સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)19th April 2021

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

         19th April 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા અસિલે 2020-21 માં એક આઈસ પ્લાન્ટની ખરીદી કરેલ હતી. આ ખરીદીમાં બાંધકામની કોઈ ક્રેડિટ લીધેલ ના હતી. મશીનરીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી. હવે આ પ્લાન્ટમાં અમને સરકાર તરફથી સબસિડી મળેલ છે જે બાંધકામ તથા મશીનરી બન્ને માટે મળી છે. અમારો પ્રશ્ન એ છે કે બાંધકામ માટે મળેલ સબસિડીની રકમ ઉપર જી.એસ.ટી. ની કોઈ જવાબદારી આવે? કે સબસિડીની રકમ જેટલી રકમ મૂળ કિમત માથી ઘટાડવાની રહે?                                                                                                                                       નિલેષ લાખાણી, એકાઉન્ટન્ટ, કોડીનાર,

જવાબ: ના, બાંધકામ ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધેલ ના હોય તો સબસિડી મળે ત્યારે કોઈ રિવર્સલ ની જવાબદારી રહે નહીં. આ સબસિડીની રકમ બાંધકામની કુલ કિમતમાંથી બાદ કરવાની રહે. .

  1. અમારા અસીલ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવે છે. બધાજ દસ્તાવેજ કમ્પ્લિશન સર્ટિફિકેટ મળે પછીજ કરવામાં આવે તો જી.એસ.ટી. નોંધણી મેળવવાની જરૂરિયાત રહે?                                                                                                                                         CA ઇરફાન કડીવાર, રાજકોટ

જવાબ: બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના ધંધામાં માત્ર દસ્તાવેજ જ નહીં પરંતુ ખરીદનાર પાસેથી એડ્વાન્સ મેળવવામાં આવ્યા છે કે નહીં તે પણ ખાસ જોવું જરૂરી છે. જો એડ્વાન્સ રકમ ખરીદનાર પાસેથી લેવામાં આવી હોય તો દસ્તાવેજ કમ્પ્લિશન સર્ટિફિકેટ પછી થાય આમ છતાં જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે. પરંતુ એડ્વાન્સ લેવામાં આવ્યાજ ના હોય અને કમ્પલીશન સર્ટિફિકેટ મેળવ્યા પછી દસ્તાવેજ કરવામાં આવે તો આ વેચાણ એ સ્થાવર મિલકતનું વેચાણ ગણાય અને જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

  1. અમારા અસિલે જી.એસ.ટી. રિટર્ન સતત 6 મહિના સુધી ભર્યા ના હતા. આ કારણે તેમનો નંબર સુઓ મોટો કેન્સલ થઈ ગયો છે. આ કેન્સલેશન આદેશને પણ 90 દિવસમાં રિવોકેશન અરજી કરવામાં આવી નથી. હવે આ માટે શું વિકલ્પ રહે?                 વિજય પટેલ એડવોકેટ, મહેસાણા

જવાબ: સુઓ મોટો રદ્દનો આદેશ બાજે તેના 30 દિવસમાં રિવોકેશન અરજી ફાઇલ કરવાની રહે છે. ત્યાર બાદ માત્ર અપીલનો વિકલ્પ રહે છે.

  1. અમારા અસીલ હોસ્પિટલ છે. તેઓ ઇન પેશન્ટ ડિપાર્ટમેંટમાં પેશન્ટને દવા આપતા હોય છે. આ દવા પેશન્ટને આપ્યા સિવાય અન્ય કોઈ દવાનું વેચાણ કરતાં નથી. શું જી.એસ.ટી. નંબર લેવો જરૂરી બને?                                                                                   CA ઇરફાન કડીવાર, રાજકોટ

જવાબ: ઇન્ડોર પેશન્ટને દવા આપવી વેચાણ ના ગણાય. આ કારણે હોસ્પિટલે જી.એસ.ટી. નંબર લેવાની જરૂર રહે નહીં તેવો અમારો મત છે.

 

ઇન્કમ ટેક્સ

  1. અમે એક વાણિજયક મિલ્કતનું વેચાણ કરી રહ્યા છીએ. આ મિલ્કત વેચાણમાંથી અમોને મૂડી નફો થઈ રહ્યો છે. આ મિલ્કત સામે અમે નવી મિલ્કત ખરીદી અને ટેક્સ બચાવી શકીએ છીએ? કોઈ બોન્ડ ખરીદી આ ટેક્સ બચાવી શકાય છે?                                    અમરિશ કુમાર શાહ

જવાબ: ઇન્કમ ટેક્સ હેઠળ લાંબા ગાળાની કોઈ મિલ્કતનું વેચાણ કરી જે મૂડી નફો થાય તેની સામે નવું રહેણાક મકાન ખરીદી ટેક્સ બચાવી શકાય છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ માન્ય NHAI, RRB ના બોન્ડ ખરીદીને પણ ટેક્સ બચાવી શકાય છે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!
18108