વષૅ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના GSTR 2A અને GSTR 3B ના તફાવત ની સમસ્યા અને એ સમસ્યા નુ સમાધાન એટલે સકૅયુલર નંબર ૧૮૩ !
Reading Time: 3 minutes
By Bhargav Ganatra, Lawyer, Jetpur-Rajkot
આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ કહેલુ છે કે કોઈ પણ સમસ્યા પોતાના સમાધાન સાથે જન્મ લેતી હોય છે. તો એવુ જ કશુક થયુ છે GST ની અંદર પણ કે જે વષૅ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના GSTR 2A અને GSTR 3B ના ITC ના તફાવતની સમસ્યા છે એનુ સમાધાન GST ની પોલિસી વિન્ગે તા.૨૭ ડિસેમ્બર, ૨૦૨૨ ના સકૅયુલર નંબર ૧૮૩/૧૫/૨૦૨૨ મારફત આપ્યુ છે.
આ સકૅયુલર મુજબ નીચે દશૉવેલી અલગ અલગ સમસ્યા માટે એક ખાસ સમાધાન દશૉવતી પ્રક્રિયા ની શરતોને અનુસરવાની રહેશે.
૧) સપ્લાયરે પોતાનુ GSTR 3B ભરેલુ છે પરંતુ પોતાનુ GSTR 1 નથી ભરેલુ અને જેને લીધે રિસિપ્યન્ટ ના GSTR 2A ની અંદર તે ITC નથી
૨) સપ્લાયરે પોતાનુ GSTR 3B અને GSTR 1 બંને ભરેલુ છે પરંતુ પોતાના GSTR 1 ની અંદર રિસિપ્યન્ટ નુ વેચાણ બતાવવાનુ રહી ગયુ છે અને જેને લીધે રિસિપ્યન્ટના GSTR 2A ની અંદર તે ITC નથી
૩) સપ્લાયરે પોતાના GSTR 1 ની અંદર રિસિપ્યન્ટ ને કરેલા વેચાણ ને B2B વેચાણ મા દેખાડવાની જગ્યાએ B2C ની અંદર દેખાડેલુ છે અને જેને લીધે રિસિપ્યન્ટ ના GSTR 2A ની અંદર તે ITC નથી
૪) સપ્લાયરે પોતાનુ GSTR 1 અને GSTR 3B તો બરોબર ભયૃ છે પણ રિસિપ્યન્ટ ના GSTN ને બદલે બીજા કોઈ નો GSTN ટાકી દીધો છે જેને લીધે રિસિપ્યન્ટ ના GSTR 2A ની અંદર ITC નથી.
સમાધાન દશૉવતી પ્રક્રિયા ની શરતો નીચે મુજબ છે
● CGST એકટ ની કલમ ૧૬ મુજબ નીચે મુજબ ની શરતો નુ પાલન થયુ છે તે અંગેની ખાતરી દશૉવતી વીગતો હોવી જોઈએ
– રિસિપયન્ટ પાસે સપ્લાયરે એ આપેલ ટેકસ ઈન્વોઈસ અથવા ડેબિટ નોટ હોવી જોઈએ
– રિસિપયન્ટને ગુડસ , સરવિસ અથવા બંને મળી ગયેલા હોવા જોઈએ
– રિસિપયન્ટે સપ્લાયના બદલામા તે રકમની ચુકવણી કરેલી હોવી જોઈએ
● રિસિપયન્ટે આ ITC CGST એકટ ની કલમ ૧૭ , ૧૮ અને ૧૬(૪) ની શરતો નુ ઉલ્લંઘન કયૉ વગર લીધેલી હોવી જોઈએ.
● જો GSTR 2A અને GSTR 3B વચ્ચેની ITC નો તફાવત જો પાચ લાખ સુધી હોય તો સપ્લાયર નુ પ્રમાણ પત્ર હોવુ જોઈએ જેની અંદર લખેલુ હોય કે તેમણે ગુડસ અથવા સરવિસ આપેલી હતી અને તે ગુડસ અથવા સરવિસ ને લગતો GST તેમણે ભરી દીધેલો છે.
● જો GSTR 2A અને GSTR 3B વચ્ચેની ITC નો તફાવત જો પાચ લાખ કરતા વધારે હોય તો CA અથવા CMA નુ પ્રમાણ પત્ર હોવુ જોઈએ જેની અંદર લખેલુ હોય કે જે ITC GSTR 2A ની અંદર નથી દેખાડતી તેને સંબંધિત સપ્લાયરે તે ગુડસ અથવા સરવિસ આપેલી હતી અને તે ગુડસ અને સરવિસ ને લગતો GST પણ તે સપ્લાયરે ભરી દીધેલો છે.
● જો ITC ૨૦૧૭-૧૮ ને લગતી હશે અને સપ્લાયરે તે અંગે ની વીગતો પોતાના માચૅ ૨૦૧૯ પછીના GSTR 1 મા દશૉવેલી હશે તો રિસિપયન્ટ ને આ સમાધાનકારક સકૅયુલર નો લાભ તે ITC માટે નહી મળે.
● આ સકૅયુલર નો ફાયદો ખરા અથૅમા દેખાતી ભુલો માટે જ રહેશે.
● આ સકૅયુલર નો ફાયદો ચાલુ આકરણી , ઓડીટ તથા તપાસ માટે જ રહેશે. જો કે અપીલ અથવા એડજયુડીકેશન જે કિસ્સાઓમા બાકી હશે તેને આ સકૅયુલરનો ફાયદો મળશે.
તો ઉપર મુજબ ની શરતો નુ જો પાલન થતુ હશે તો ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના GSTR 2A અને GSTR 3B ના તફાવતો ઉકેલવા સરળ રહેશે તે ચોકકસ વાત છે.
પરંતુ William Shakespeare એ કહેલુ છે કે All That Glitters is not Gold અને તેવી જ રીતે સકૅયુલર ૧૮૩ એ પણ કહેલુ છે કે ” These Guidelines are clarificatory in nature and may be applied as per facts and circumstances of each cases and shall not be used for interpretation of provision of law “.
તો હવે આ Glitter છે તે Gold જ રહે તે માટે ની આશા ટેકસપેયસૅ જરુર રાખશે !
Helpfull, Ganatra sir!!
Thanks on behalf of author Mr Bhargav Ganatra
Very use full information