સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 11th March 2023

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


  1. અમારા અસીલ ગુજરાત માં રજીસ્ટર્ડ છે. હવે તેઓ ને મહારાષ્ટ્ર માં પણ નવી ફ્રેન્ચાઇઝીશોપ ચાલુ કરવાની હતી. આથી તેઓ એ મહારાષ્ટ્ર  શોપ માટે કેપિટલ ગૂડ્સ – ફર્નિચર ની અલગ અલગ પાર્ટી પાસેથી બધી ખરીદી ગુજરાત ના GST નંબર ઉપર કરેલ છે. (ડિલિવરી મહારાષ્ટ્ર ની શોપ માં  લીધેલ. આ શોપ જેની પાસેથી  ફ્રેન્ચાઇઝી લીધેલ તે માસ્ટર કંપની એ ભાડે રાખેલ છે.  મહારાષ્ટ્ર માં અમારા અસીલ એ GST નંબર લીધેલ નથી. તેમજ હજુ કોઈ વેચાણ પણ કરેલ નથી. હવે કોઈ કારણસર અસીલ ને  ત્યાં ધંધો કરવાનું મોકૂફ રહેતા તેઓ એ ગુજરાત ની જ અન્ય પાર્ટી (કે જેઓ આ ફ્રેંચાઇસી ટેકઓવર કરે છે.)  ને આ કેપિટલ ગુડ્સ નું કોસ્ટ ટુ કોસ્ટ વેચાણ કરવાનું નક્કી થયેલ છે. (ત્યાં મહારાષ્ટ્ર ના શોપ માં જ ડિલિવરી છે. માલ ની હેરફેર થતી નથી. તો હવે નીચેના પ્રશ્નો આ તથ્યો ઉપર રહે છે.

(૧) અમોએ કરેલ ખરીદી ની ડિલિવરી મહારાષ્ટ્ર માં થયેલ હોય તો ITC ગુજરાત ના GST નંબર માં લઈ શકાય કે કેમ?

(૨) ITC લેવા માટે મહારાષ્ટ્ર માં GST નંબર હોવો જરૂરી છે?

(૩) અમે હવે જેને વેચાણ કરી એ તેઓ ને પણ મહારાષ્ટ્ર માં GST નંબર હોવો જરૂરી છે?

(૪) મહારાષ્ટ્રમાં સ્થિત કેપિટલ ગુડ્સના વેચાણ માટે GST નંબર જરૂરી છે? શું તે ગુજરાતના GSTIN સાથે વેચી શકાય?

૫) આવા વેચાણ ઉપર IGST લાગુ થાય કે CGST / SGST લાગુ થાય?

                                                                                                                                                                                          હર્ષિત એસ મહેતા (સીએ) – રાજકોટ

જવાબ: આપના પ્રશ્નનો અમો નીચે મુજબ જવાબ આપીએ છીએ.

  1. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ગુજરાત રાજ્યના જી.એસ.ટી. નંબર ઉપર તો જ લઈ શકાય જો આપે જણાવેલ કેપિટલ ગુડ્સ એ “મુવેબલ પ્રોપર્ટી” હોય અને વ્યવહાર બિલ ટુ શીપ ટુ નો કરવામાં આવેલ હોય, તેવો અમારો મત છે.
  2. હા, ફ્રેંચાઈઝી બિઝનેસ હોય જી.એસ.ટી. કાયદાની કલમ 24 હેઠળ ફરજિયાત નોંધણીને પાત્ર બને તેવો અમારો મત છે.
  3. હા, આપ જેને વેચાણ કરો છો તેમને પણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા મહારાષ્ટ્રમાં GST નંબર હોવા જરૂરી છે તેવો અમારો મત છે.
  4. હા, ફ્રેંચાઈઝી બિઝનેસ હોય જી.એસ.ટી. કાયદાની કલમ 24 હેઠળ ફરજિયાત નોંધણીને પાત્ર બને તેવો અમારો મત છે.
  5. મહારાષ્ટ્ર રાજ્યમાં CGST તથા SGST લાગે તેવો અમારો મત છે.

