COVID-19 ના કારણે GSTR 1 ભરવા અંગે રાહતો જાહેર કરવામાં આવી
Reading Time: < 1 minute
તા. 25.06.2020: જી.એસ.ટી. કરદાતાઓએ પોતાના ટર્નઓવર ને આધીન માસિક કે ત્રિમાસિક GSTR 1 ભરવાપાત્ર છે. આ મુદતમાં COVID 19 ના કારણે રાહતો આપવામાં આવેલ છે.
નોટિફિકેશન 53/2020, તા. 24.06.2020: GSTR 1 ભરવા અંગે લેઇત ફી અંગે રાહતો
મહિનો/ત્રિમાસ | લેઇટ ફી અંગે મુક્તિ |
માર્ચ 2020 | 10 જુલાઇ 2020 |
એપ્રિલ 2020 | 24 જુલાઇ 2020 |
મે 2020 | 28 જુલાઇ 2020 |
જૂન 2020 | 05 ઓગસ્ટ 2020 |
જાન્યુઆરી-માર્ચ 2020 | 17 જુલાઇ 2020 |
એપ્રિલ-જૂન 2020 | 03 ઓગસ્ટ 2020 |
હાલ, GSTR 1 ભરવાં બાબતે કોઈ લેઇટ ફી પોર્ટલ દ્વારા લાગવામાં આવતી નથી. પરંતુ કાયદા મુજબ આ લેઇટફી લાગી શકે છે. આમ, GSTR 1 સમયસર ભરવામાં પણ કાળજી લેવામાં આવે તે જરૂરી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે