COVID-19 હેઠળ જી.એસ.ટી. કાયદા હેઠળ 3B રિટર્ન ઉપર લેઇટ ફી ભરવામાં કરદાતાઓ ને આપવામાં આવી રાહત
નોટિફિકેશન 52/2020, તા. 24.06.2020: ફેબ્રુઆરી થી જુલાઇ સુધી લેઇટ ફી માં રાહત
જી.એસ.ટી. કાયદા હેઠળ રિટર્ન ઉપર લેઇટ ફી ભરવામાં કરદાતાઓ ને રાહત આપવામાં આવી છે. આ રાહતો નીચે મુજબ છે.
ક્રમ | કરદાતાઓ નો પ્રકાર | રિટર્ન પિરિયડ | લેઇટ ફી માફી જો નીચેની તારીખ સુધી રિટર્ન ભરવામાં આવે તો માફ |
1 | પાછલા વર્ષમાં 5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતા | ફેબ્રુઆરી માર્ચ તથા એપ્રિલ 2020 ના રિટર્ન | 24 જૂન 2020 સુધી |
2 | પાછલા વર્ષમાં 5 કરોડ થી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતા. ગુજરાત-દમણ-દીવ ના ક્લસ્ટર વાળા રાજ્યો માટે | ફેબ્રુઆરી 2020 | 30 જૂન 2020 સુધી |
3 | ઉપર મુજબ | માર્ચ 2020 | 3 જુલાઇ 2020 સુધી |
4 | ઉપર મુજબ | એપ્રિલ 2020 | 6 જુલાઇ 2020 સુધી |
5 | ઉપર મુજબ | મે 2020 | 12 સપ્ટેમ્બર 2020 સુધી |
6 | ઉપર મુજબ | જૂન 2020 | 23 સપ્ટેમ્બર 2020 સુધી |
7 | ઉપર મુજબ | જુલાઇ | 27 સપ્ટેમ્બર 2020 સુધી |
સંપાદક નોંધ: ઉપરની તારીખ સુધીમાં જો રિટર્ન ના ભરવામાં આવે તો જે તે રિટર્ન ભરવાની સામાન્ય છેલ્લી તારીખ લેઇટ ફી લગાડવામાં આવશે અને આવા કરદાતાઓ ને COVID 19 ના કારણે આપવામાં આવેલ લેઇટ ફી અંગે છૂટછાટ નો લાભ મળશે નહીં.
જી.એસ.ટી. કાઉન્સિલે જાહેર કરેલી લેઇટ ફી અંગેની રાહત અંગે ના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
નોટિફિકેશન 54/2020, તા. 24.06.2020: ઓગસ્ટ 2020 ની મુદતમાં વધારો કરવામાં આવ્યો
ગુજરાત, દીવ-દમણ ના કરદાતાઓ માટે ઓગસ્ટ મહિના ના 3B રિટર્ન ભરવાં માટે ની મુદત 01 ઓક્ટોબર 2020 કરવામાં આવી.