પોર્ટલની ટેકનિકલ ખામીઓના કારણે એપ્રિલ મહિનાના GSTR 3B ભરવાની તારીખ 24 મે સુધી વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

નોટિફિકેશન 5/2022 દ્વારા GSTR 3B ની અને નોટિફિકેશન 6/2022 દ્વારા PMT 06 ની મુદત 27 મે 2022 સુધી વધારવામાં આવી

તા. 18.05.2022

છેલ્લા થોડા દિવસોથી GST પોર્ટલ ઉપર 2B ના ડેટા અંગે ટેકનિકલ ક્ષતિ સર્જાવાના કારણે CBIC દ્વારા નોટિફિકેશન બહાર પાડી એપ્રિલ 2022 ના ભરવાના GSTR 3B તથા PMT 06 ની મુદતમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. CBIC ના નોટિફિકેશન 05/2022 દ્વારા એપ્રિલ માસના GSTR 3B ભરવાની મુદત 20 મે (5 કરોડ નીચેના વેપારી માટે 22 મે) થી વધારી 24 મે કરી આપવામાં આવી છે. આ સાથેજ નોટિફીકેશન 06/2022 દ્વારા ત્રિમાસિક રિટર્ન ભરવા જવાબદાર કરદાતાઓ માટે માસિક ટેક્સ ભરવા માટેની તારીખ વધારી 27 મે 2022 કરી આપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ તારીખ વધારા કરતાં નોટિફિકેશનમાં ટેકનિકલ ખામી અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કરદાતાઓ તથા ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સમાં GST પોર્ટલની ખામીઓ અંગે વિવિધ સોશીયલ મીડિયા ઉપર છેલ્લા કેટલાક દિવસથી  સતત બળાપો ઠાલવતાં જોવા મળી રહ્યા હતા. હવે આ સમય વધારવામાં આવતા આ બળાપો થોડો ઓછો થશે તેવું માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!