સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)31st May 2021

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

જી.એસ.ટી

  1. હું જી.એસ.ટી. હેઠળ રેગ્યુલર સ્કીમમાં છું. શું હું કંપોઝીશન (ઉચ્ચક વેરા) વાળા કરદાતા પાસેથી ખરીદી કરી શકું છું? જો હા તો કેવી રીતે મારી ટેક્સ ની જવાબદારી આવે?                                                                                                                                  અનુકૂલ જોશી, કાથલ, વેપારી

જવાબ: હા, તમે રેગ્યુલર વેપારી તરીકે કંપોઝીશન (ઉચ્ચક વેરા) વાળા કરદાતા પાસેથી ખરીદી કરી શકો છો. આ ખરીદી ઉપર વેચનારે વેરો અલગથી ઉઘરાવેલ ના હોય તમે ક્રેડિટ લઈ શકો નહીં. તમારે આ માલ વેચાણમાં જે ટેક્સ ભરવાપાત્ર બને તે ઈન્પુટ ટ્રેક્સ ક્રેડિટ વગર ભરી આપવો પડે.  

 

  1. અમારા અસીલ કાપડ ખરીદી કરી તેમાં એમ્રોડરી વર્ક કરાવે છે. ત્યારબાદ તેના ઉપર સિલાય કરાવી ચણિયા ચોળી બનાવે છે. ત્યારબાદ ચણિયા ચોળીનું વેચાણ ત્રણ પીસ માં કરે છે. આ વેચાણનો 6 ડીજીટનો HSN કોડ જણાવવા વિનંતી.                                                                                                                                                                                                                                                   ધર્મેશ જરીવાલ, ટેક્સ કન્સલ્ટન્ટ 

જવાબ: આ પ્રકારના સીવવામાં આવેલ ચણિયા ચોળીનો 6 ડીજીટનો HSN કોડ 610429 આવે તેવો અમારો મત છે. 

 

  1. અમારા અસીલનું ટર્નઓવર 5 કરોડથી નીચું છે. તેઓ માસિક GSTR 1 ભરે છે. શું આ GSTR 1 માં માત્ર B2B ના HSN દર્શાવવાના રહે કે B2C ના HSN પણ સાથે દર્શાવવા પડે?                                                                                                                                                 હિત લીંબાણિ  

જવાબ: GSTR 1 માં માત્ર HSN કોડને લગતા કૉલમમાં ફેરફાર થયા છે. B2B તથા B2C માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. HSN કોડના કૉલમમાં જે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે તે જોઈ અમારો મત એ છે કે તમારા અસિલે B2b અને B2Cs ની પહેલા જે રીતે સાથે વિગતો આપવામાં આવતી હતી તેવી રીતેજ હવે પણ વિગતો આપવાની રહેશે.

:ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરાવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકોના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નોના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!