માત્ર 10CCB રિપોર્ટ અપલોડ ના કર્યો હોય તે કારણે કરદાતાની કપાત અમાન્ય કરી શકાય નહીં: ITAT બેંગલોર

Spread the love
Reading Time: 2 minutes

તા. 18.05.2022: ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT), બેંગ્લોર બેન્ચે એક મહત્વના નિર્ણય આપતા આદેશ કર્યો છે કે આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80IA હેઠળ કપાતનો દાવો માત્ર નિયત તારીખની અંદર NO.10CCB ના ભરવાના કારણે નામંજૂર કરી શકાતો નથી. એવા કેસ કે જ્યાં રિવાઈઝ રિટર્ન નિયત તારીખ સુધીમાં ફાઇલ કરવામાં આવ્યું હોય ત્યારે આ કપાતનો દાવો માન્ય રાખવો જરૂરી છે. અપીલકર્તા દ્વારા તારીખ 30/12/2017 ના રોજ આવકનું રિટર્ન ફાઇલ કર્યું જેમાં કુલ રૂ.1,43,39,512/- ની કુલ આવક જાહેર કરી અને 80IA ની કપાત સહિત રૂ.36,82,815/- ની કપાત માટે પ્રકરણ IV-A હેઠળ કપાતનો દાવો કર્યો. 80IA હેઠળ રૂ.35,02,815/. બાદમાં અપીલકર્તાએ 25/6/2018 ના રોજ આવકનું રિવાઈઝ રિટર્ન ફાઇલ કર્યું અને તે જ આવક જાહેર કરી જે આવકવેરા કાયદાના 143(1)(a) હેઠળ આ રિટર્ન પ્રોસેસ કરવામાં આવ્યું હતું. આ રીવાઈઝ રિટર્ન પ્રોસેસ કરવામાં CPC, બેંગ્લોર દ્વારા 80 IA ની કપાત નામંજૂર કરી 18/12/2019 ના રોજ આદેશ પસાર કરવામાં આવ્યો હતો. અપીલકર્તાએ આવકવેરા અધિનિયમ 1961 ના 154 હેઠળ સુધારણા અરજી દાખલ કરી હતી જે સ્વીકારવામાં આવી ન હતી. કરદાતા દ્વારા CIT(A) સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. આ અપીલમાં CIT(A) દ્વારા કરદાતા વિરુદ્ધનો આદેશ પસાર કર્યો હતો. CIT(A) ના આ આદેશ સામે કરદાતાએ ટ્રિબ્યુનલના દ્વારા ખટખટાવ્યા હતા. અરજદારે એવી દલીલ કરી હતી કે નં.10CCB ફોર્મ ભલે અસલ રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખે ફાઇલ કરવામાં આવ્યું ન હતું, પરંતુ બાદમાં જરૂરી ફોર્મ અને ફોર્મ નં.10CCB મેળવ્યા બાદ આવકનું સુધારેલું રિટર્ન ફાઇલ કર્યું હતું. અરજદાર દ્વારા અપીલમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે અરજદાર પાછલા વર્ષોમાં આ કપાતનો લાભ લઈ રહ્યા જ હતા. s 80IA, માત્ર નિયત તારીખની અંદર ફોર્મ નં.10CCB ન ભરવાના કારણે તેઓનો કપાત બાદ માંગવાનો હક્ક છીનવી શકાય નહીં. ડિપાર્ટમેંટ વતી દલીલ કરવામાં આવી હતી કે કરડાટએ આવકના ઓરિજિનલ રિટર્ન સાથે ફોર્મ નં.10CCB સબમિટ કરવામાં નિષ્ફળ ગયા હતા અને આમ, તેઓએ કલમ 80 IA ની જોગવાઈનું ઉલ્લંઘન કર્યું ગણાય. ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં અવલોકન કર્યું હતું કે અપીલકર્તાએ 80IA હેઠળ કપાતનો દાવો કરવા સાથે નિયત સમયની અંદર આવકનું રિટર્ન 139(1) ફાઇલ કર્યું જ હતું. તેઓ માત્ર ફોર્મ નંબર 10CCB ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા હતા. આ ફોર્મ કરદાતા દ્વારા પાછળથી રીવાઇઝ રિટર્ન ફાઇલ કરીને સબમિટ કરવામાં આવ્યું છે. ટ્રિબ્યુનલ દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે ટેક્સ ઓડિટરએ પોતાના રિપોર્ટમાં દાવો કરેલ કપાત પ્રમાણિત કરી છે. શ્રી જ્યોર્જ કે, ન્યાયિક સભ્ય અને શ્રી લક્ષ્મી પ્રસાદ સાહુ, એકાઉન્ટન્ટ સભ્યની બનેલી બેન્ચ દ્વારા કરદાતાની આ અપીલ મંજૂર રાખવામા આવેલ હતી.

કરદાતા તરફે આ ચુકાદો ખૂબ મહત્વનો છે. માત્ર ક્લેરિકલ ભૂલના કારણે કરદાતાના લાભો છીનવી શકાય નહીં તે સિદ્ધાંત ફરી ટ્રિબ્યુનલના આ ચુકાદામાં પ્રસ્થાપિત થયેલ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!