GST ની પિચકારી ( બુરા ના માનો GST હે !!, હોલી ભી હે…)

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

 

Compilation By Darshit Shah, Advocate, Ahmedabad

તા. 08.03.2023: GSTની શરૂઆત થઈ ત્યારથી જ વ્યાપારીઓ સંઘર્ષ કરી રહ્યા છે સાથે સાથે ITC ને રિવર્સલ કરવા માટેની જોગવાઈઓનું પાલન કરવું એ પણ ઘણું અશક્ય બની રહ્યું છે. GST ની પિચકારી જો કે, કરદાતા માટે તમામ ITC જો કે, કરદાતા માટે તમામ ITC ઉપલબ્ધ હોતી નથી જેમાં વિવિધ જોગવાઈ ઓ કાયદા માં મુકવામાં આવી છે.

              ITC ના વિવિધ પ્રકારો ઉપલબ્ધ થયા પછી રિવર્સલને આધીન છે.  જેમાંથી એક જોગવાઈ GST કાયદા ની કલમ 16 (2) માં જણાવ્યા મુજબ જો વેપારી માલ કે સેવા ખરીદયા બાદ 180 દિવસ સુધી પેમેન્ટ ના કરે તો તેણે લીધેલી GST ક્રેડિટ રિવર્સ કરવાની રહેશે અને તે જેટલો સમય આ ક્રેડિટ વાપરી તેના પર થતું વ્યાજ પણ તે વેપારી એ ભરવાનું રહેશે. પરંતુ GST કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધી મોટાભાગ ના વેપારીઓ આ કાયદા થી અજાણ અથવા તો આને અનુસરી શક્યા નથી. આ ઉપરાંત  કેટલાક વેપારીઓ પહેલેથી જ આવી શરતે માલ વેચે છે કે 9 મહિના પછી અથવા તો જે તે માલ ખરીદયો છે એ માલ વેચાયા પછી તેઓ પેમેન્ટ કરશે. માલ વેચનાર વેપારી પણ તે રીતે એડજસ્ટ કરી માલનો સોદો કરે છે. તેવા કેસોમાં વેપારીઓ વચ્ચે આપસમાં સમજૂતી હોવા છતાંય GST કાયદાની જોગવાઈને કારણે ખરીદનારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની જવાબદારી ઉપસ્થિત થાય છે . હાલ GST ના ઓડિટ વિભાગ દ્વારા મોટી સંખ્યા માં વેપારીઓ ને નોટિસ મોકલવામાં આવી રહી છે જેમાં આવી લીધેલી ક્રેડિટ રિવર્સ કરવા જાણવામાં આવે છે તથા તેના પર થતું વ્યાજ 18% લેખે ભરવાનું ઉપસ્થિ થાય છે.

CGST એક્ટ- Section 16(2)(d) 180 દિવસમાં ચુકવણી કરવી..

“Tom” અને “Jerry” નો ઝઘડો

1) “Tom” એ “Jerry” ને 100 રૂપિયા આપવાના હતા અને 45 દિવસ સુધીમાં ચૂકવવાના હતા.

2) હવે અચાનક “Gabbar Singh” કૂદી ને આયો અને ,
એણે  “Tom” ને આગામી 15 દિવસ સુધીમાં “Jerry” ને ચૂકવણી કરવા કહ્યું.

3) “Tom” કોઈક કારણસર આ ચૂકવણી કરી શક્યો નહિ.

4) “Gabbar Singh” ને તે ગમ્યું નહીં અને “Tom” ને કહ્યું કે તમે “Jerry” ને ચૂકવણી નથી કરી, એટલે હવે મને ચૂકવો.

“Tom” અને “Jerry” બંને આ સાંભળી સ્તબ્ધ થઇ ગયા !

“Jerry” લાચાર થઇ ને વિચારે છે ,કે પૈસા લેવાના હતા મારે લઇ ગયો “Gabbar Singh” એ પણ “વ્યાજ” સાથે.

error: Content is protected !!