  1. અમારા એક અસીલ માલિકી ધોરણે જી એસ ટી માં નોંધાયેલ છે અને રેગ્યુલર સ્કીમ માં છે તેઓ તેમનો આ ધંધો તેમના મોટા ભાઈ ને આપી દેવા માંગે છે એટલે કે પ્રોપ્રાઈટર તેમના મોટા ભાઈ ને બનાવવા માંગે છે તો આ અન્વયે જી એસ ટી માં શું પ્રોસેસ કરવા ની થાય અને તેમના મોટા ભાઈ ની નવા નંબર ની અરજી માં નોંધણી ના કારણ માં શું સિલેક્ટ કરવાનું રહે . તેમજ ક્રેડીટ ટ્રાન્સફર નું ફોર્મ આઈ ટી સી 02 ક્યારે ફાઈલ કરવા નું રહે ?આપ નો અભિપ્રાય આપવા વિનંતી  –                                                                                              ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ 

જવાબ: આ રીતે ધંધો તમામ જવાબદારી સાથે તબદીલ કરવામાં આવે ત્યારે ધંધો સંભાળનાર દ્વારા Transfer of Business નો વિકલ્પ શરૂ કરી નવો જી.એસ.ટી. નંબર લેવાનો રહે. જો જૂના નોંધણી નંબરમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રહેતી હોય તો ITC 02 ફોર્મ નવો જી.એસ.ટી. નંબર આવી ગયા પછી ફાઈ થઈ શકે છે. આ ફોર્મ ભરવા કોઈ સમયમર્યાદા નથી તેવો અમારો મત છે.


3. મારી એક પાર્ટીમાં સપ્ટેમ્બર મહિનાનાં  GSTR-1 માં B2B અને B2CS માં Amend કરેલ છે,પરંતુ તે સુધારો કરેલ રકમ પોર્ટલ ઉપર તે B2Bની Amend કરેલ Amount સપ્ટેમ્બર મહિના નાં  GSTR-1 માં  ટોટલ ટેક્ષેબલ Amountમાં  બતાવે છ. ખરેખર તે Amount જેતે મહિનામાં બતાવવી જોઈએ કે સપ્ટેમ્બર મહિનાનાં  GSTR-1 માં જ બતાવે છે તે યોગ્ય છે?

જવાબ: જે મહિનાના GSTR 1 માં સુધારો કરવામાં આવ્યો હોય તે મહિનાના GSTR 1 માંજ પોર્ટલ ઉપર દર્શાવે. આમ, આપે સપ્ટેમ્બર મહિનાના GSTR 1 માં સુધારો કરેલ હોય, આ રકમ પોર્ટલ ઉપર યોગ્ય રીતે બતાવી રહેલ છે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. બિઝનેસ મેનેજમેંટ સર્વિસ ઉપર TDS નો દર જણાવવા વિનંતી. હર્ષિત મહેતા

જવાબ: બિઝનેસ મેનેજમેંટ સર્વિસ એ પ્રોફેશનલ્સ કે ટેકનિકલ સર્વિસ ના હોય અમારા મતે TDS લાગુ પડે નહીં.

  1. બિઝનેશ મેનેજમેંટ સર્વિસ ઇન્કમ ટેક્સની કલમ 44AD હેઠળ અંદાજિત આવક યોજનાનો લાભ લઈ શકે કે 44ADA હેઠળ? હર્ષિત મહેતા

જવાબ: બિઝનેસ મેનેજમેંટ સર્વિસએ પ્રોફેશનલ ના હોય ઇન્કમ ટેક્સની કલમ 44AD હેઠળ અંદાજિત આવક યોજનાનો લાભ લઈ શકે તેવો અમારો મત છે.

  1. શું HUF પાર્ટનર તરીકે બિઝનેસ મેનેજમેંટ સર્વિસના ધંધામાં જોડાઈ શકે?

જવાબ: હા, બિઝનેસ મેનેજમેંટ સર્વિસ “ટેકનિકલ નેચર” ની નથી તેમ માની લઈએ તો HUF ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે જોડાઈ શકે તેવો અમારો મત છે.


  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!