સેન્ટરલ જી.એસ.ટી. ચલાવશે રિવોકેશન અરજી નિકાલ માટે ખાસ ઝુંબેશ. સ્ટેટ જી.એસ.ટી. પણ આ પ્રકારે પગલાં લે તેવી ઉઠી રહી છે માંગ!!

Spread the love
Reading Time: < 1 minute

04 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી CGST ઓફિસોમાં પડતર રિવોકેશનની અરજીઓનો કરવામાં આવશે નિકાલ

તા. 03.10.2021: સેન્ટરલ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આગામી 04 ઓક્ટોબરથી 08 ઓક્ટોબર સુધી જી.એસ.ટી. હેઠળ જે કરદાતાઑના નોંધણી દાખલા રદ થયા હોય અને જેમણે રિવોકેશન અરજી ફાઇલ કરેલ હોય તેમના નિકાલ માટે એક ખાસ મુહિમ ચલાવવા નિર્ણય કર્યો છે. આ સમય ગાળામાં 31 ઓગસ્ટ સુધી કરવામાં આવેલ તમામ રિવોકેશન અરજીનો યોગ્ય નિકાલ કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. આ પ્રેસ રીલીઝમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ અરજી અંગેનો નિર્ણય જે તે અધિકારી કેસના ગુણ દોષ જોઈ લેવાનો રહેશે. જે કરદાતાઓની રિવોકેશન અરજી પડતર હોય તેઓ સવારે 09:30 થી સાંજે 6:00 કલાક સુધીમાં અધિકારીને આ અંગે વિગતો સાથે મળી પણ શકે છે અને આ અંગે ફરિયાદ કરી શકે છે. જો કરદાતાની ફરિયાદનો અધિકારી દ્વારા યોગ્ય રીતે સમાધાન ના કરવામાં આવે તો તેઓ ક્ષેત્રાધિકાર ધરાવતા જોઇન્ટ કમિશ્નરને ઇ મેઈલ દ્વારા ફરિયાદ કરી શકે છે તે અંગે પણ 30 સપ્ટેમ્બરની પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે.

સેન્ટરલ જી.એસ.ટી. ની જેમ સ્ટેટ જી.એસ.ટી. માં પણ આ પ્રકારે અનેક રિવોકેશન અરજી પડતર હોવાની માહિતી મળી રહી છે. પોતે અરજી કર્યાના 3-3 મહિના સુધી આ અરજીનો નિકાલ કરવામાં આવતો નથી હોતા તે અંગેની ફરિયાદ સતત મળી રહી છે. સામાન્ય રીતે 30 દિવસમાં આ રિવોકેશનની અરજી અંગે નિર્ણય લેવાનો રહેતો હોય છે. પરંતુ અગમ્ય કારણોસર આ પ્રકારની અરજીઓ અંગે નિર્ણય લેવામાં ખૂબ વધુ સમય લગાડવામાં આવતો હોવાના સમાચાર જમીની સ્તરે મળી રહ્યા છે. હવે જ્યારે સેન્ટરલ જી.એસ.ટી. હેઠળ આ પ્રકારે મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે રાજ્ય જી.એસ.ટી. પણ આ પ્રકારે ઝુંબેશ તુરંત જ હાથ ધરે તેવી માંગ કરદાતાઓ તથા કર વ્યવસાયીઓમાં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108