આ સ્કીમ હેઠળ ૧૬(૪) મા રાહત આપવામા નહી આવે તો કરદાતાઓ માટે આ લટકતી તલવાર સમાન જ રહેશે.” આ સાથે તેઓ સરકાર શ્રી ને વિનંતી કરતા જણાવે છે કે જો સરકારે આ સ્કીમ ને વધુ લાભદાયી બનાવવી હોય તો સમય સૂચકતા દાખવીને ૧૬(૪) મા રાહત આપવી જોઈએ.

એમ્નેસ્ટી સ્કીમ અને કલમ ૧૬(૪) અંગે વાત કરતાં જેતપુરના જાણીતા ટેક્સ એડવોકેટ અને ટેક્સ ટુડે એકસ્પટૅ એડવોકેટ લલિતભાઈ ગણાત્રા જણાવે છે કે “એમ્નેસ્ટી સ્કીમની જાહેરાત વર્ષમાં એકાદ વખતની કાઉન્સીલની મીટીંગમાં તો થાય જ છે પંરંતુ આ જાહેરાત સાથે કાઉન્સીલ 16(4) માં કોઈ રાહત આપતી નથી. આ એવા વેપારીઓ માટે ખુબ મોટો પ્રશ્ન ઉપસ્થિત કરી જાય છે કે જેના થી તેની જુના વર્ષો ની આઉટવર્ડ પર ટેક્ષ તો ભરાય જાય છે પણ તેણે આખા વર્ષ માં ક્લેઈમ કરેલ ITC નો પ્રશ્ન ઉભો થાય છે જે ધંધો બંધ કરાવી દે તે હદ સુધીનું નુકશાની નું ભારણ આપી શકે છે. આ બાબતે કાઉન્સીલે વખતો વખત આપેલ એમ્નેસ્ટીની સ્કીમ માં સુધારો કરી 16(4) ની ITC માં ખાસ રાહત જાહેર કરવી જોઈએ એટલે કે સ્કીમ મુજબ રીટર્ન સમયસર ભર્યા છે તેવું માની ને 16(4) નો લાભ મળશે તેવી જાહેરાત આવી એમ્નેસ્ટી સ્કીમ માં કરવી જોઈએ”

આ અંગે વધુમાં વાત કરતાં પોરબંદરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ ટુડે એક્સપર્ટ CA દિવ્યેશ સોઢા જણાવે છે કે સરકાર દ્વારા માફી યોજના તો જાહેર કરી આપી છે જે જેમાં જૂના રિટર્ન ભરવાં માટેની લેઇટ ફી ઓછી કરવામાં આવી છે પરંતુ આ યોજનામાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે વ્યાવહારિક પ્રશ્નો ઊભા થશે તેમ લાગી રહ્યું છે. આ માટેનું કારણ એ છે કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માંગવાની સમય મર્યાદા જી.એસ.ટી. કાયદાની કલમ 16(4)માં સૂચવવામાં આવી છે. આ મર્યાદા નાણાકીય વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 માટે પૂર્ણ થઈ ગઈ છે. આવા કરદાતા જો અત્યારે રિટર્ન ભરે તો તેમણે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં અને તેમણે પોતાનો તમામ ટેક્સ રોકડમાં ભરવો પડે જે વ્યાવહારિક નથી. કોરોના કાળમાં આ પ્રકારે જો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપવામાં ના આવે તો અનેક ધંધાઓને મોટું નુકસાન જશે તેમ માનવમાં આવી રહ્યું છે. આ રાહતકારક યોજનાનો ખરો લાભ આપવાનો ઇરાદો હોય તો સરકાર દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 172 હેઠળની સત્તાનો ઉપયોગ કરી “રીમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર” બહાર પાડવો જરૂરી છે.

ભલે જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગમાં જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ કોઈ ચર્ચા કે જાહેરાત કરવામાં આવી નથી પરંતુ CBIC પાસે જી.એસ.ટી. કાયદાની કલમ 172 હેઠળ “રીમુવલ ઓફ ડિફિકલ્ટી” આદેશ પસાર કરવાની સત્તા છે. આ આદેશ આ યોજના હેઠળ ભરતા રિટર્ન બાબતે રાહત આપવા પસાર કરવો અનિવાર્ય છે. જો આમ નહીં કરવામાં આવે તો કરદાતાઓ “ઉલમાંથી નીકળી ચૂલમાં પડે” તો નવાઈ નહીં!!

અલબત, નાણાકીય વષૅ ૨૦૨૦-૨૧ પહેલા ના GSTR 3B માટે આ કલમ ૧૬(૪) ની અવધિ પુરી થયેલ હોવાથી આ સ્કીમનો લાભ મર્યાદિત થઈ ગયેલો હોય તેવુ લાગી રહયુ છે. જો કે નાણાકીય વષૅ ૨૦૨૦-૨૧ ના જ GSTR 3B રીટનૅ ભરવાના બાકી હોય તે કરદાતાઓ માટે આ સ્કીમ એક સોનેરી તક છે.

જી.એસ.ટી. કલમ 16(4) માં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની સમય મર્યાદા વગર આ પ્રકારની એમ્નેસ્ટી સ્કીમએ “blessing in disguise” ના સ્થાને “disguise in blessing” સાબિત થાય તો નવાઈ નહીં ગણાય!! જરૂર છે જી.એસ.ટી. કાઉન્સીલનું આ બાબતે ધ્યાન દોરવાની. આ બાબતે CBIC અથવા યોગ્ય સત્તાધિકારી દ્વારા ખુલાસો બહાર પાડવામાં આવે તેવી આશા કરદાતા સેવી રહ્યા છે.

error: Content is protected !!