બેન્કના સમયમાં કરવામાં આવ્યો છે મહત્વનો ફેરફાર… જે જાણવો છે તમારે જરૂરી

Spread the love
Reading Time: < 1 minute [speaker]

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાંની બેન્કની તમામ બ્રાન્ચ માટે 21.04.21 થી 30.04.21 સુધી ગ્રાહકો માટેનો સમય સવારે 10 થી બપોરે 2 સુધી નિર્ધારિત કરવામાં આવ્યો

તા. 21.04.2021: RBI ના ઉચ્ચ અધિકારીઑ, મોટી સરકારી તથા ખાનગી બેન્કોના ઉચ્ચ અધિકારીઓની બનેલી “સ્ટેટ લેવલ બેંકિંગ કમિટી” (SLBC) દ્વારા ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા એક મહત્વની મિટિંગ કરી હતી. તેઓ દ્વારા કરવામાં આવેલ સૂચનો પરથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની તમામ બેન્ક બ્રાંચો માટે નીચે મુજબના નિયમો 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલી બનાવ્યા છે.

  • ગ્રાહકો માટે બૅન્કોનો સમય સવારે 10 કલાકથી 2 કલાક સુધી રહેશે.
  • બેન્ક માત્ર પોતાના ગ્રાહકોને માત્ર જરૂરી સેવાઓ (એસેનશિયલ સર્વિસ) જ આપશે. આ સેવાઓમાં રોકડ જમાની સેવાઓ, રોકડ ઉપાડની સેવાઓ, RTGS અને અન્ય નાણાં તબદીલની સેવાઓ, ચેક ક્લીયરન્સની સેવાઓ, સરકારી લેવડ દેવડની સેવાઓને ગણવાની રહેશે.
  •  આ સેવાઓ આપવામાં સિનિયર સીટીઝનને અગ્રિમતા આપવામાં આવશે.
  • બેન્ક સ્ટાફને 50% ની સંખ્યામાંજ બોલાવવાના રહશે. સ્ટાફને “અલ્ટરનેટ” દિવસે બોલાવવાના રહશે અને “વર્ક ફ્રોમ હોમ” માટે પ્રેરિત કરવાના રહશે.
  • ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા તથા સ્થાનિક પ્રશશન દ્વારા આપવામાં આવેલ Covid-19 ની માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

બેન્કના સમયમાં આવેલ આ ફેરફારોના કારણે લોકોએ પોતાના બેન્કના કામમાં જરૂરી ફેરફાર કરવા પડશે. આ ઉપરાંત ઈમરજન્સીના હોય તેવા બેન્કના કામો માટે જ બેન્કની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!